Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Summer Desi Drinks: ઉનાળામાં શરીરને ઠંડુ રાખશે દેશી પીણું, આ રીતે ફાલસા શરબત બનાવો

    2 days ago

    1

    0

    Falsa Sharbat Recipe : ભારતના ઘણા રાજ્યોમાં ભંયકર ગરમી પડી રહી છે. વધતા તાપમાનને કારણે હીટ સ્ટ્રોક, શરીરમાં પાણીની અછત જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ઉનાળામાં ઠંડા પીણાં અને ખોરાકનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઋતુમાં લોકો દહીં, છાશ, શરબત, શિકંજી અને અન્ય ઘણી ઠંડી વસ્તુઓનું સેવન કરે છે. ઉનાળામાં શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખવા માટે ભારતીય ઘરોમાં ઘણા પરંપરાગત ઠંડા પીણાંનું સેવન કરવામાં આવે છે, જેમાંથી એક ફાલસા પણ છે અને લોકો તેનું શરબત બનાવીને પીવાનું પસંદ કરે છે. ફાલસાના પોષક તત્વો ફાલસા શરીરને કુદરતી રીતે ઠંડુ કરવામાં મદદ કરે છે. આ સાથે તે હીટસ્ટ્રોકને રોકવામાં, પાચનમાં સુધારો કરવામાં અને ભૂખ વધારવામાં પણ મદદ કરે છે. તેનો સ્વાદ ખાટો-મીઠો હોય છે. તેમાં વિટામિન્સ, એન્ટીઓક્સિડન્ટ્સ અને ઘણા પ્રકારના ખનિજો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે પણ ઘરે ફાલસા સીરપ બનાવવા માંગો છો, તો ચાલો જાણીએ તેની સરળ રેસીપી. ફાલસા શરબત બનાવવા માટે સામગ્રી 250 થી 500 ગ્રામ ફાલસા  4 ચમચી 1 ચમચી સ્વાદ અનુસાર ખાંડ અડધી ચમચી કાળું મીઠું અડધી ચમચી શેકેલું જીરું પાવડર  1 ચમચી કાળા મરીનો પાઉડર 1 ચમચી લીંબુનો રસ 3-4 ગ્લાસ ઠંડુ પાણી  1 કપ બરફના ટુકડા  12-15 ફુદીનાના પાન તાજા ફાલસા શરબત બનાવવાની રીત સૌ પ્રથમ, ફાળલાને પાણીમાં સારી રીતે ધોઈ લો. હવે તેને 15-20 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. એક મિક્સર જારમાં ફાલસા, ખાંડ, કાળું મીઠું અને 2 ગ્લાસ પાણી ઉમેરી સાધારણ બ્લેન્ડ કરો. એક વાતનું ધ્યાન રાખો કે તેને વધારે પીસવું નહીં, નહીં તો ફાલસાના બીયા પણ બ્લેન્ડ થઇ જશે. આ મિશ્રણને ઝીણી ચાળણી વડે ગાળી લો, તેમાથી ફાલસાના બીયા અને પલ્પને અલગ કરો. હવે આ મિશ્રણમાં ઠંડુ પાણી, શેકેલું જીરૂ પાવડર, કાળા મરી પાવડર અને ઝીણા સમારેલા ફુદીનાના પાન નાંખી સારી રીતે મિક્સ કરી લો. આ શરબતને ફ્રીજમાં 1 કલાક ઠંડુ થવા દો. હવે એક કાચનો ગ્લાસ લો, તેમા બરફનો ટુકડો નાંખો પછી તેમા ફાલસાનું શરબત રેડો. તેની ફુદીનાના પાન વડે ગાર્નિશ કરો અને ઠંડું પીરસો. મિક્સર વગર ફાલસા શરબત બનાવવાની રીત ફાલસા શરબત મિક્સર વગર પણ બનાવી શકાય છે. આ માટે ફાળસાને સારી રીતે ધોઈને 10 થી 15 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. હવે આ ફાળલાને એક મોટા વાસણમાં નાંખી તેને હાથ અથવા ચમચા વડે હળવે હળવે મસળી લો, જેથી તેનો રસ બહાર નીકળી જાય. આ પણ વાંચો | ગેસ સળગાવ્યા વગર બનાવો ટેસ્ટી મસાલા પૌઆ રેસીપી, વઘાર કરવાની પણ જરૂર નહીં તેમા ઠંડુ પાણી રેડો પછી તેને ઝીણી ચારણી વડે ગાળી લો. ત્યાર બાદ આ ખાંડ, કાળું મીઠું અને શેકેલું જીરું પાવડર મેળવી સારી રીત મિક્સ કરી લો. તેમા બરફનો ટુકડો અને ફુદીનાના પાન ઉમેરો સર્વ કરો.
    Click here to Read more
    Prev Article
    एक हफ्ते में खर्च कर देता हूं 12 करोड़ रुपये, ललित मोदी ने बताया कहां से होती है कमाई
    Next Article
    British band Massive Attack to return to Australia after 16 years

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment