Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    પહેલી T20માં વેસ્ટ ઇન્ડીઝે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું:શાઈ હોપના નોટઆઉટ 65 રન, હોલ્ડર-જોસેફે 3-3 વિકેટ લીધી

    2 hours ago

    1

    0

    જમૈકાના કિંગ્સ્ટનમાં રમાયેલી પહેલી T20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું. શ્રીલંકાના કેપ્ટન કુસલ મેન્ડિસે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પહેલી બેટિંગ કરતા શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 147 રન બનાવ્યા. 148 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમે 19.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો. ટીમની જીતમાં કેપ્ટન શાઈ હોપે મહત્વની ભૂમિકા ભજવી અને 53 બોલમાં અણનમ 65 રનની ઇનિંગ રમી. તેની કેપ્ટનશીપ ઇનિંગ્સને કારણે વેસ્ટ ઇન્ડીઝે 4 બોલ બાકી રહેતા મેચ પોતાના નામે કરી લીધી. કામિન્દુ મેન્ડિસ અને કુસલ મેન્ડિસે શ્રીલંકાની ઇનિંગ્સ સંભાળી શ્રીલંકા માટે કામિંદુ મેન્ડિસ સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યો. તેણે 39 બોલમાં 51 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. કેપ્ટન કુસલ મેન્ડિસે 23 બોલમાં 36 રન બનાવીને બીજી સૌથી મોટી ઇનિંગ્સ રમી. તેણે 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. શ્રીલંકાની શરૂઆત સારી રહી. પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે પ્રથમ વિકેટ માટે 43 રન જોડ્યા. નિસાંકા 18 રન બનાવીને આઉટ થયો. આ પછી 43 રન પર લસિત ક્રુસપુલે ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યો. ટીમની ત્રીજી વિકેટ 49 રન પર પડી, જ્યારે કુસલ મેન્ડિસ 65 રનના કુલ સ્કોર પર આઉટ થયો. કામિંદુ અને દાસુન વચ્ચે 59 રનની ભાગીદારી આ પછી કામિન્દુ મેન્ડિસ અને દાસુન શનાકાએ પાંચમી વિકેટ માટે 48 બોલમાં 59 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ઇનિંગ્સ સંભાળી. કામિન્દુએ 51 અને શનાકાએ 23 બોલમાં 22 રન બનાવ્યા. તેના આઉટ થયા પછી શ્રીલંકા કોઈ મોટી ભાગીદારી કરી શક્યું નહીં અને 20 ઓવરમાં 9 વિકેટે 147 રન જ બનાવી શક્યું. હોલ્ડર-જોસેફે 3-3 વિકેટ લીધી વેસ્ટ ઇન્ડીઝ માટે જેસન હોલ્ડર અને શમર જોસેફે 3-3 વિકેટ લીધી, જ્યારે રોસ્ટન ચેઝને 1 વિકેટ મળી. લસિથ ક્રુસપુલેને તક મળી શ્રીલંકાએ મેચના એક દિવસ પહેલા પોતાની પ્લેઇંગ-11ની જાહેરાત કરી દીધી હતી. નવા હેડ કોચ ગેરી કર્સ્ટનના આવ્યા બાદ મેચ પહેલા ટીમની જાહેરાત કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. ટીમ 6 બેટર અને 5 બોલરોના કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરી. તેમાં ત્રણ ઝડપી બોલર અને બે ફ્રન્ટ-લાઇન સ્પિનર્સ સામેલ હતા. યુવા ખેલાડી લસિથ ક્રુસપુલેને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું. આ તેના કરિયરની માત્ર બીજી T20 ઇન્ટરનેશનલ મેચ છે. બ્રેન્ડન કિંગ અને શાઈ હોપે ટીમને સારી શરૂઆત અપાવી વેસ્ટ ઇન્ડીઝ સામે જીત મેળવવા માટે 148 રનનો ટાર્ગેટ હતો, જેનો ચેઝ કરતા યજમાન ટીમ માટે બ્રેન્ડન કિંગ અને કેપ્ટન શાઈ હોપે શાનદાર શરૂઆત કરી. આ બંનેએ મળીને પ્રથમ વિકેટ માટે 6.2 ઓવરમાં 67 રન જોડ્યા. ત્યારબાદ બ્રેન્ડન કિંગ 22 બોલમાં 37 રન બનાવીને આઉટ થયા. જોકે બીજી તરફથી શાઈ હોપે એક છેડો સંભાળી રાખ્યો અને અંત સુધી બેટિંગ કરીને 54 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 65 રનની ઇનિંગ રમી. વેસ્ટ ઇન્ડીઝ માટે શિમરોન હેટમાયર (9 બોલમાં 17 રન), રોસ્ટન ચેઝ (26 બોલમાં 16 રન) અને રોવમેન પોવેલ (06 બોલમાં અણનમ 10 રન)એ પણ કેટલાક મહત્વના રન જોડ્યા. આ બધાના દમ પર વેસ્ટ ઇન્ડીઝે 19.2 ઓવરમાં 148 રનનો ટાર્ગેટ ચેઝ કરીને 7 વિકેટે જીત નોંધાવી. વાનિંદુ હસરંગાએ 2 વિકેટ લીધી શ્રીલંકાની ટીમ માટે માત્ર વાનિંદુ હસરંગા (4 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ) અને ઈશાન મલિંગા (4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ) જ પોતાની બોલિંગથી સફળતા મેળવી શક્યા. આ મેચ જીતીને વેસ્ટ ઇન્ડીઝે ત્રણ મેચની T20 સિરીઝમાં શ્રીલંકા પર 1-0ની લીડ બનાવી લીધી છે. વેસ્ટ ઇન્ડીઝે ગુડાકેશ મોતીને ડ્રોપ કર્યો, 4 ઝડપી બોલરોને રમાડ્યા બીજી તરફ, યજમાન વેસ્ટ ઇન્ડીઝે પીચની સ્થિતિને ધ્યાનમાં રાખીને એક વધારાના ઝડપી બોલરનો સમાવેશ કર્યો. ટીમ 4 ઝડપી બોલરોના આક્રમણ સાથે મેદાન પર ઉતરી. આ રણનીતિને કારણે સ્પિનર ગુડાકેશ મોતીને પ્લેઇંગ-11માંથી બહાર બેસવું પડ્યું. બન્ને ટીમની પ્લેઇંગ-11 વેસ્ટ ઇન્ડીઝ: શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), બ્રેન્ડન કિંગ, શિમરોન હેટમાયર, રોસ્ટન ચેઝ, શેરફેન રધરફોર્ડ, રોવમેન પોવેલ, જેસન હોલ્ડર, રોમારિયો શેફર્ડ, મેથ્યુ ફોર્ડ, અકીલ હોસેન, શમર જોસેફ. શ્રીલંકા: પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ (કેપ્ટન અને વિકેટકીપર), લસિથ ક્રુસપુલે, પવન રત્નાયકે, કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, વાનિન્દુ હસરંગા, મહિશ થિક્સાના, દુષ્મંતા ચમીરા, ઈશાન મલિંગા, દિલશાન મદુશંકા.
    Click here to Read more
    Prev Article
    Ukraine's defence AI chief predicts 'new paradigm' of warfare
    Next Article
    Princess Bajrakitiyabha Dies: Thai Princess Passes Away After More Than 3 Years in Coma

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment