Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Twisha Sharma death: ટ્વીશા શર્મા કેસમાં આવ્યો નવો વળાંક, મોત મામલે CCTV ફૂટેજ આવ્યા સામે..

    3 weeks ago

    1

    0

    ભોપાલના હાઈપ્રોફાઈલ કટારા હિલ્સ વિસ્તારમાં 33 વર્ષીય ટ્વીશા શર્માના રહસ્યમય મોતના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. ટ્વીશાના છેલ્લા કલાકોની હિલચાલ દર્શાવતો એક CCTV વીડિયો સામે આવ્યો છે, જે હાલ પોલીસ તપાસનો મુખ્ય આધાર બન્યો છે. પીટીઆઈ (PTI) દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં ઘટનાના દિવસે ટ્વીશાના ઘરમાં શું બન્યું હતું તેની કડીઓ મળી રહી છે. CCTV ફૂટેજમાં શું દેખાયું? સામે આવેલા સીસીટીવી ફૂટેજ 12 મેના રોજ સવારે 7.20 વાગ્યાના છે. વીડિયોમાં ત્વિષા ખૂબ જ શાંતિથી એકલી ઘરના ધાબા (ટેરેસ) તરફ સીડીઓ ચડતી જોવા મળે છે અને ત્યારપછી તે કેમેરાની નજરથી દૂર થઈ જાય છે. આ ઘટનાના આશરે એક કલાક પછી, ફૂટેજમાં ત્રણ પુરુષો દેખાય છે, જેમાં તેનો પતિ સમર્થ સિંહ, એક પાડોશી અને ઘરનો નોકર હોવાનું મનાય છે. આ ત્રણેય લોકો ટ્વીશાને સીડીઓ પર સીપીઆર (CPR) આપીને હોશમાં લાવવાનો અથાક પ્રયાસ કરતા જોવા મળે છે. પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ જતાં, તેઓ ત્વિષાના મૃતદેહને ઘરના બીજા માળે નીચે લઈ જતા દેખાય છે. આ જ સમયે ટ્વીશાના સાસુ અને નિવૃત્ત ન્યાયાધીશ ગિરીબાલા સિંહ પણ એક રૂમમાં પ્રવેશતા અને પછી નીચે જતા કેમેરામાં કેદ થયા છે. વકીલ પતિ ફરાર, પોલીસે જાહેર કર્યું ઇનામ મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, ટ્વીશાનો પતિ સમર્થ સિંહ વ્યવસાએ વકીલ છે અને તે હાલ પોલીસ પકડથી દૂર એટલે કે ફરાર છે. પોલીસે તેની ભાળ મેળવવા અને તેના ઠેકાણાની માહિતી આપનાર વ્યક્તિ માટે રૂ. 10,000 નું રોકડ ઇનામ જાહેર કર્યું છે. પોલીસ રેકોર્ડ અનુસાર, ટ્વીશા અને સમર્થ 2024 માં એક ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા અને ત્યારબાદ ડિસેમ્બર 2025 માં તેઓએ લગ્ન કર્યા હતા. સાસુના ગંભીર આરોપો અને પોલીસની એફઆઈઆર સોમવારે આ કેસમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે નિવૃત્ત જજ અને ટ્વીશા ના સાસુ ગિરીબાલા સિંહે ટ્વીશાના પરિવાર દ્વારા લગાવાયેલા દહેજ ઉત્પીડન અને હત્યાના આરોપોને સરેઆમ નકારી કાઢ્યા. તેમણે દાવો કર્યો કે ટ્વીષા માનસિક બીમારી થી પીડાતી હતી, તેની કાઉન્સેલિંગ ચાલતી હતી અને તે ભારે દવાઓ લેતી હતી. સાસુએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો કે ત્વિષાએ તેની ગર્ભાવસ્થા દરમિયાન મોટા પ્રમાણમાં ગાંજાનું સેવન કર્યું હોવાની વાત સ્વીકારી હતી.સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કરી રહી છે તપાસ જો કે, એસીપી રજનીશ કશ્યપના જણાવ્યા અનુસાર, પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) હાલમાં એફઆઈઆરમાં નોંધાયેલા આરોપો, જેવા કે દહેજ માટે ત્રાસ આપવો અને આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવી, તેના પર જ મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરીને કાળજીપૂર્વક તપાસ આગળ વધારી રહી છે. આ પણ વાંચોઃ America ની મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 3 લોકોની હત્યા બાદ હુમલાખોરોએ પણ પોતાને મારી ગોળી!
    Click here to Read more
    Prev Article
    Google I/O 2026 Starts Today: How to Watch Keynote Live and What to Expect
    Next Article
    Petrol Diesel Price Hike: મોંઘવારીનો ડબલ ડોઝ! શું 2022ની જેમ વધશે પેટ્રોલ ડીઝલના ભાવ?

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment