Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Pickle Storage Tips: અથાણું આખું વર્ષ કેવી રીતે સાચવવું? દાદી નાનીની આ 7 સિક્રેટ ટીપ્સ યાદ રાખો

    4 hours from now

    1

    0

    Pickle Storage Tips In Gujarati: અથાણું એક એવી વાનગી છે, જે એક વખત બનાવ્યા બાદ આખું વર્ષ ખાઇ શકાય છે. ઉનાળામાં કેરીનું અથાણું, કેરીનો છૂંદો, કેરી ગુંદરનું અથાણું બનાવવામાં આવે છે. કેરી, ગોળ અને સ્વાદિષ્ટ મસાલાથી બનેલા અથાણાં ભારતીય ભોજન પરંપરામાં ખાસ સ્થાન ધરાવે છે. જો યોગ્ય રીતે ખાવામાં આવે તો અથાણાં સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ માનવામાં આવે છે. કેરીનું અથાણું હોય કે અન્ય કોઇ અથાણાં બનાવ્યા બાદ આખું વર્ષ ખાઇ શકાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે. ખાસ કરીને ચોમાસામાં અથાણું બગડી જવાનો ડર રહે છે. ચાલો જાણીયે અથાણું બનાવ્યા બાદ શું કાળજી રાખવી, જેથી તે આખું વર્ષ તાજું રહે. અથાણું ક્યાં રાખવું? અથાણું બનાવ્યા બાદ તેને ઘરની અંદર યોગ્ય જગ્યા પર મૂકવું જોઇએ. અથાણું બનાવ્યા બાદ ઘરની અંદર એવી જગ્યા પર મૂકવું જોઇએ જ્યાં વધુ ગરમી કે ભેજ ન હોય. વધારે ગરમી અને ભેજવાળી જગ્યા પર મૂકવાથી અથાણામાં ફુગ આવી શકે છે. આથી ઘરમાં હવાની અવરજવર થતી હોય તેવી જગ્યા પણ અથાણું મૂકવું જોઇએ.  અથાણું ભરવા માટે યોગ્ય વાસણ પસંદ કરો અથાણું ભરવા માટે હંમેશા ચીનાઇ માટી કે કાચની બરણીનો ઉપયોગ કરવો જોઇએ. તેમા અથાણું રાખવાથી ઝડપથી બગડતું નથી. ક્યારેય પ્લાસ્ટિક કે મેટલના વાસણમાં અથાણું ભરવું જોઇએ નહીં. ચીનાઇ માટી કે કાચની બરણી એરટાઇટ હોવી જોઇએ. અથાણાંમાં તેલનું પ્રમાણ અથાણાંમાં તેલનું પ્રમાણ યોગ્ય હશે તો આખું વર્ષ સારું રહે છે. અથાણાંની ઉપરની સપાટી સુધી તેલ રહે તેનું ધ્યાન રાખવું. શક્ય હોય તો અથાણાં સરસવના તેલનો ઉપયોગ કરવો. જો અથાણામાં તેલ ઓછું હોય તો, તેલ ગરમ કર્યા બાદ ઠંડુ થાય પછી ઉપરથી રેડી શકાય છે. અથાણામાં ઠંડુ તેલ ક્યારેય ઉમેરવું નહીં. અથાણું કાઢવા માટે સ્વચ્છ વાસણનો ઉપયોગ ખાવા માટે બરણી માંથી અથાણું કાઢતી વખતે હંમેશા સ્વચ્છ અને ચોખ્ખા ચમચાનો ઉપયોગ કરવો જોઇએ. અથાણું કાઢતી વખતે હાથની આંગળીઓ અથાણાંને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખવું. કારણ કે હાથના બેક્ટેરિયાના કારણે અથાણું બગડી શકે છે. હાથ વડે ક્યારે અથાણું કાઢવું નહીં. ખાવાનું અથાણું અલગ વાસણમાં રાખો અથાણું બનાવ્યા બાદ ખાવા માટે થોડુંક અલગ વાસણમાં કાઢો. ખાવા માટેનું અથાણું ફ્રીજમાં રાખી શકાય છે. અથાણાંની બરણી દિવસ દરમિયાન જ ખોલવી, રાત્રે ક્યારેય ખોલવી નહીં કારણ કે હવામાં ઉડતા જીવજંતુ અથાણાંમાં પડી જવાનો ડર રહે છે. વરસાદ ચાલુ હોય ત્યારે અથાણાની બરણી ખોલશો નહીં ચોમાસાના ભેજવાળા હવામાનમાં અથાણું બગડવાનો ડર રહે છે. આથી વરસાદ ચાલુ હોય તેવા દિવસો દરમિયાન અથાણાની બરણી ખોલવાનું ટાળો. આ પણ વાંચો | કેમિકલ ફ્રી જાંબુ જામ રેસીપી, આ રીતે ઘરે બનાવો, બાળકોને પસંદ આવશે અથાણું ફુગ લાગે તો શું કરવું? અમુક વખત અથાણામાં ફુગ લાગી જાય છે. આવી સ્થિતિમાં અથાણાંમાં ફુગ હોય તેટલું સાવધાની પૂર્વક કાઢીને ફેંકી દો, નહીંત્તર તે આખા અથાણાંને ખરાબ કરી શકે છે. ફુગથી બચાવવા માટે અથાણાંની બરણીમાં તેલ પુરતા પ્રમાણમાં રાખવું.
    Click here to Read more
    Prev Article
    Maruti Suzuki की चार नई हाइबिड कारें, एक में मिल सकता है 35 kmpl तक का धांसू माइलेज
    Next Article
    TMC MP Abhishek Banerjee Appears Before ED In Bengal Teacher Recruitment Scam

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment