Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Veg Idli Recipe: વેજ ઇડલી રેસીપી, સ્વાદ સાથે શરીર માટે પૌષ્ટિક આહાર

    4 days ago

    1

    0

    Veg Idli Recipe In Gujarati : ઉનાળામાં લોકોને ઘણીવાર કંઈક હળવું ખાવાનું મન થાય છે. જો તમને કોઈ એવી વસ્તુ ખાવા મળે જેમા વધારે તેલ અને મસાલા ન હોય , તો મન પ્રસન્ન થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમે સવારના નાસ્તામાં અથવા સાંજે ભૂખ ઓછી હોય તો શાકભાજીથી ભરપૂર સ્વાદિષ્ટ વેજિટેબલ ઇડલી બનાવી શકો છો. તે માત્ર પેટ માટે જ ફાયદાકારક નથી, પરંતુ પોષણથી પણ ભરપૂર છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ઉનાળામાં શું ખાવું તે પ્રશ્નથી પરેશાન છો, તો તમે આ સ્વસ્થ અને સ્વાદિષ્ટ વેજિટેબલ ઇડલી ટ્રાય કરી શકો છો. તેના દરેક ટુકડામાં સ્વાદ સાથે પોષણનો ખજાનો મળશે. ચાલો જાણીયે વેજિટેબલ ઇડલી બનાવવાની બે સરળ રીત. વેજિટેબલ ઇડલી બનાવવા માટે સામગ્રી 1 કિલો સોજી, 250 ગ્રામ દહીં 3 કપ સમારેલા મિક્સ શાકભાજી સ્વાદ મુજબ મીઠું 2 ચમચી ઇનો મીઠું વેજિટેબલ ઇડલી બનાવવાની રીત સૌ પ્રથમ એક વાસણમાં સોજી ચાળી લો. તેમા દહીં અને પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરીને ખીરું બનાવો. ખીરાને ઢાંકીને લગભગ 30 મિનિટ થી 1 કલાક સુધી રાખી મૂકો.  ઇડલી બનાવવાની હોય ત્યારે તેમા ઝીણા સમારેલા મિક્સ શાકભાજી અને મીઠું નાંખો. ત્યારબાદ અડધી ચમચી ઇનો કે બેકિંગ સોડા ઉમેરો અને ચમચા વડે એક જ દિશામાં ખીરું સારી રીતે ફેંટી લો.  ગેસ ચાલુ કરી એક સ્ટીમરમાં પાણી ગરમ કરો. હવે ઇટલી સ્ટેન્ડમાં તેલ લગાવો જેથી ઇડલી સરળતાથી નીકળી જાય હવે. હવે તેમા ખીરું રેડો અને સ્ટીમરમાં 10 થી 15 મિનિટ સુધી વરાળથી બાફો. ખીરામાંથી આ રીતે ઇડલી બનાવો. ઇડલી વરાળમાં બફાય બાદ સારી રીતે ફુલી જાય એટલે સ્ટિમરમાંથી બહાર કાઢો. ઇડલી સહેજ ઠંડી થયા બાદ ચાકુ વડે કાઢી લો. આ વેજિટેબલ ઇડલી નારિયેળ ચટણી, ટામેટા સોશ કે સાંભર સાથે સર્વ કરો.  વેજિટેબલ ઇડલી બનાવવા આ સામગ્રીની જરૂર પડશે સોજી – 2 કપ દહીં – 2 કપ મીઠું – સ્વાદ પ્રમાણે (1 ચમચીથી ઓછું)  કેપ્સિકમ – 1/2 કપ ઝીણા સમારેલા ફ્લાવર – 1/2 કપ ઝીણા સમારેલા લીલા વટાણા – 1/4 કપ લીલા મરચાં – 1-2 ઝીણા સમારેલા આદુ – 1 ઇંચનો ટુકડો  અડદની દાળ – 1/2 ચમચી રાઇ – 1/2 ચમચી લીલું કોથમીર – 2 ચમચી ઝીણું સમારેલું  તેલ – 2-3 ચમચી બેકિંગ સોડા – 1 ચમચી વેજિટેબલ ઇડલી રેસીપી વેજિટેબ ઇડલી બનાવવા માટે એક વાસણમાં સોજી અને દહીં મિક્સ કરો. ખીરાને સહેજ પાતળું કરવા માટે થોડુંક પાણી રેડી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. ખીરામાં કોઇ ગઠ્ઠો ન હોય તેનું ધ્યાન રાખો. ત્યારબાદ તેમા ઝીણા સમારેલા શાકભાજી, વટાણા, આદુ, લીલા મરચા અને લીલું કોથમીર ઉમેરો.   હવે એક કડાઇમાં 1 કે 2 ચમચી તેલ ગરમ કરો, તેમા રાઇ તતડાવો, રાઇ ફુટવા લાગે પછી તેમા અડદની દાળ સાંતળો, અડદની દાળ સહેજ બ્રાઉન થાય ત્યારે ગેસ બંધ કરી દો. આ તડકાને ઇડલીના ખીરામાં રેડો. હવે ખીરાને 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખો. તેનાથી સોજી સારી રીતે ફુલશે, જે ઇડલીને નરમ અને સ્પોન્જ બનાવે છે. ગેસ ચાલુ કરી એક સ્ટિમરમાં પાણી ગરમ કરો. આ દરમિયાન ઈડલીના ખીરામાં અડધી કે એક ચમચી બેકિંગ સોડા ઉમેરો અને ચમચા વડે ખીરાને એક જ દિશામાં સારી રીતે ફેંટો લો. હવે ઇડલી સ્ટેન્ડમાં તેલ લગાવો જેથી તે ચોંટશે નહીં. ખીરું ઇડલી સ્ટેન્ડમાં રેડો, પછી તેને સ્ટીમરમાં 10 થી 15 મિનિટ સુધી બાફવા માટે મૂકો.  આ પણ વાંચો | બટાકા કે દૂધી નહીં હવે પપૈયાના પરોઠા રેસીપી ટ્રાય કરો, ઝંઝટ વગર સરળતાથી બની જશે ઇડલી ફુલેલી અને નરમ થાય એટલે સ્ટેન્ડને સ્ટીમર માંથી બહાર નીકાળો. ચાકુ કે ચમચ વડે ઇડલી એક વાસણમાં કાઢી લો. આ રીતે બધી ઇડલી બનાવો. 
    Click here to Read more
    Prev Article
    यूएस-ईरान टेंशन से सहमा शेयर बाजार, एक मिनट में निवेशकों के डूबे 3.75 लाख करोड़
    Next Article
    Chand Mera Dil Vs The Great Grand Superhero: मंडे टेस्ट में बॉक्स ऑफिस पर 'चांद मेरा दिल' का जलवा बरकरार, 'द ग्रेट ग्रैंड सुपरहीरो' की कमाई में आई गिरावट

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment