Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Slovakia અલગ અંદાજ સાથે કરાયું PM મોદીનું સ્વાગત, ચારે તરફ રેલાયા 'વંદે માતરમ'ના સૂર

    2 hours from now

    2

    0

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્લોવાકિયાની ઐતિહાસિક મુલાકાત યાદગાર બની રહી છે. 1993માં સ્લોવાકિયાની સ્વતંત્રતા બાદ પ્રથમ વખત કોઈ ભારતીય વડા પ્રધાને આ દેશની મુલાકાત લીધી છે. બ્રાતિસ્લાવામાં તેમનું આગમન થયું ત્યારે ભારતીય સંસ્કૃતિ અને સ્લોવાક પરંપરાઓનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો, જેણે સૌના દિલ જીતી લીધા હતા."વંદે માતરમ"ની મનમોહક પ્રસ્તુતિ કરાઇપીએમ મોદીના સન્માનમાં સ્લોવાકિયાના પ્રખ્યાત 'લુસ્નિકા એન્સેમ્બલે' દ્વારા "વંદે માતરમ"ની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ જૂથના સભ્યો માટે વડા પ્રધાનની સામે પ્રદર્શન કરવું એક ગૌરવપૂર્ણ ક્ષણ હતી. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ 'મહાદેવ કીર્તન પ્રોજેક્ટ' દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ આધ્યાત્મિક કાર્યક્રમનો પણ આનંદ માણ્યો હતો. સંગીતના આ સંગમે ભારત અને સ્લોવાકિયા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવ્યા હતા.સદીઓ જૂની પરંપરા પ્રમાણે પીરસાયું બ્રેડ અને મીઠુંસ્લોવાકિયાની સદીઓ જૂની પરંપરા મુજબ, પીએમ મોદીનું સ્વાગત "બ્રેડ અને મીઠું" આપીને કરવામાં આવ્યું હતું. સ્લોવાક સંસ્કૃતિમાં આ આતિથ્યનું સર્વોચ્ચ પ્રતીક છે, જ્યાં બ્રેડને સમૃદ્ધિ અને જીવનનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે મીઠું મિત્રતા અને સન્માન દર્શાવે છે. આ પરંપરાએ પીએમ મોદી પ્રત્યેના સ્લોવાક લોકોના આદર અને સ્નેહને ઉજાગર કર્યા હતા. ત્યાં રહેતા ભારતીય સમુદાયના સભ્યોએ પણ અત્યંત ઉત્સાહ અને ગર્વ સાથે વડા પ્રધાનનું સ્વાગત કર્યું હતું. કલાકારોએ પ્રધાનમંત્રીની દયાળુ અને સરળ પ્રકૃતિના વખાણ કર્યા હતા અને ભારતીય લોકો પ્રત્યે પોતાનો વિશેષ લગાવ વ્યક્ત કર્યો હતો. બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વધ્યાઆ મુલાકાત માત્ર રાજદ્વારી સંબંધો પૂરતી સીમિત નથી, પરંતુ બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ ગઈ છે. સ્લોવાકિયામાં પીએમ મોદીનું આ ભવ્ય અને હૂંફાળું સ્વાગત વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. લુસ્નિકા એન્સેમ્બલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા ભારતીય રાષ્ટ્રગીત કે વંદે માતરમની પ્રસ્તુતિ એ ભારત માટે અને ભારતીયો માટે ગર્વની બાબત છે. આ મુલાકાતે બંને દેશો વચ્ચેના રાજદ્વારી તથા સાંસ્કૃતિક સેતુને વધુ મજબૂત બનાવ્યો છે.આ પણ વાંચોઃ Jeans History: કોણે કરી જીન્સની શોધ? જીન્સ પહેલા લોકો શું પહેરતા હતા..જાણીને નવાઇ લાગશે
    Click here to Read more
    Prev Article
    Stock News Today: ટ્રમ્પની માત્ર એક જાહેરાત...શેરબજાર ઝૂમી ઉઠ્યુ, આ 10 શેર્સ બન્યા રોકેટ
    Next Article
    Rashmika Mandanna અને વિજય દેવરકોંડાએ પોતાનું વચન પૂરું કર્યું, 180 વિદ્યાર્થીઓને આપી સ્કોલરશિપ

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment