IPO News : આ અઠવાડિયામાં 4 IPO ખુલશે, 3 કંપનીના શેર લિસ્ટિંગ થશે
4 hours from now
Upcoming IPO News : આઈપીઓ બજારમાં 15 જૂનથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં એકંદરે સારા કામકાજ જોવા મળશે. નવા અઠવાડિયે 4 આઈપીઓ ખુલવાના છે, જે તમામ SME સેગમેન્ટના છે, એકપણ મેઇનબોર્ડ IPO નથી. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 2 IPO સબ્સક્રિપ્શન કરવાની તક મળશે. શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ અઠવાડિયામાં 3 કંપનીઓના શેર લિસ્ટેડ થવાના છે. Clay Craft IPO : ક્લે ક્રાફ્ટ આઈપીઓ ક્લે ક્રાફ્ટ આઈપીઓ 17 જૂન ખુલશે અને 19 જૂન બંધ થશે. કંપનીના IPO દ્વારા ₹ 110.11 કરોડ ઊભા કરવાની છે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 193 - ₹ 203 પ્રતિ શેર અને લોટ સાઇઝ 600 શેર છે. IPO બંધ થયા બાદ NSE SME પર 24 જૂને કંપનીના શેર લિસ્ટેડ થશે. Diksha Polymers IPO : દિક્ષા પોલીમર્સ આઈપીઓ દિક્ષા પોલીમર્સ આઈપીઓ 17 જૂન ખુલશે. કંપની IPO દ્વારા ₹ 17.90 કરોડ એક્ત્ર કરવાની છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ ₹ 112 પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. આઈપીઓ સબ્સક્રાઇબ 19 જૂન સુધી કરી શકાશે. શેર એલોટમેન્ટ બાદ BSE SME પ્લેટફોર્મ પર 24 જૂને શેર લિસ્ટિંગ થશે. Liotech Industries IPO : લિયોટેક ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ લિયોટેક ઇન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 17 જૂન ખુલશે અને 19 જૂને બંધ થશે. આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ ₹ 321 પ્રતિ શેર અને લોટ સાઇઝ 400 શેર છે. કંપની આઈપીઓ દ્વારા ₹ 36.02 કરોડ એક્રત્ર કરવાની છે. શેર લિસ્ટિંગ BSE SME પર 24 જૂને થશે. Leapfrog Engineering IPO: લીપફ્રોગ એન્જિનિયરિંગ આઈપીઓ લીપફ્રોગ એન્જિનિયરિંગ આઈપીઓ 17 જૂને થશે. કંપની આઈપીઓ દ્વારા ₹ 88.51 કરોડ એક્ત્ર કરવાની છે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ₹ 21 - ₹ 23 પ્રતિ શેર અને લોટ સાઇઝ 6000 શેર છે. રોકાણકારો 19 જૂને આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકશે. ફાઇનલ શેર એલોટમેન્ટ થયા બાદ BSE SME પર 24 જૂને શેર લિસ્ટિંગ થશે. Share Listing This Week : 3 કંપનીના શેર લિસ્ટિંગ થશે 15 જૂનથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં 3 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 17 જૂને NSE SME પર ઉત્કલ સ્પેશિયાલિટીના શેર લિસ્ટિંગ થશે. તો 18 જૂને BSE SME પર Susan ઇલેક્ટ્રિકલ્સ ઈન્ડિયા અને 19 જૂને BSE SME પર હોરીઝોન રિક્લેમ (India) કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી છે. IEGujarati કોઇ પણ પ્રકારની રોકાણ કે નાણાકીય સલાહ આપતું નથી. બજાર જોખમોને આધિન છે. રોકાણ કે નાણાકીય સંબંધિત કોઇ પણ નિર્ણય લેવાની પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.
Click here to Read more

