Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Summer Tips: ઉનાળામાં બોટલનું પાણી લાંબો સમય ઠંડુ રાખવાની 10 સરળ રીત, મુસાફરીમાં મદદરૂપ થશે

    3 weeks ago

    1

    0

    Easy Tips For Water Bottle Cold in Summer: ઉનાળામાં ગરમી દિવસેને દિવસે વધી રહી છે. ભારતના ઘણા શહેરોમાં તાપમાન 45 ડિગ્રી આસપાસ નોંધાયું છે. વળી આગામી 7 દિવસના સાપ્તાહિક હવામાનની આગાહી મુજબ, લઘુત્તમ તાપમાન 44, 45, 47, 47, 48 ડિગ્રી સુધી પહોંચી જવાની રહેવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે પાણીની સૌથી વધુ જરૂર હોય છે. આકરો સૂર્યપ્રકાશ અને ઉનાળામાં વધતું તાપમાન શરીરને ઝડપથી ડિહાઇડ્રેટ કરી શકે છે, જેનાથી પાણીની ઉણપ સર્જાઇ શકે છે. આવી સ્થિતિમાં, લોકો મુસાફરી કરતી વખતે, ઓફિસ અથવા બહાર જતી વખતે પાણીની બોટલ પોતાની સાથે રાખે છે, પરંતુ થોડા સમયમાં પાણી ગરમ થઈ જાય છે. આવી સ્થિતિમાં, જો કેટલીક સરળ અને સ્માર્ટ પદ્ધતિઓ અપનાવવામાં આવે તો બોટલમાં ભરેલા પાણીને લાંબા સમય સુધી ઠંડુ રાખી શકાય છે. અહીં અમુક અસરકારક ટીપ્સ આપી છે જે ઉનાળામાં પણ તમારા પાણીને ઠંડુ અને તાજું રાખવામાં મદદ કરશે. બોટલને અડધી ફ્રીઝ કરી પાણીની આખી બોટલ ભરીને તેને ફ્રીજ કરવાને બદલે, તેમા અડધા સુધી પાણી ભરીને તેને ત્રાંસી મૂકો. જ્યારે તે બરફ બની જાય છે, ત્યારે તેમા ઉપરથી સામાન્ય ઠંડું પાણી ભરી લો. આમકરવાથી બરફ ધીમે ધીમે પીગળે છે, પાણીને લાંબા સમય સુધી ઠંડુ રાખે છે. સ્ટીલ અથવા ઇન્સ્યુલેટેડ બોટલનો ઉપયોગ કરો ડબલ વોલ સ્ટેનલેસ સ્ટીલ બોટલ બહારની ગરમીને ઝડપથી અંદર આવવા દેતી નથી. ઇન્સ્યુલેશન હીટનું સ્થાનાંતરણને ધીમું કરે છે, તેથી પાણી લાંબા સમય સુધી ઠંડુ રહે છે. ભીના કપડામાં બોટલને લપેટો જો તમે ઘરની બહાર છો અને ફ્રિજ ઉપલબ્ધ ન હોય તો બોટલ પર ભીનું સુતરાઉ કપડું લપેટી લો. કાપડનું પાણી ધીમે ધીમે બાષ્પીભવન થાય છે, જેના કારણે બોટલનું તાપમાન ધીમે ધીમે નીચે આવે છે. માટલા આ સિદ્ધાંત પર કામ કરે છે. બોટલને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો કાર, બાઇક અથવા ઓફિસ ડેસ્ક પર તડકાવાળી જગ્યાએ પાણીની બોટલ મૂકવાથી પાણી ઝડપથી ગરમ થાય છે. પાણીની બોટલને બેગની અંદરની બાજુ, સીટની નીચે અથવા છાંયડાવાળી જગ્યાએ મૂકો. બોટલમાં મોટા બરફના ટુકડા મૂકો નાના બરફના ટુકડા ઝડપથી ઓગળી જાય છે. મોટા બરફના ટુકડા લાંબા સમય સુધી ચાલે છે. જો તમે બહુ ઉતાવળમાં ઘરની બહાર નીકળો છો, તો તમે પાણીની બોટલમાં બરફનો ટુકડો મૂકી શકો છો. તેનાથી પાણી લાંબા સમય સુધી ઠંડુ રહેશે. બોટલ અગાઉથી ઠંડી કરો ખાલી બોટલને રેફ્રીજરેટરમાં 10 - 15 મિનિટ સુધી મૂકી અને પછી ઠંડુ પાણી ભરો. ગરમ બોટલ તરત જ પાણીનું તાપમાન વધારવાનું શરૂ કરે છે. તેથી, પાણીની બોટલને ઠંડુ કરી શકાય છે. કૂલિંગ પાઉચ અથવા થર્મલ બેગનો ઉપયોગ કરો લાંબી મુસાફરી પર બોટલને ઇન્સ્યુલેટેડ બેગમાં મૂકો. તે બહારની ગરમીને અંદરથી ઘણી હદ સુધી પહોંચતા અટકાવે છે. બોટલને વારંવાર ખોલવાનું ટાળો. જ્યારે પણ તમે ઢાંકણ ખોલો છો, ત્યારે બહારથી ગરમ હવા અંદર આવે છે. ઝડપથી પાણીનું તાપમાન સામાન્ય થવા લાગે છે. તાંબા અથવા માટીની બોટલમાં આખી રાત પાણી રાખો માટીની બોટલ કુદરતી રીતે પાણીને થોડું ઠંડુ રાખી શકે છે. માટી માઇક્રોસ્કોપિક છિદ્રો હોય છે, જે પ્રકાશ બાષ્પીભવનનું કારણ બને છે અને પાણી ઠંડુ લાગે છે. બોટલ ફ્રીઝરમાં વધારે સમય ન રાખો ઘણા લોકો આખી બોટલને ફ્રીજ કરે છે, ત્યાર બાદ પાણી પીવામાં મુશ્કેલી પડે છે. તેથી, ફક્ત 60-70% સુધી ફ્રીજ કરો જેથી તે ધીમે ધીમે ઠંડુ થાય. આ પણ વાંચો | ઉનાળામાં કઇ દાળ પેટમાં ઠંડક કરે છે? ગેસ અને અપચાથી બચવા એક્સપર્ટ્સની ટીપ્સ ધ્યાનમાં રાખો Disclaimer : આ લેખમાં માત્ર સામાન્ય માહિતી આપેલી છે. પાણીને ઠંડુ રાખવા માટેની ઉલ્લેખિત પદ્ધતિઓ ઘરના અનુભવ અને સામાન્ય વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત છે. પરિણામો મોસમ, બોટલની ગુણવત્તા અને ઉપયોગની પદ્ધતિના આધારે બદલાઈ શકે છે.
    Click here to Read more
    Prev Article
    राजस्थान का सीकर बना नया ‘कोटा’! डॉक्टर बनने का सपना लेकर हजारों छात्र पहुंच रहे, जानिए टॉप NEET कोचिंग्स
    Next Article
    ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં:શક્તિસિંહ નિવૃત્ત; ગુજરાતની 4 બેઠકો સહિત 24 બેઠકો માટે 18 જૂને મતદાન

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment