Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Pregabalin દવાનો નશા તરીકે દુરુપયોગ રોકવા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં!

    3 weeks ago

    1

    0

    દેશમાં દવાઓનો નશા તરીકે થતો દુરુપયોગ અટકાવવા માટે કેન્દ્ર સરકારે એક અત્યંત કડક અને મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય બનેલી 'પ્રેગાબાલિન' (Pregabalin) દવાના ગેરકાયદેસર વેચાણ અને દુરુપયોગના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નવું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન અનુસાર, હવે પ્રેગાબાલિન દવાનો સમાવેશ ‘ડ્રગ્સ નિયમો 195’ ના શેડ્યૂલ H1 (Schedule H1) માં કરી દેવામાં આવ્યો છે. આ નવા નિયમ બાદ હવે કોઈ પણ મેડિકલ સ્ટોર કે ફાર્મસી આ દવા ડૉક્ટરના સત્તાવાર લખાણ વિના વેચી શકશે નહીં. કેમ લેવો પડ્યો આ નિર્ણય? પ્રેગાબાલિન મૂળભૂત રીતે એક તબીબી દવા છે, જેનો ઉપયોગ ન્યુરોપેથિક પીડા (ચેતાનો દુખાવો), વાઈ (એપીલેપ્સી) અને ફાઇબ્રોમીઆલ્ગીઆ જેવી ગંભીર બીમારીઓની સારવાર માટે કરવામાં આવે છે. જો કે, આ દવાની શામક અસરો એટલે કે ઊંઘ અને નશો લાવવાના ગુણધર્મોને કારણે, છેલ્લા કેટલાક સમયથી યુવા પેઢીમાં તેનો નશાના વિકલ્પ તરીકે દુરુપયોગ ખૂબ વધી ગયો હતો. બજારમાં તેનું ગેરકાયદેસર રીતે અને પ્રિસ્ક્રિપ્શન વિના ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાના અહેવાલો સતત સરકારને મળી રહ્યા હતા, જેના કારણે જાહેર સ્વાસ્થ્યના રક્ષણ માટે આરોગ્ય મંત્રાલયે આ તાકીદની કાર્યવાહી કરવી પડી છે. મેડિકલ સ્ટોર્સ માટે કયા નિયમો લાગુ થશે? નવા ગેઝેટ નોટિફિકેશન મુજબ, હવેથી પ્રેગાબાલિન દવાનું વેચાણ માત્ર રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (RMP) ના માન્ય અને અસલી પ્રિસ્ક્રિપ્શનના આધારે જ થઈ શકશે. આ ઉપરાંત, તમામ રિટેલ કેમિસ્ટ અને મેડિકલ સ્ટોર્સે આ દવાના વેચાણનો સંપૂર્ણ રેકોર્ડ રાખવા માટે એક અલગ રજિસ્ટર (નોંધપોથી) જાળવવી પડશે, જેમાં દર્દીનું નામ, ડૉક્ટરનું નામ અને આપેલી દવાની ચોક્કસ માત્રાની વિગતો લખવી ફરજિયાત રહેશે. એટલું જ નહીં, હવેથી આ દવાના પેકેજિંગ (સ્ટ્રિપ) પર ગ્રાહકોની જાગૃતિ માટે સ્પષ્ટ અક્ષરોમાં ‘H1 ચેતવણી લેબલ’ (H1 Warning) લગાવવાનું રહેશે. સરકારે આપી સ્પષ્ટ ચેતવણી સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ પણ ફાર્માસિસ્ટ કે મેડિકલ સ્ટોર સંચાલક આ નિયમોનું ઉલ્લંઘન કરતા અથવા પ્રિસ્ક્રિપ્શન વિના ચોરીછૂપીથી આ દવા વેચતા પકડાશે, તો તેમની સામે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેમાં લાયસન્સ રદ થવાથી લઈને જેલની સજા સુધીની જોગવાઈ સામેલ છે.  આ પણ વાંચોઃ Rajya Sabhaની ચૂંટણી કેવી રીતે થાય છે? જાણો વોટિંગથી જીત સુધીની સંપૂર્ણ પ્રક્રિયા
    Click here to Read more
    Prev Article
    Pradeep Guptaની મોટી ભવિષ્યવાણી! દેશમાં આગામી 20 વર્ષ સુધી ભાજપનું જ રાજ?
    Next Article
    GT vs CSK : હોઠ પર આંગળી, શાંત રહેવાનો ઇશારો... શુભમન ગિલે કેમ કર્યું આવું?

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment