Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Share Market News: RBIની પોલિસીથી શેરબજાર નારાજ, હિન્દુસ્તાન ઝિંક 6 ટકા તૂટ્યો

    1 day ago

    2

    0

    Share Market News Today Highlight In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 117 પોઇન્ટ ઘટી 74243 અને નિફ્ટી 50 પોઇન્ટ નરમ 23366 બંધ થયો છે. આઈટી શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 74,717 ઇન્ટ્રા ડે ટોચથી 700 પોઇન્ટ ઘટીને 73,988 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. એશિયન બજારોની નરમાઇ અને આરબીઆઈ એ વ્યાજદર સ્થિર રાખતા રોકાણકારો નિરાશ થયા હતા. બીએસઇ પર 2056 શેર વધીને અને 2138 શેર ઘટીને બંધ થયા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ હતી. બીએસઇની માર્કેટકેપ 461.59 લાખ કરોડ રૂપિયા હતી. શેરબજારની નજર આજે જાહેર થનાર RBI ધિરાણનીતિ પર છે. ઉલ્લેખનિય છે કે, પાછલી બે ધિરાણનીતિમાં આરબીઆઈએ તમામ વ્યાજદર સ્થિર રાખ્યા હતા. સેન્સેક્સ 270 પોઇન્ટ વધી 74630 અને નિફ્ટી 62 પોઇન્ટ સુધરીને 23,478 ખુલ્યો હતો. બે દિવસની મંદી બાદ આઈટી શેરમાં રિકવરી જોવા મળી છે. RBI મોનેટરી પોલિસી પહેલા બેંક શેર પણ મજબૂત છે. આજે RBI ધિરાણનીતિ જાહેર કરશે આજે રિઝર્વ બેંક ધિરાણનીતિ જાહેર કરશે. આરબીઆઈ મોનેટરી પોલિસીમાં વ્યાજદર ઘટાડે છે કે નહીં તેના પર બજારની નજર છે. ઉલ્લેખનિય છે કે, પાછલી બે ધિરાણનીતિમાં આરબીઆઈએ તમામ વ્યાજદર સ્થિર રાખ્યા હતા. HDFC મ્યુચ્યુઅલ ફંડના ગોલ્ડ ETFમાં લંપસમ ઇન્વેસ્ટમેન્ટ પર રોક એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે તેના ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડમાં લંપસમ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે એક સાથે મોટી રકમના રોકાણ પર અસ્થાયી રોક લગાવી છે. ફંડ હાઉસનું કહેવું છે કે, પ્રવર્તમાન આર્થિક અને બજારની સ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. HDFC Gold ETFમાં મોટો રોકાણકારો દ્વારા સીધું ફંડ હાઉસના માધ્યમથી કરવામાં આવતા સબ્કક્રિપ્શન 8 જૂન 2026થી સ્વીકારવામાં આવશે નહીં. આ નિયમ એવા રોકાણકારો પર લાગુ થશે જે 25 કરોડ રૂપિયા કે તેનાથી વધારે રકમનું ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવા માંગે છે.
    Click here to Read more
    Prev Article
    क्रेटा की सेल डाउन हुई तो कंपनी लाई पूरे ₹1 लाख का डिस्काउंट, खरीदने से पहले देख लें पूरी डिटेल
    Next Article
    Mumbai: Woman suffers severe hip fracture; doctors help her walk again

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment