Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    USB C Post Uses: ફોન ચાર્જિંગ સહિત USB-C પોર્ટના 6 સ્માર્ટ ઉપયોગ, 99 ટકા લોકો નથી જાણતા

    1 day ago

    1

    0

    USB C Post Benefits : આજકાલ મોટાભાગના સ્માર્ટફોન USB C Port સાથે આવે છે. એન્ડ્રોઇડ ફોન હોય કે આઈફોન, ટેબલેટ હોય કે લેપટોપ USB C પોર્ટ ધીરે ધીરે યુનિવર્સલ કનેક્ટિવિટી સ્ટાન્ડર્ડ બની ગયું છે, પરંતુ મોટાભાગના યુઝર્સ તેનો ચાર્જિંગ કે ડેટા ટ્રાન્સફર કરવા પુરતો જ ઉપયોગ કરે છે. હકીકતમાં યુએસબી સી પોર્ટ ઘણી રીતે ઉપયોગી છે, જેના વિશે 99 ટકા યુઝર્સ જાણતા નથી. USB C પોર્ટના 6 સ્માર્ટ ઉપયોગ વિશે જાણકારી આપી છે, જે તમારા સ્માર્ટફોનના અનુભવને સંપૂર્ણ રીતે બદલી શકે છે. USB-C ટેકનિલોજી પાછળ USB Power Delivery (USB-PD), USB OTG, Display Output, Ethernet Connectivity અને હાઇ સ્પીડ ડેટા ટ્રાન્સફર જેવા ઘણા મોર્ડન પ્રોટોકોલ કામે કરે છે. આથી આજનું યુએસબી સી પોર્ટ માત્ર ચાર્જિંગ પોર્ટ નથી પરંતુ મલ્ટિફંક્શનલ ઇન્ટરફેસ બની ગયું છે.  ફોન થી ફોન ચાર્જ કરો USB C પોર્ટ કેબલ વડે એક ફોન થી બીજો ફોન ચાર્જ કરી શકાય છે. યુએસબી સી પોર્ટમાં હાજર Reverse Charging ફીચરની મદદથી તમે એક સ્માર્ટફોન થી બીજો ફોન, વાયરલેસ ઇયરબડ્સ, સ્વાર્ટવોચ અને અન્ય USB-C ડિવાઇસ ચાર્જ કરી શકાય છે. જો કે તેની માટે USB-C થી USB-C કેબલની જરૂર પડે છે. બંને ડિવાઇસ C કેબલ થી કનેક્ટ કરવાના છે. યુએસબી પાવર ડિલિવરી ટેકનોલોજી નક્કી કરે છે કે, ક્યુ ડિવાઇસ પાવર આપશે અને ક્યું પાવર મેળવશે. ફોનની બેટરીમાં ચાર્જિંગ ઓછું હોય ત્યારે યુએસબી સી પોર્ટ કેબલ ચાર્જિંગ ફીચર બહુ ઉપયોગી થાય છે.  પાવર બેંક થી લેપટોપ ચાર્જ ઘણા લોકો પાવર બેંક માત્ર ફોન ચાર્જ કરવાનું ડિવાઇસ માને છે, પરંતુ USB-C અને USB Power Delivery ટેકનોલોજી આવ્યા બાદ પરિસ્થિતિ ઘણી બદલાઇ ગઇ છે. આજે બજારમાં ઘણી હાઇ કેપેસિટીના પાવર બેંક 45W, 65W અને અહીંયા સુધી કે 100W સુધી પાવર આઉટપુટ આપવામાં સક્ષમ છે. જો તમારું લેપટોપ  USB-C ચાર્જિંગ સપોર્ટ કરે છે, તો તમે પાવર બેંક વડે તેને ચાર્જ કરો શકો છો. USB PD ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ડિવાઇસ અને ચાર્જ વચ્ચે ઓટોમેટિક નેગોશિયેશન (Negotiation) કરે છે. એક વાતનું ધ્યાન રાખો કે, જો તમે 60W થી વધારે પાવર ઇચ્છો છો તો તમારે E-Marker ચિપ વાળું 100W રેટેડ USB-C કેબલનો ઉપયોગ કરવો પડશે.  ફોનમાં કીબોર્ડ, માઉસ અને પેન ડ્રાઇવનો ઉપયોગ USB C પોર્ટની મદદથી તમારો સ્માર્ટફોન એક મિનિ કોમ્પ્યુટર બની શકે છે. હકીકતમાં USB OTG (On The Go) સપોર્ટ વડે તમે ઘણા પ્રકારની એક્સેસરીઝ સીધી ફોન સાથે કનેક્ટ કરી શકો છો. જો તમારે લાંબો ઇમેલ લખવો છે કે પ્રેઝન્ટેશન તૈયાર કરવું છે, તો USB C વડે ફુલ સાઇઝ કી બોર્ડ અને માઉસ સીધું ફોન સાથે કનેક્ટ કરી શકાય છે. આવી જ રીતે USB પેન ડ્રાઇવ, એક્સટર્નલ સ્ટોરેજ, ગેમિંગ કન્ટ્રોલર, કેમેરા અને ઓડિયો ઇન્ટરફેસ પણ ફોન સાથે કનેક્ટ કરી શકાય છે.  USB-C વડે વાયર્ડ ઇન્ટરનેટ કનેક્શન વાપરો ઘણી વખત વાઇફાઇ કે મોબાઇલ ઇન્ટરનેટ ડાઉન થઇ જાય છે, આવી સ્થિતિમાં તમે USB-C પોર્ટ વડે ફોનમાં વાયર્ડ ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરી શકો છો. યુએસબી સી પોર્ટની મદદથી સ્માર્ટફોનને સીધું Ethernet નેટવર્ક સાથે જોડી શકાય છે. તેની માટે માત્ર USB C to Ethernet Adapter ની જરૂર પડે છે. USB-C DAC થી સ્ટુડિયો જેવી ઓડિયો ક્વોલિટી હાલ મોટાભાગના ફ્લેગશિપ સ્માર્ટફોનમાં 3.5mm હેડફોન જેક મળતું નથી. આવી સ્થિતિમાં મ્યૂઝિક લવર્સ મોટાભાગે બ્લૂટૂથ હેડફોન પર નિર્ભર રહે છે. જો કે બ્લૂટૂથ ઓડિયો ટેકનોલોજી ઘણી એડવાન્સ થઇ ગઇ છે, પરંતુ તેમા ઓડિયો ડેટા કેમ્પ્રેસ થાય છે. જો તમે હાઇ રિઝોલ્યુશન ઓડિયો સાંભળવા માંગો છો તો, USB-C DAC તમારી માટે ઉત્તમ વિકલ્પ છે. DAC એટલે Digital to Analog Converter એક એવું ડિવાઇસ છે, જે ફોનની અંદર રહેલા સામાન્ય ઓડિટો ચિપને બાયપાસ કરી ઉત્કૃષ્ઠ ક્વોલિટીમાં ઓડિયો પ્રોસેસ કરે છે. USB-C DAC સાથે તમે હાઇ એન્ડ  હેડફોનનો સંપૂર્ણ આનંદ માણી શકો છો. એક્સટર્નલ SSDમાં સીધું 4K વીડિયો રેકોર્ડિંગ સ્માર્ટફોનમાં કેમેરા ટેકનોલોજી ઘણી એડવાન્સ થઇ ગઇ છે. આજે ઘણા સ્માર્ટફોન 4K, 8K અને ProRes જેવા પ્રોફેશનલ ક્વોલિટી વીડિયો રેકોર્ડિંગ કરવામાં સક્ષમ છે, પરંતુ સ્ટોરેજની સમસ્યા રહે છે. હાઇ ક્વોલિટી વીડિયો રેકોર્ડિંગ થોડાક જ સમયમાં સ્ટોરેજ ફુલ કરી દે છે. યુએસબી સી પોર્ટ આ સમસ્યાનું સમાધાન આપે છે. ઘણા મોર્ડન સ્માર્ટફોન સીધું એક્સટર્નલ SSD પર વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે. એટલે કે વીડિયો ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં સેવ કર્યા વગર સીધું SSD માં રેકોર્ડ કરી શકાય છે. કન્ટેન્ટ ક્રિયેટર, યૂટ્યૂબર્સ, ફિલ્મમેકર્સ અને પ્રોફેશનલ વીડિયોગ્રાફર માટે આ ફીચર બહુ ઉપયોગી છે.  આ પણ વાંચો | શાઓમી 17T ફોન ભારતમાં લોન્ચ, ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને ઘણા AI ફીચર્સ આમ કુલ મળીને USB-C પોર્ટ માત્ર ફોન ચાર્જ કરવા માટે જ નહીં, પરંતુ અન્ય સ્માર્ટફોન, ટેબલેટ, લેપટોપ, મોનિટર, કેમેરા અને અન્ય ડિવાઇસ ચાર્જ કરવા અને તેની સાથે કનેક્ટ કરવામાં ઉપયોગ થાય છે. રિવર્સ ચાર્જિંગ, લેપટોપ ચાર્જિંગ, યુએસબી એક્સસરીઝ સપોર્ટ, Ethernet કનેક્ટિવિટી, હાઇ રિઝોલ્યૂશન ઓડિયો અને એક્સટર્નલ SSD રિકોર્ડિંગ જેવા ફીચર્સ સાબિત કરે છે કે, USB-C પોર્ટ માત્ર એક કનેક્ટર નહીં, પરંતુ એક પાવરફુલ મલ્ટીટાસ્કિંગ પ્લેટફોર્મ છે. 
    Click here to Read more
    Prev Article
    मोदी सरकार के इन 4 मंत्रियों को देना होगा इस्तीफा, कैबिनेट विस्तार में नए चेहरों को मिलेगा मौका
    Next Article
    Trump says US held talks with Hezbollah to reduce tensions across Middle East

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment