Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Toothbrush Reuse Tips : જૂનું ટૂથબ્રશ કચરો સમજી ફેંકી ના દો, આ સ્માર્ટ ટિપ્સથી ઘરમાં કરો ઉપયોગ

    4 days ago

    1

    0

    સામાન્ય રીતે આપણે ટૂથબ્રશનો થોડા સમયમાં ઉપયોગ કર્યા બાદ ફેંકી દઈએ છીએ. આજકાલ હેલ્થ પ્રોબ્લેમ અને દાંત સડવાના કારણે લોકો 3 મહિનામાં ટૂથબ્રથ બદલી નાખે છે. આ જૂના બ્રશને નકામું સમજીને આપણે કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ નાનકડું બ્રશ ઘરની સફાઈ માટે એક શક્તિશાળી હથિયાર સાબિત થઈ શકે છે? તેના મજબૂત બ્રિસ્ટલ્સ (વાળ) અને લવચીક હેન્ડલના કારણે તે એવી જગ્યાઓ પર પણ સરળતાથી પહોંચી શકે છે જ્યાં સામાન્ય કપડું કે મોટો બ્રશ કામ નથી આવતો. જૂના ટૂથબ્રશને ઘરમાં ફરીથી ઉપયોગમાં લેવાની તમને 5 સ્માર્ટ ટીપ્સ જણાવીશું.જૂના ટૂથબ્રશનો બેસ્ટ ઉપયોગની 5 સ્માર્ટ ટીપ્સ૧. ટાઇલ્સની તિરાડો અને ગ્રાઉટિંગની સફાઈબાથરૂમ કે કિચનની ટાઇલ્સની વચ્ચે જમા થતી કાળી ગંદકી (ગ્રાઉટ) સામાન્ય રીતે સાફ કરવી ખૂબ અઘરી હોય છે. જૂના ટૂથબ્રશ પર થોડો બેકિંગ સોડા અને લિક્વિડ સોપ લગાવીને ટાઇલ્સની લાઇનિંગ પર ઘસવાથી બધી જ જમા થયેલી કાળી માટી તુરંત સાફ થઈ જશે.૨. મિક્સર, કીબોર્ડ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સમિક્સર ગ્રાઇન્ડરની બ્લેડની નીચે, ગેસ સ્ટવની બર્નરની આસપાસ અથવા કમ્પ્યુટરના કીબોર્ડના બટનોની વચ્ચે અંદર સુધી કચરો ભરાઈ જાય છે. ટૂથબ્રશના પાતળા બ્રિસ્ટલ્સ આ સાંકડી જગ્યાઓમાંથી ધૂળ અને ખાવાનો કચરો એક મિનિટમાં બહાર કાઢી નાખે છે.૩. સોના-ચાંદીના દાગીનાને ચમકાવવાસમય જતાં સોના કે ચાંદીના દાગીના અને પાયલ ઝાંખા પડી જાય છે કારણ કે તેની ડિઝાઇનમાં મેલ ભરાય છે. ઘરેણાં પર થોડો ટૂથપેસ્ટ અથવા શેમ્પૂ લગાવીને નરમ હાથે ટૂથબ્રશથી ઘસવાથી દાગીના બિલકુલ નવા જેવા ચમકી જશે.૪. નળ અને સિંકના ખૂણાઓની સફાઈવોશબેસિન, કિચન સિંક અને પાણીના નળની આજુબાજુ ક્ષારના સફેદ ડાઘ જમા થઈ જાય છે. લીંબુનો રસ અથવા વિનેગર લગાવીને ટૂથબ્રશથી નળના જોઈન્ટ્સ સાફ કરવાથી ક્ષાર ખૂબ જ સરળતાથી નીકળી જાય છે.૫. જૂતા અને સેન્ડલની સોલ સાફ કરવાઘણીવાર સ્નીકર્સ અથવા સ્પોર્ટ્સ શૂઝના નીચેના ભાગમાં (સોલ) કાદવ કે પથરા ભરાઈ જાય છે. જૂના બ્રશની મદદથી સોલની ડિઝાઇનને પાણીથી બરાબર ઘસીને સાફ કરવાથી જૂતા ફટાફટ ચોખ્ખા થઈ જાય છે.ઘરના કામમાં બહુ ઉપયોગી જૂનું ટૂથ બ્રશજૂના બ્રશને સફાઈના ઉપયોગમાં લેતા પહેલા તેને 5 મિનિટ ગરમ પાણીમાં બોળી રાખવું, જેથી તેના તમામ કીટાણુઓ નાશ પામે. આ નાનકડો ફેરફાર વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું ઉત્તમ ઉદાહરણ છે. હેલ્થ કોન્સિયસ લોકો ફક્ત 3 મહિનામાં ટૂથબ્રશ બદલી નાખે છે. ત્યારે આ ટૂથબ્રશનો રિયુઝ કરી તમે ઘરના અનેક કામ સરળતાથી પૂર્ણ કરી શકો છો. બાળકોની જૂતા પોલિશથી લઈને રસોડાની સફાઈમાં આ એક નાનું હથિયાર બહુ મોટી મદદ કરે છે.આ પણ વાંચો : Walking કોલેસ્ટ્રોલ ઘટાડવાનો સૌથી સરળ રસ્તો, જાણો દરરોજ કેટલું ચાલવું જોઈએ(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
    Click here to Read more
    Prev Article
    Pakistanમાં આર્મી ચીફના દાવા પોકળ, આતંકીઓ રોજ 2થી વધુ સૈનિકોની કરી રહ્યા છે હત્યા
    Next Article
    गैस समझकर टालते रहे बीमारी, उधर खराब होती रही किडनी, कानपुर में आई ये कैसी आफत?

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment