Petrol Diesel Price Hike: મોંઘવારીનો ડબલ ડોઝ! શું 2022ની જેમ વધશે પેટ્રોલ ડીઝલના ભાવ?
3 weeks ago
અર્થતંત્ર અને સામાન્ય જનતા પર ફરી એકવાર આર્થિક બોજ વધ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (કાચા તેલ)ના ભાવોમાં સતત થઈ રહેલા ઉછાળાને કારણે દેશની સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સામાન્ય નાગરિકોને મોટો ઝટકો આપ્યો છે. માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં જ ઇંધણના દરોમાં આ બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વખતનો વધારો પ્રમાણમાં મર્યાદિત એટલે કે લીટર દીઠ આશરે 90 પૈસા જેટલો છે, જે મંગળવારથી લાગુ થઈ ગયો છે.2022ની જેમ વધશે આ વર્ષે ભાવ ? પરંતુ ચિંતાની વાત એ છે કે, આ ટ્રેન્ડ વર્ષ 2022ની યાદ અપાવી રહ્યો છે, જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન સતત બે અઠવાડિયા સુધી દરરોજ ભાવો વધારવામાં આવતા હતા. ત્યારે આવો જાણીએદેશના મહાનગરોમાં ઇંધણના નવા દરો વિશે. મંગળવારથી અમલી બનેલા ભાવ વધારા બાદ દેશના ચાર મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ નીચે મુજબ છે:દિલ્હી પેટ્રોલ: 87 પૈસાના વધારા સાથે હવે ₹98.64 પ્રતિ લીટર. ડીઝલ: 91 પૈસાના વધારા સાથે હવે ₹91.58 પ્રતિ લીટર. (નોંધનીય છે કે આ પૂર્વે 15 મેના રોજ સીધો ₹3નો મોટો વધારો ઝીંકાયો હતો). મુંબઈ પેટ્રોલ: 91 પૈસા વધીને હવે ₹107.59 પ્રતિ લીટર. ડીઝલ: 94 પૈસા વધીને હવે ₹94.08 પ્રતિ લીટર. કોલકાતા પેટ્રોલ: 96 પૈસાના ઉછાળા સાથે હવે ₹109.70 પ્રતિ લીટર. ડીઝલ: 94 પૈસા વધીને હવે ₹96.07 પ્રતિ લીટર. ચેન્નાઈ પેટ્રોલ: 82 પૈસાના વધારા સાથે હવે ₹104.49 પ્રતિ લીટર. ડીઝલ: 86 પૈસા વધીને હવે ₹96.11 પ્રતિ લીટર. ચાર વર્ષના વિરામ બાદ ફરી એ જ જૂનો ટ્રેન્ડ વર્ષ 2022 પછી દેશમાં ઇંધણના ભાવ લાંબા સમય સુધી સ્થિર રહ્યા હતા. પરંતુ મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ)માં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) બ્લોક થવાને કારણે વૈશ્વિક સ્તરે તેલનું સંકટ ઘેરૂં બન્યું છે. નિષ્ણાતોના મતે, ગત અઠવાડિયે કરાયેલો ₹3નો વધારો ઓઇલ કંપનીઓના નુકસાનની ભરપાઈ કરવા માટે પૂરતો ન હતો. આ જ કારણે કંપનીઓએ હવે ધીમે-ધીમે ભાવ વધારવાની રણનીતિ (દરરોજ કે થોડા દિવસોના અંતરે પ્રાઈસ રિવિઝન) ફરી શરૂ કરી દીધી છે. શું ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરશે? વર્ષ 2022માં માર્ચ અને એપ્રિલ મહિના વચ્ચે ઓઇલ કંપનીઓએ માત્ર 15 દિવસમાં 13 વખત ભાવ વધારીને મોટો આંચકો આપ્યો હતો. ત્યારે રોજ સરેરાશ 80 પૈસા વધતા હતા, જ્યારે આ વખતે કંપનીઓ 90 પૈસાની આસપાસ દરો વધારી રહી છે.નિષ્ણાતોએ સૂચવ્યું હતું કે IOCL, BPCL અને HPCL જેવી તેલ કંપનીઓ ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધીમે ધીમે વધારો કરવાનું ચાલુ રાખી શકે છે જેથી તેઓ જે નુકસાન ભોગવી રહ્યા છે તેને સરભર કરી શકાય.ઓઇલ કંપનીઓની આર્થિક સ્થિતિ અને ભવિષ્યની સંભાવનાઓબજારના આંકડાઓ અનુસાર, ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ આસમાને હોવા છતાં સ્થાનિક બજારમાં ભાવ નિયંત્રિત રાખવાને કારણે સરકારી ઓઇલ કંપનીઓ (જેવી કે IOCL, BPCL અને HPCL) ને રોજનું આશરે ₹1,600 થી ₹1,700 કરોડનું મોટું નુકસાન થઈ રહ્યું હતું. નિષ્ણાતોનું ગણિત: એનર્જી એનાલિસ્ટ્સના મતે, જો લીટર દીઠ ₹1 ભાવ વધે, તો આ ત્રણ કંપનીઓના વાર્ષિક ઓપરેટિંગ પ્રોફિટ (EBITDA) માં ₹15,000 થી ₹16,000 કરોડનો સુધારો થાય છે. જોકે, વર્તમાન નુકસાનને સંપૂર્ણપણે સરભર કરવા માટે આગામી સમયમાં કુલ ₹10 સુધીનો સંચિત વધારો (Cumulative Increase) કરવો પડી શકે છે. બ્રેન્ટ ક્રૂડની સ્થિતિ: આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ હાલમાં પણ પ્રતિ બેરલ $110ની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. માર્કેટ એક્સપર્ટ્સ ચેતવણી આપી રહ્યા છે કે જો કાચું તેલ લાંબો સમય $100ની ઉપર રહેશે, તો આગામી 3-4 મહિના સુધી સામાન્ય જનતાએ હજુ પણ વધુ મોંઘા પેટ્રોલ-ડીઝલ માટે તૈયાર રહેવું પડશે. વર્ષ 2010 અને 2014માં કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવો પરથી પોતાનું નિયંત્રણ હટાવી લીધું હતું અને ભાવ નક્કી કરવાનો અધિકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓને આપ્યો હતો. ત્યારથી કંપનીઓ જનતાના આક્રોશથી બચવા માટે એકસાથે મોટો ભાવ વધારો કરવાને બદલે, ટુકડે-ટુકડે ભાવ વધારવાની ફોર્મ્યુલા અપનાવતી આવી છે. આ પણ વાંચો- Tamilnadu: 15 દિવસની અંદર દારૂની દુકાનો...CM બનતા જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય
Click here to Read more