Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    RBI MPC Live: લોન સસ્તી નહીં થાય કે EMI ઘટશે નહીં, રેપો રેટ સતત બીજી વખત 5.25% પર યથાવત્

    1 day ago

    1

    0

    RBI MPC Meeting Announce:  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આજે ​​સવારે 10 વાગ્યે મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકના નિર્ણયની જાહેરાત કરી છે. રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને સતત બીજી વખત 5.25 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે હાલ માટે ન તો લોન સસ્તી થશે અને ન તો તમારી EMI ઘટશે. હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના EMIમાં તાત્કાલિક કોઈ ફેરફાર થશે નહીં. FD વ્યાજ દર પણ વર્તમાન સ્તરે રહી શકે છે. તમને જણાવી દઈએ કે ત્રણ દિવસની બેઠક બાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ પોલિસી રેટ પર નિર્ણયની જાહેરાત કરી છે. આ પછી, તેમની પ્રેસ કોન્ફરન્સ પણ બપોરે 12 વાગ્યે યોજાશે. RBI દ્વારા દર બે મહિને ધિરાણનીતિની સમીક્ષા  રિઝર્વ બેંક મોનેટરી પોલિસી મિટિંગમાં દર બે મહિને નીતિગત વ્યાજદરોની સમીક્ષા કરે છે. આ વખતે 3 થી 5 જૂન દરમિયાન આરબીઆઇ મોનેટરી પોલિસી કમિટીના સભ્યોની બેઠક યોજાઇ હતી. RBIની મોનેટરી પોલિસીમાં ગવર્નર સંજ મલ્હોત્રા સહિત કુલ 6 સભ્યો છે. આ અગાઉ ફેબ્રુઆરી 2026માં આરબીઆઈની મોનેટરી પોલિસી મિટિંગ યોજાઇ હતી.  ફેબ્રુઆરી અને એપ્રિલની મોનેટરી પોલિસીમાં વ્યાજદર સ્થિર રાખ્યા આરબીઆઈ એ ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનાની દ્વિમાસિક ધિરાણનીતિમાં તમામ વ્યાજદર સ્થિર રાખ્યા હતા. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સહિત તમામ વ્યાજદર સ્થિર રાખતા લોનધારકો નિરાશ થયા હતા.
    Click here to Read more
    Prev Article
    RBI MPC LIVE Updates: RBI holds repo rate at 5.25% amid West Asia tensions
    Next Article
    How far can Brazil go in the upcoming FIFA World Cup 2026? Casemiro rates his side's chances

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment