Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Thailand:પ્રવાસીઓની કરતૂતોથી કંટાળ્યું થાઈલેન્ડ! વિઝા-ફ્રી એન્ટ્રીના નિયમો કર્યા કડક

    3 weeks ago

    1

    0

    દુનિયાભરના પ્રવાસીઓનું ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન ગણાતું થાઈલેન્ડ હવે વિદેશી પ્રવાસીઓની કેટલીક વાંધાજનક પ્રવૃત્તિઓથી કંટાળી ગયું છે. દેશમાં વધી રહેલા ગુનાખોરીના ગ્રાફ અને વિઝાના દુરુપયોગને રોકવા માટે થાઈ સરકારે ઇમિગ્રેશન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. નવા કડક નિયમો હેઠળ, અત્યાર સુધી 93 દેશોના નાગરિકોને મળતી 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રીની સમયમર્યાદા ઘટાડીને હવે માત્ર 30 દિવસની કરી દેવામાં આવી છે.શા માટે થાઈ સરકારે લેવો પડ્યો આ નિર્ણય?થાઈલેન્ડ તેની શાનદાર નાઈટલાઈફ અને સુંદર દરિયા કિનારા માટે જાણીતું છે, જેના કારણે ભારત સહિત દુનિયાભરમાંથી લાખો લોકો ત્યાં જાય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશી પર્યટકો દ્વારા ચોરી, જાહેર સ્થળો પર અભદ્ર વર્તન, વિઝાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદેસર રીતે રોકાવું (ઓવરસ્ટે) અને પરવાનગી વગર બિઝનેસ ચલાવવા જેવી ઘટનાઓ સામે આવી રહી હતી. કેટલાક વિદેશીઓ પ્રવાસી તરીકે આવીને ત્યાં ગેરકાયદેસર કામ કરવા લાગ્યા હતા. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ગુનાહિત ગેંગ પણ વિઝા નિયમોની નબળાઈનો ફાયદો ઉઠાવી રહી હોવાની આશંકાને પગલે સરકારે આ આકરો નિર્ણય લીધો છે.93 દેશોને મળતો હતો ફાયદોઅત્યાર સુધી અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને યુરોપના દેશો સહિત 93 દેશોના પ્રવાસીઓ વિઝા વગર 60 દિવસ સુધી થાઈલેન્ડમાં રહી શકતા હતા, જે અવધિ હવે અડધી એટલે કે 30 દિવસની થઈ જશે. એટલું જ નહીં, વિઝા-ફ્રી એન્ટ્રી મેળવતા દેશોની યાદી પણ ટૂંકાવી દેવામાં આવશે. જો કોઈ ટૂરિસ્ટે 30 દિવસથી વધુ રોકાવું હશે, તો તેમણે ઇમિગ્રેશન ઓફિસ જઈને યોગ્ય કારણ આપવું પડશે અને અંતિમ નિર્ણય અધિકારીઓનો રહેશે.ભારતીય પ્રવાસીઓ પર શું અસર પડશે?જો તમે પણ થાઈલેન્ડ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો ચિંતા કરવાની જરૂર નથી પણ સાવધ રહેવું જરૂરી છે. તાજેતરના નિયમો મુજબ ભારતીયો વિઝા વગર 60 દિવસ રહી શકતા હતા, પરંતુ હવે ફરી જૂની વ્યવસ્થા લાગુ થઈ શકે છે, જેના કારણે આ મુદત ઘટીને 30 દિવસની થઈ જશે. જોકે, વિઝા-ફ્રી લિસ્ટમાંથી ભારતનું નામ હટશે કે નહીં તે અંગે હજુ સંપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. થાઈ સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, દેશની અર્થવ્યવસ્થા પ્રવાસન પર નિર્ભર છે, પરંતુ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સાથે કોઈપણ સમજૂતી કરી શકાય નહીં.આ પણ વાંચો:Afghanistan:તાલિબાનના શરમજનક કાયદા,પતિ મારે અને હાડકું તૂટે તો જ કેસ
    Click here to Read more
    Prev Article
    Hardik Pandya lands in trouble after loss on captaincy return; penalised for outburst
    Next Article
    Melody Toffee: સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ 'મેલોડી' ડિપ્લોમેસી, આ રીતે ઘરે બનાવો

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment