Pakistanમાં આર્મી ચીફના દાવા પોકળ, આતંકીઓ રોજ 2થી વધુ સૈનિકોની કરી રહ્યા છે હત્યા
4 days ago
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરે તાજેતરમાં જ દેશમાંથી આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનો અને આતંકીઓની કમર તોડી નાખવાનો મોટો દાવો કર્યો હતો. જોકે, વાસ્તવિક સ્થિતિ તેનાથી તદ્દન વિપરીત છે. પાકિસ્તાનમાં આતંકીઓ દરરોજ સરેરાશ બેથી વધુ સૈનિકોને મોતના ઘાટ ઉતારી રહ્યા છે, જે આર્મી ચીફના દાવાઓની પોલ ખોલે છે.'પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ' (PICSS) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના અહેવાલ મુજબ, મે 2026ના મહિનામાં જ પાકિસ્તાનમાં આતંકવાદીઓએ 68 સુરક્ષાકર્મીઓની નિર્મમ હત્યા કરી નાખી છે. આ હિંસામાં માત્ર સૈનિકો જ નહીં, પરંતુ 71 સામાન્ય નાગરિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 37 જવાનો ઘાયલ થયા છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં શાંત રહ્યા બાદ, આતંકીઓએ મે મહિનામાં અચાનક હિંસા વધારી દીધી છે અને સમગ્ર દેશમાં 4 આત્મઘાતી હુમલા સહિત કુલ 128 આતંકી હુમલા નોંધાયા છે.બલૂચિસ્તાન સૌથી વધુ પ્રભાવિતઆ અહેવાલ અનુસાર, પાકિસ્તાનનો બલૂચિસ્તાન પ્રાંત આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. એપ્રિલમાં જ્યાં ૩૪ હુમલા થયા હતા, ત્યાં મે મહિનામાં ૧૦૯ ટકાના ઉછાળા સાથે 71 આતંકી હુમલા નોંધાયા છે. આ સિવાય ખૈબર પખ્તુનખ્વા અને રાજધાની ઇસ્લામાબાદ પણ નિશાના પર રહ્યા છે. બલૂચિસ્તાનમાં અપહરણની ઘટનાઓ પણ ચિંતાજનક રીતે વધી છે. મે મહિનામાં દેશભરમાં થયેલા ૫૪ અપહરણોમાંથી ૫૨ એકલા બલૂચિસ્તાનમાં થયા છે.સામે પક્ષે, પાકિસ્તાની સેનાએ પણ જવાબી કાર્યવાહીનો દાવો કર્યો છે. સેનાના જણાવ્યા અનુસાર મે મહિનામાં વિવિધ ઓપરેશન્સ દરમિયાન 270 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે અને 15ની ધરપકડ કરાઈ છે. સૌથી વધુ ૧૨૮ આતંકીઓ પૂર્વ ફાટા (FATA) વિસ્તારમાં માર્યા ગયા છે. હાલ પાકિસ્તાનમાં તેહરીક-એ-તાલીબાન પાકિસ્તાન (TTP) અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) જેવા સંગઠનો બેફામ બન્યા છે.આ પણ વાંચો:US Israel Clash: ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક નેતન્યાહૂથી થયા નારાજ, જાણો શુ છે મામલો?
Click here to Read more
