Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Honda એ કાર કરતા મોંઘી 4 પ્રીમિયમ સુપર બાઇક લોન્ચ કરી, ક્લચ ગિયરની ઝંઝટ દૂર

    4 hours from now

    1

    0

    Honda Premium Superbikes : હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (HMSI) એ 2026 મોડલ ઇયરની પોતાની ચાર પ્રીમિયમ મોટરસાઇકલ રેન્જ ભારતમાં લોન્ચ થઇ છે.  કંપનીએ નવી CB750 Hornet E Clutch અને XL750 Transalp E Clutch રજૂ કરી છે, જ્યારે Gold Wing બાઇકને નવા કલર ઓપ્શન સાથે અને CBR1000RR R Fireblade SP બાઇકને ફ્લેગશિપ સુપરસ્પોર્ટ બાઇક તરીકે લાઇનઅપમાં યથાવત રાખી છે. સૌથી ખાસ વાત એ છે કે, આ તમામ બાઇક નવી કાર કરતા મોંઘી છે. હોન્ડાની આ પ્રીમિયમ બાઇકની કિંમત 10.49 લાખથી શરૂ થાય છે. આ તમામ મોડલ્સનું બુકિંગ દેશભરમાં Honda Topline અને BigWing ડીલરશીપ પર શરૂ થયું છે. હોન્ડાની નવી E-Clutch ટેકનોલોજી રાઇડર્સને ક્લચ લીવરનો ઉપયોગ કર્યા વગર ગિયર બદલવાની સુવિધા આપે છે, જેનાથી રાઇડિંગ પહેલા કરતા વધારે સરળ અને આરામદાયક રહે છે. ચાલો જાણીયે લેટેસ્ટ પ્રીમિયમ હોન્ડા બાઇકની કિંમત, એન્જિન રેન્જ અને તમામ ફીચર્સ વિશે વિગતવાર. Honda CB750 Hornet E Clutch નવી હોન્ડા CB750 Hornet E-Clutch બાઇકમાં 755cc પેરેલલ ટ્વિન એન્જિન આપ્યું છે, જે 67.5 kW (લગભગ 90.5 hp) પાવર અને 75 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમા હોન્ડાની નવી E-Clutch ટેકનોલોજી આપી છે, જે બાઇક સ્ટાર્ટ, સ્ટોપ અને ગિયર શિફ્ટિંગને વધુ સરળ બનાવે છે.  હોન્ડા CB750 હોર્નેટ E-Clutch બાઇકમાં Showa 41mm SFF-BP USD ફ્રન્ટ ફોક્રસ, 5.0 ઇંચની ફુલ કલર TFT ડિસ્પ્લે, હોન્ડા RoadSync કનેક્ટિવિટી, મલ્ટીપલ રાઇડિંગ મોડ્સ અને ડ્યુઅલ 296mm ફ્રન્ટ ડિસ્ક બ્રેક્સ આપી છે. સ્ટ્રીટફાઇટર ડિઝાઇન વાળી આ બાઇક શહેર અને હાઇવે બંને પર જબરદસ્ત પર્ફોર્મન્સ આપવાનો દાવો કરે છે. Honda CB750 Hornet E-Clutch બાઇકની એક્સ શો રૂમ કિંમત ₹ 10.49 લાખ છે. Honda XL750 Transalp E Clutch હોન્ડા XL750 Transalp E-Clutch એડવેન્ચર ટૂરિંગ સેગમેન્ટ માટે બાઇક છે. તેમા 755cc પેરેલલ ટ્વિન એન્જિન આવે છે, જે 67.5 kW (લગભગ 90.5 hp) પાવર અને 75 Nm ટોર્ક જનરેટ કરે છે. નવી E-Clutch ટેકનોલોજી લાંબી મુસાફરીને અને રોજિંદી અવરજવરને વધુ સુવિધાજનક બનાવે છે. હોન્ડા XL750 Transalp E-Clutch બાઇકમાં 5.0 ઇંચ TFT ડિસ્પ્લે, હોન્ડા RoadSync, Showa SFF CA USD ફ્રન્ટ સસ્પેન્શન, Gravel સહિત ઘણી રાઇડિંગ મોડ્સ અને ડ્યુઅલ LED હેન્ડલેમ્પ આપ્યા છે. આ બાઇકની કિંમત એક્સ શોરૂમ કિંમત ₹ 13.20 લાખ રૂપિયા છે.  Honda Gold Wing : હોન્ડા ગોલ્ડ વિંગ હોન્ડા ગોલ્ડ વિંગ બાઇક લાંબા અંતરની મુસાફરી અને લક્ઝરી ટૂરિંગ બાઇક સેગમેન્ટની સૌથી પ્રખ્યાત મોટરસાઇકલ છે. 2026 મોડલમાં તેને નવા Gun Metal Black Metallic કલર ઓપ્શન સાથે રજૂ કરવામાં આવી છે. તેમા 1833 cc લિક્વિડ કૂલ્ડ, હોરિઝોન્ટલી ઓપોઝ્ડ સિક્સ સિલિન્ડર એન્જિન છે. આ પાવરટ્રેનને 7 સ્પીડ DCT (ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન) સાથે જોડવામાં આવ્યા છે. આ બાઇકમાં રિવર્સ અને વોકિંગ સ્પીડ મોડ, ઇલેક્ટ્રોનિકલી એડજસ્ટેબલ વિન્ડસ્ક્રીન, વાયરલેસ Apple CarPlay અને Android Auto, એડવાન્સ્ડ ઓડિયો સિસ્ટમ અને એરબેગ જેવા પ્રીમિયમ ફીચર્સ આપ્યા છે. આ બાઇકની કિંમત ₹ 44.30 લાખ (એક્સ શોરૂમ) થી શરૂ થાય છે. આ પણ વાંચો |  Honda નું બાઇક જેવી ડિઝાઇન વાળું સ્કૂટર લોન્ચ, 125cc એન્જિન અને 47KM માઇલેજ Honda CBR1000RR R Fireblade SP હોન્ડા Honda CBR1000RR-R Fireblade SP ઘણા સમયથી કંપનીની ફ્લેગશિપ સુપરસ્પોર્ટ બાઇક લોકપ્રિય છે. તેમા 1000cc ઇનલાઇન ફોર એન્જિન આપ્યું છે, જે 160 kW (લગભગ 214.5 hp) પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇક Öhlins Smart-EC 3.0 ઇલેક્ટ્રોનિક સસ્પેન્શન, Brembo Stylema R ફ્રન્ટ ક્લેપિર્સ, 330 mm ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સ, Akrapovič ટાઇટેનિયમ એગ્ઝોસ્ટ અને 5.0 ઇંચ TFT ડિસ્પ્લે જેવા હાઇ એન્ડ કમ્પોનન્ટ્સ આપ્યા છે. કંપનીએ આ બાઇકની કિંમત ₹ 33.50 લાખ (એક્સ શોરૂમ) રાખી છે.
    Click here to Read more
    Prev Article
    गर्मी में पाएं घमौरी एवं पसीने से आजादी: खरीदें पोलो टी शर्ट के 6 टॉप पिक्स
    Next Article
    फूडी हैं तो जरूर जाएं! मुरादाबाद की इन 5 चटोरी गलियों में शाम होते ही लगती है स्वाद की महफिल, जानिए खासियत

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment