Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Twisha Sharma Case : ટ્વીશાના પતિ સમર્થની પોલીસ કરશે આકરી તપાસ, 7 દિવસના પોલીસ રિમાન્ડ થયા મંજૂર

    3 weeks ago

    1

    0

    ટ્વીશા શર્મા મોત કેસમાં આરોપી પતિ સમર્થ સિંહને લઈને પોલીસે 7 દિવસના પોલીસ રિમાન્ડની માગ કરી હતી, જેને કોર્ટે મંજૂરી આપી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન ટ્વીશાના ભાઈ હર્ષિત શર્મા પણ હાજર રહ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે હર્ષિત અને સમર્થ વચ્ચે પૂરતું અંતર જાળવી રાખ્યું હતું, જેથી કોઈ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાય નહીં. ટ્વીશાના પરિવારે નિષ્પક્ષ તપાસની માગ કરી આ દરમિયાન કેસમાં બીજા પોસ્ટમોર્ટમને લઈને પણ મહત્વપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ ડોક્ટરે AIIMSના ચાર વરિષ્ઠ ડોક્ટરોનું મેડિકલ બોર્ડ બનાવ્યું છે. આ ટીમ આધુનિક ફોરેન્સિક સાધનો સાથે રાજ્ય સરકારના ચાર્ટર્ડ વિમાન દ્વારા સાંજે ભોપાલ પહોંચશે તેવી માહિતી મળી રહી છે. ટ્વિશા શર્માનું બીજું પોસ્ટમોર્ટમ રવિવારે AIIMS ભોપાલમાં થઈ શકે છે. ટ્વીશાના પરિવારજનોએ શરૂઆતથી જ નિષ્પક્ષ તપાસ અને ફરી મેડિકલ પરીક્ષણ કરવાની માગ કરી હતી, જેના કારણે આ કાર્યવાહી પર સૌની નજર છે. મોત પહેલાં બ્યુટી પાર્લરમાં ગઈ હતી ટ્વીશા કેસની તપાસ દરમિયાન એક નવી માહિતી સામે આવી છે. મોતના થોડા કલાકો પહેલાં ટ્વીશા એક બ્યુટી પાર્લરમાં ગઈ હતી. પાર્લરની સંચાલિકાએ જણાવ્યું કે ટ્વીશાએ તે દિવસે કહ્યું હતું કે તે થોડું રિલેક્સ અનુભવવા માગે છે. તેમના કહેવા મુજબ ટ્વીશાનું વર્તન સંપૂર્ણ સામાન્ય અને શાંત હતું, તેથી તેમને બિલકુલ લાગ્યું નહોતું કે તે આત્મહત્યા જેવું કોઈ ગંભીર પગલું ભરી શકે. ટ્વીશા બપોરે લગભગ 3 વાગ્યે પાર્લરમાં આવી હતી અને સાંજે 6 વાગ્યે ત્યાંથી નીકળી હતી. તે દર મહિને એક વખત પાર્લરમાં આવતી હતી કારણ કે પાર્લર તેના ઘર નજીક હતું. તે દિવસે તેણે હેડ ઓઈલ મસાજ, પેડિક્યોર અને સ્કિન ટ્રીટમેન્ટ જેવી સેવાઓ લીધી હતી. પાર્લર સ્ટાફ સાથે તેણે ફિલ્મો અંગે સામાન્ય વાતચીત પણ કરી હતી. પાર્લર સંચાલિકાએ વધુમાં જણાવ્યું કે ટ્વીશાના મોતની માહિતી તેમને તેની સાસુ દ્વારા મળી હતી. 13 મેના રોજ તેમને ફોન કરીને પૂછ્યું હતું કે ટ્વીશા પાર્લરમાં ક્યારે આવી હતી અને તેણે કઈ સર્વિસ લીધી હતી. બીજા દિવસે કેટલાક લોકો પાર્લરમાં આવ્યા હતા, જેઓ વકીલ જેવા લાગતા હતા. તેમણે પાર્લરમાં પૂછપરછ કરી અને ત્યાંના CCTV ફૂટેજ પણ તપાસ્યા હતા. આ પણ વાંચો : West Bengal : હવે SAILની જમીન પર બનેલી TMC નેતાની ઓફિસ કરાઈ ધ્વસ્ત
    Click here to Read more
    Prev Article
    Kelly Osbourne remembers father Ozzy Osbourne in new post
    Next Article
    पेट्रोल डीज़ल के दाम फिर बढ़ने पर कांग्रेस ने किया तंज़, 'रुपये और पेट्रोल में 100 पार होने की लगी है होड़'

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment