Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Share Market: શેરબજારોનું રેન્કિંગ કેવી રીતે નક્કી થાય છે, સાઉથ કોરિયાએ ભારતને કેવી રીતે પાછળ છોડી દીધું? Explained

    1 day ago

    1

    0

    Top 10 Largest Stock Exchange In The World: દુનિયાના સૌથી મોટા શેરબજારોની રેન્કિંગમાં તાજેતરમાં મોટા ફેરફાર થયા છે. દક્ષિણ કોરિયા ભારતને પછાડી દુનિયાનું છઠ્ઠા ક્રમનું સૌથી મોટું શેરબજાર બની ગયું છે. થોડાક સમય પહેલા ભારતીય શેરબજાર આ સ્થાને હતું. તાજેતરમાં ગ્લોબલ માર્કેટ રેન્કિંગમાં ભારતની બે વખત પીછેહઠ થઇ છે. આ ફેરફાર માત્ર નંબર પુરતો નથી, પરંતુ તે એ પણ દર્શાવે છે કે અલગ અલગ દેશોના શેરબજારોએ કેવી કામગીરી કરી છે, રોકાણકારોનો ઝુંકાવ કઇ તરફ છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે દુનિયાના સૌથી મોટા શેરબજારોનું રેન્કિંગ કયા આધારે નક્કી કરવામાં આવે છે અને સાઉથ કોરિયાએ ભારતને કેવી રીતે પાછળ છોડી દીધું છે. ચાલો સરળ ભાષામાં સમજીએ... દુનિયાના શેરબજારોનું રેન્કિંગ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? વિશ્વના શેરબજારોનું રેન્કિંગ સામાન્ય રીતે માર્કેટ કેપિટલાઇઝેશન (જેને માર્કેટ કેપ તરીકે પણ ઓળખવામાં આવે છે) ના આધારે નક્કી કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે દેશના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ બજાર મૂલ્ય. કુલ માર્કેટ કેપ જેટલી ઊંચી હશે, તે દેશનું શેરબજાર ગ્લોબલ રેન્કિંગમાં ઊંચું માનવામાં આવે છે. માર્કેટ કેપ શું છે? કોઇ કંપનીના એક શેરની વર્તમાન કિંમતને કંપની દ્વારા જારી કરાયેલા કૂલ શેરની સંખ્યા સાથે ગુણાકાર કર્યા બાદ તે આંકડો મળે તેને કંપનીની માર્કેટકેપ કહેવામાં આવે છે. કોઇ દેશના શેરબજારમાં લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂનો સરવાળો કરીને તે દેશની માર્કેટકેપ નક્કી કરવામાં આવે છે. સાઉથ કોરિયા ભારતથી કેવી રીતે આગળ નીકળ્યું? બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, દક્ષિણ કોરિયાનું શેરબજાર ભારતને પાછળ છોડીને દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું શેરબજાર બની ગયું છે. આનું મુખ્ય કારણ ચિપ મેન્યુફેક્ચરિંગ કંપનીઓના શેરમાં જબરદસ્ત તેજી છે. બ્લૂમબર્ગના આંકડા મુજબ દક્ષિણ કોરિયાના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ આ વર્ષે 86 ટકા વધીને 5 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે, જ્યારે ભારતનું માર્કેટ કેપ ઘટીને 4.8 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. આની પાછળના મુખ્ય કારણો શું છે? AI અને ચિપ કંપનીઓના શેરમાં તેજી સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ કંપની અને SK Hynix Inc (જે તાજેતરમાં 1 ટ્રિલિયન ડોલરની ક્લબમાં જોડાઇ છે) એ દક્ષિણ કોરિયાના ઇક્વિટી માર્કેટમાં આવેલી તેજીને આગળ ધપાવી છે. કોરિયન બજારમાં વિક્રમી તેજી એઆઈ મેમરી ચિપ્સના ક્ષેત્રમાં મજબૂત હાજરી સાથે આ કંપનીઓએ 2026 સુધીમાં Kospi ઇન્ડેક્સના 2026 સુધીના અંદાજિત નફાને 100% થી વધુ સુધી ઉંચા સ્તરે પહોંચાડી દીધો છે. ચાલુ વર્ષે કોરિયાએ કેનેડા, જર્મની, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, Asset Value Investors ના સિનિયર ઇન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટ રોસ મેકગેરીએ જણાવ્યું હતું કે, "ભારતની નજીક આવવું એ એક મોટી સિદ્ધિ છે, ખાસ કરીને એવા બજાર માટે જેણે થોડા સમય પહેલા સુધી કોસ્પી 5,000 ના સ્તરને સ્પર્શવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું હતું. ’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "જો કે, આ વર્ષે બજારમાં તેજીનો મુખ્ય શ્રેય 'મેમરી સાયકલ' ને જાય છે. આ તેજીને આગળ ધપાવવાનું મુખ્ય કાર્ય સેમસંગ અને એસકે હાયનિક્સ જેવી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે. હવે વાસ્તવિક કસોટી એ છે કે કોર્પોરેટ ગવર્નન્સમાં વાસ્તવિક સુધારાના આધારે કોરિયન બજાર આ વધેલા મૂલ્યાંકનને લાંબા સમય સુધી ટકાવી શકે છે કે નહીં. ’ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઇએમએફ)ના અંદાજ મુજબ બજાર મૂલ્યની દ્રષ્ટિએ કોરિયાએ ભારતને પાછળ છોડી દીધું છે, પરંતુ ભારતની 4.15 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા સિઓલના 1.93 ટ્રિલિયન ડોલરના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) કરતા ઘણી મોટી છે.  આ પણ વાંચો | Explained: ભારતીયો બચત ખાતા થી FD તરફ વળ્યા, RBIના રિપોર્ટમાં ખુલાસો શું આ સ્થિતિ કાયમી છે? જરૂરી નથી. શેરબજારની રેન્કિંગ સતત બદલાતી રહે છે. જો ભારતમાં વિદેશી રોકાણ પરત આવે છે, કોર્પોરેટ નફો વધે છે, અર્થતંત્ર મજબૂત રહે છે, તો ભારત ફરીથી ઊંચું રેન્કિંગ પ્રાપ્ત કરી શકે છે. જ્યારે બીજી બાજુ, દક્ષિણ કોરિયાની વર્તમાન વૃદ્ધિ મોટાભાગે AI અને સેમિકન્ડક્ટર સેક્ટરની તેજી પર નિર્ભર છે.
    Click here to Read more
    Prev Article
    पानी के अंदर ताकत बढ़ा रहा चीन, बना डाली गायब होने वाली पनडुब्बी; क्यों इसे कह रहे मिस्ट्री
    Next Article
    IPL 2027માં આ 5 સ્ટાર્સ ખેલાડીઓ નહીં મળે જોવા?

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment