Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    West Bengal: પુષ્પાએ ઝુકવુ પડ્યું ! TMC ઉમેદવાર જહાંગીર ખાનની ચૂંટણીમાંથી પીછેહઠ

    3 weeks ago

    1

    0

    પશ્ચિમ બંગાળના ફલતા વિધાનસભા મતવિસ્તારમાં 21 મેના રોજ ફરીથી મતદાન થવાનું છે; જોકે, મતદાનના માત્ર 48 કલાક પહેલા, તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાને ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા છે. તેમણે ઔપચારિક રીતે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ વ્યક્તિગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચી રહ્યા છે. તેમના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું છે.પોતાને ગણાવ્યા હતા પુષ્પા પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓ દરમિયાન ભારે ચર્ચામાં રહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતા જહાંગીર ખાન અને ઉત્તર પ્રદેશના આકરા આઈપીએસ અધિકારી અજય પાલ શર્મા વચ્ચેનો 'ફિલ્મી ડાયલોગ વોર' ફરી એકવાર હેડલાઇન્સમાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન ઓબ્ઝર્વર તરીકે તૈનાત થયેલા આઈપીએસ અજય પાલ શર્માની ભૂમિકા સામે જહાંગીર ખાને સવાલો ઉઠાવ્યા હતા . તેમણે એક નિવેદન આપ્યું હતું કે, "આ બંગાળ છે, જો તે (અજય પાલ શર્મા) સિંઘમ છે, તો હું ‘પુષ્પા’ છું." આ નિવેદન વાયરલ થયું હતું. અજયપાલ શર્માએ આપી હતી ચેતવણી વાસ્તવમાં, ચૂંટણી ડ્યુટી પર આવેલા આઈપીએસ અધિકારી અજય પાલ શર્માને 'સિંઘમ' તરીકે ઓળખવામાં આવ્યા હતા. તેમણે જહાંગીર ખાનના પરિવારજનોને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે તેને કહી દેજો, જો તેના માણસો ધમકી આપવાનું ચાલુ રાખશે તો અમે તેની સાથે કડકાઈથી નિપટીશું, પછી રોતા કે પસ્તાતા નહીં. આ ચેતવણીના જવાબમાં જ જહાંગીર ખાને પોતાની સરખામણી 'પુષ્પા' સાથે કરી હતી.'પુષ્પા હવે મારી જવાબદારી છે': મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીનો પલટવારબંગાળના રાજકારણમાં આવેલા મોટા પરિવર્તન બાદ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આ મામલે સીધો હસ્તક્ષેપ કર્યો છે. મુખ્યમંત્રીએ ટીએમસી નેતા જહાંગીર ખાનને એક કુખ્યાત ગુનેગાર ગણાવતા ખુલ્લી ચેતવણી આપી છે કે પુષ્પા હવે મારી જવાબદારી છે. સીએમ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આ કેસને તેઓ પોતે અંગત રીતે હેન્ડલ કરશે અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.ડાયમંડ હાર્બર બેઠકનું રાજકીય મહત્વ અને ફાલતામાં પુનઃ મતદાનજહાંગીર ખાનનો પ્રભાવ ધરાવતો 'ફલતા' વિધાનસભા વિસ્તાર ડાયમંડ હાર્બર લોકસભા બેઠક હેઠળ આવે છે, જેનું પ્રતિનિધિત્વ ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી કરે છે. અભિષેક બેનર્જીનો સંસદીય વિસ્તાર હોવાને કારણે ફલતા સીટ પર યોજાઈ રહેલું પુનઃ મતદાન (Re-polling) સમગ્ર રાજ્યના રાજકીય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.એક નોંધનીય બાબત એ રહી કે 4 મેથી શરૂ થયેલા ચૂંટણી પ્રચાર દરમિયાન જહાંગીર ખાન, પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી કે ખુદ અભિષેક બેનર્જી જેવા તૃણમૂલના કોઈ મોટા નેતાએ આ વિસ્તારમાં કોઈ મોટી રેલી કે જનસભા યોજી નહોતી.મતદાનના અંતિમ દિવસે સીએમ સુવેન્દુ અધિકારીનો ભવ્ય રોડ શો21મેના રોજ ફલતા વિધાનસભા બેઠક પર યોજાનારા પુનઃ મતદાનના પ્રચારના અંતિમ દિવસે મંગળવારે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ દક્ષિણ 24 પરગણા જિલ્લામાં એક વિશાળ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેમણે સ્થાનિક મંદિરમાં પૂજા અને આરતી કરીને આ રોડ શોની શરૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તાર 'જય શ્રી રામ'ના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ભાજપના ઉમેદવાર દેબાંશુ પાંડાના સમર્થનમાં ખુલ્લી જીપમાં સવાર થયા હતા. રોડ શો દરમિયાન રસ્તાઓ અને મકાનોની છત પર ભાજપના ઝંડા લહેરાતા જોવા મળ્યા હતા અને લોકોએ  ફૂલોનો વરસાદ કર્યો હતો.
    Click here to Read more
    Prev Article
    UAE to launch 16 new Indian passport and visa centres as Alhind takes over consular services
    Next Article
    कम कीमत में प्रीमियम फीचर्स: Moto Buds 2 ने मचाई हलचल, मिलेंगे 6 Mic और 48 घंटे की बैटरी

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment