Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ₹370ની બિરયાની વસૂલવા સેક્સની અપેક્ષા!:કોમેડિયન પ્રણિતના શૉના વીડિયો પર ભડકી દિશા પાટણીની બહેન ખુશ્બુ, કહ્યું- 'દરેક જગ્યાએ છોકરીના રેટ નક્કી કરે છે'

    2 hours ago

    1

    0

    સોશિયલ મીડિયા પર હાલમાં કોમેડિયન પ્રણિત મોરેના એક સ્ટેન્ડ-અપ કોમેડી શોનો વીડિયો ભારે વિવાદ જગાવી રહ્યો છે. શો દરમિયાન ક્રાઉડ-વર્કના એક સેગમેન્ટમાં 23 વર્ષના હિમાંશુ જાંગડા નામના યુવકે મહિલાઓ પ્રત્યે જે વાંધાજનક ટિપ્પણી કરી, તેના પર આખું સોશિયલ મીડિયા ગુસ્સે ભરાયું છે. હવે આ વિવાદમાં બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટણીની બહેન અને પૂર્વ આર્મી ઓફિસર ખુશ્બુએ પણ એન્ટ્રી કરી છે અને આકરી પ્રતિક્રિયા આપી છે. શું છે ‘₹370ની બિરયાની’નો વિવાદ? આ વિવાદ સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરેના ગુરુગ્રામમાં લાઇવ ક્રાઉડ-વર્ક કોમેડી શો દરમિયાન શરૂ થયો હતો. શોમાં વાતચીત દરમિયાન જાંગડાએ એક ડેટિંગ અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેણે એક મહિલા પર લગભગ ₹360–₹370ની ચિકન બિરયાનીનો ખર્ચ કર્યો હતો. તેણે એમ પણ કહ્યું કે જ્યારે મહિલાએ તેને ઘરે છોડવા કહ્યું, ત્યારે તેને તેના ખર્ચની ભરપાઈ તરીકે શારીરિક સંબંધની અપેક્ષા હતી. હિમાંશુએ વીડિયોમાં એવું પણ કહ્યું કે તે છોકરીને એક અવાવરૂ પાર્કમાં લઈ ગયો હતો જેથી તેની નજીક જઈ શકે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. હોબાળો વધતા જ હિમાંશુ જાંગડાએ પોતાના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરી દીધા છે અને અહેવાલો અનુસાર તેને નોકરીમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો છે. બીજી તરફ, કોમેડિયન પ્રણિત મોરેએ પણ આ મામલે માફી માગતા સ્પષ્ટતા કરી છે કે તે દર્શકની પોતાની અંગત વિચારસરણી હતી, તેની નહીં. તેમ છતાં કુશા કપિલા અને માલતી ચાહર સહિતના ઘણા સેલેબ્સે આ માનસિકતાની આકરી ટીકા કરી છે. વિવાદ વચ્ચે, પ્રણિત મોરેએ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દીધું. ‘દરેક જગ્યાએ છોકરીઓનો રેટ ફિક્સ કરે છે’ પોતાના બેબાક વિચારો માટે જાણીતી ખુશ્બુ પાટણીએ આ વિવાદ પર એક વીડિયો શેર કરીને મહિલાઓને સંદેશ આપ્યો છે. વીડિયોમાં ખુશ્બુએ કહ્યું- આ 22-23 વર્ષના છોકરાની વિચારસરણી જુઓ. છોકરીઓ, જોઈ લો કે તમને કઈ નજરથી જોવામાં આવે છે. મને નવાઈ એ વાતની છે કે ત્યાં બેઠેલા લોકો તેની વાતો પર હસી રહ્યા હતા અને કોમેડિયનના મગજમાં એવું ન આવ્યું કે આવી ગંદી વાતોને ત્યાં જ અટકાવી દેવી જોઈએ. ખુશ્બુએ વધુમાં આક્રોશ ઠાલવતા કહ્યું કે: આ ભણેલા-ગણેલા અભણ લોકો આપણી કિંમત નક્કી કરે છે. સ્કૂલમાં આપણી કિંમત નક્કી થાય છે, કોલેજમાં, ડેટ પર જઈએ ત્યારે પણ ફિક્સ કરે છે અને લગ્ન પછી સાસરીમાં દહેજ દ્વારા આપણી કિંમતની બોલી લાગે છે. આખી જિંદગી જાણે આપણી એક કિંમત જ નક્કી થતી રહે છે. મહિલાઓને કરી ખાસ અપીલ વીડિયોના અંતમાં ખુશ્બુ પાટણીએ મહિલાઓની સુરક્ષા અને સ્વાભિમાન પર ભાર મૂકતા એક પરંપરાગત નેપાળી ચપ્પુ ‘કુકરી’ બતાવ્યું હતું. તેણે તમામ મહિલાઓને અપીલ કરી કે તે પણ પોતાની સુરક્ષા માટે આવી વસ્તુઓ પોતાની પાસે રાખવાનું શરૂ કરે, જેથી આવી વિકૃત માનસિકતા ધરાવતા લોકોને પાઠ ભણાવી શકાય. હિમાંશુ જાંગડાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા સ્ટારવિક ડિઝાઇને આ મામલે જાંગડા પર કાર્યવાહી કરતા તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. કંપનીના સ્થાપક વિવેક વિશ્વકર્માએ એક વીડિયો નિવેદન જારી કરીને કહ્યું, "છેલ્લા 24 કલાકમાં મને અમારા એક કર્મચારી હિમાંશુ જાંગડાને લઈને સેંકડો મેસેજ, ઈમેલ અને ફોન કોલ આવ્યા છે. તમારા બધાની જેમ મેં પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી વીડિયો ક્લિપ્સ જોઈ છે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે તે વીડિયોમાં દર્શાવવામાં આવેલી વાતો વાંધાજનક છે. હું તે વાતો સાથે સહમત નથી. અમારી કંપની પણ આવા વિચારોને સમર્થન આપતી નથી અને અમે નથી ઈચ્છતા કે આવી વાતો યુવાનોને પ્રભાવિત કરે." ઓફિસમાં હિમાંશુ વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી નથી વિવેક વિશ્વકર્માએ જણાવ્યું, "અમે અમારી ટીમ, ખાસ કરીને મહિલા કર્મચારીઓ સાથે પણ વાત કરી. ઓફિસમાં હિમાંશુના વર્તનનું રિવ્યુ કર્યું અને ઘણા જરૂરી પ્રશ્નો પૂછ્યા, પરંતુ રસપ્રદ વાત એ રહી કે અમને તેની વિરુદ્ધ કોઈ ફરિયાદ મળી નથી. ટીમના લોકોએ તેને પ્રોફેશનલ, સન્માનજનક, મહેનતુ અને સારા વર્તનવાળો કર્મચારી ગણાવ્યો." તેણે આગળ કહ્યું, "પરંતુ વર્કપ્લેસની બહાર બનેલી આ ઘટનાની અસર હવે વર્કપ્લેસ પર પણ પડી રહી છે. કંપની, કર્મચારીઓ, ગ્રાહકો અને અહીંના વાતાવરણ પ્રત્યે મારી જવાબદારી છે. તેથી અમે હિમાંશુથી અલગ થવાનો નિર્ણય કર્યો છે." વિવેક વિશ્વકર્માએ એમ પણ કહ્યું કે ભૂલોના પરિણામો હોય છે, પરંતુ સમય જતાં યુવા ડેવલપર્સને શીખવા, પોતાને સમજવા અને આગળ વધવાની તક આપવી જોઈએ. એલ્વિશ યાદવે પોસ્ટ પર કટાક્ષ કર્યો યુટ્યુબર એલ્વિશ યાદવે આ બાબતે એક પોસ્ટમાં પ્રણીત મોરેનું નામ લીધા વિના તેની પર કટાક્ષ કર્યો. તેણે X પર લખ્યું, "₹370 ની બિરયાનીએ બે બાબતોનો પર્દાફાશ કર્યો. એક માણસને લાગ્યું કે સંમતિની કિંમત હોય છે, જ્યારે એક હાસ્ય કલાકારે વિચાર્યું કે દરેક અણઘડ મૌનને મજાકથી ઢાંકી શકાય છે. બિરયાની ‘દમ’ (ધીમી ગરમી) પર રાંધવામાં આવી હતી, પરંતુ વિવાદ અહંકાર પર ઊભો થયો હતો."
    Click here to Read more
    Prev Article
    Oil jumps 3% above $90 as Trump warns of fresh US strikes on Iran
    Next Article
    Horoscope Today: Daily astrological predictions for June 11, 2026

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment