Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    West Bengalમાં ઘુસણખોરોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ, શુભેન્દુ સરકારે લાગુ કર્યો CAA

    3 weeks ago

    1

    0

    પશ્ચિમ બંગળ સરકારે બુધવારથી રાજ્યમાં નાગરિકતા સુધારા કાયદો (CAA) અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી કે હવે ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘુસણખોરો સામે તાત્કાલિક ડિપોર્ટેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.શું કહ્યું મુખ્યમંત્રીએ? મુખ્યમંત્રીએ જણાવ્યું કે અગાઉની સરકારે CAAનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે રાજ્યમાં આ કાયદો સત્તાવાર રીતે અમલમાં મૂકાયો છે. તેમણે કહ્યું કે CAA હેઠળ નિર્ધારિત સાત સમુદાયો અને ધર્મના લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. જેઓ આ કાયદાની જોગવાઈ હેઠળ નહીં આવે, તેઓને રાજ્ય પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવશે અને બાદમાં BSFને સોંપવામાં આવશે. BSF પછી તેમને પાછા મોકલવાની કાર્યવાહી કરશે. મુખ્યમંત્રીએ આ પ્રક્રિયાને “Detect, Delete, Deport” ફ્રેમવર્કનો ભાગ ગણાવ્યો હતો. કાયદાનો કડક અમલ કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું કે 31 ડિસેમ્બર 2024 સુધી ભારત આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો CAA હેઠળ સુરક્ષિત રહેશે અને તેમના સામે કોઈ કાર્યવાહી નહીં થાય. સરકારે રાજ્યના ઉચ્ચ પોલીસ અને વહીવટી અધિકારીઓને પહેલેથી જ જરૂરી સૂચનાઓ આપી દીધી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય અને દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારોના તમામ પોલીસ સ્ટેશનોમાં આ કાયદાનો કડક અમલ કરવામાં આવશે. આ ઉપરાંત ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા મજબૂત બનાવવા માટે કાંટાળી તારની વાડ માટે જમીન હસ્તાંતરણની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો : Pahalgam Attack : NIAએ ચાર્જશીટ કરી દાખલ, કોણે કરાવ્યો હતો આતંકી હુમલો?
    Click here to Read more
    Prev Article
    IPL- नरेन ने हार्दिक को बोल्ड किया:मुंबई का छठा विकेट गिरा, ग्रीन-सौरभ को 2-2 विकेट; कोलकाता के खिलाफ स्कोर-95/6
    Next Article
    ऑनलाइन फूड और क्विक कॉमर्स डिलीवरी महंगी हो सकती है:पेट्रोल-डीजल महंगा होने से डिलीवरी चार्ज बढ़ाएंगी कंपनियां, मार्जिन 10-12% तक घटा

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment