કેન વિલિયમસને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી:ન્યૂઝીલેન્ડને WTC ટાઇટલ જીતાડ્યું, દેશ માટે સૌથી વધુ 48 સદી ફટકારી
3 hours ago
ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટર કેન વિલિયમસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે શુક્રવારે તેની જાહેરાત કરી. વિલિયમસન બીજો એવો કેપ્ટન છે, જેણે ન્યૂઝીલેન્ડને કોઈ ICC ટાઇટસ જીતાડ્યો. વિલિયમસન 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) વિજેતા કેપ્ટન બન્યો હતો. તેની પહેલા સ્ટીફન ફ્લેમિંગની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડે 2000માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. વિલિયમસને ઇંગ્લેન્ડ સામેની 3 ટેસ્ટ મેચની સિરીઝની વચ્ચે જ નિવૃત્તિની જાહેરાત કરી. લોર્ડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં તેણે 0 અને 18 રન બનાવ્યા. આ ટેસ્ટ હાર્યા પછી શુક્રવારે વિલિયમસને કહ્યું- છેલ્લા કેટલાક સમયથી હું આ વિશે વિચારી રહ્યો હતો અને હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે હવે નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય આવી ગયો છે. આ તે ટીમ છે, જેને મેં પ્રેમ કર્યો. હું ખૂબ ભાગ્યશાળી છું કે હું લાંબા સમય સુધી આ ટીમનો ભાગ રહ્યો. ન્યૂઝીલેન્ડ ટીમે કહ્યું આભાર ન્યૂઝીલેન્ડ ટીમે તેના સોશિયલ મીડિયા હેન્ડલ બ્લેકકેપ્સ પર પોસ્ટ કરી અને લખ્યું કે અમારા મહાનતમ ખેલાડીઓમાંથી એક હવે જઈ રહ્યા છે. કેન વિલિયમસને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ફોટો પર લખ્યું - આભાર કેન. ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ સદી ફટકારી
Click here to Read more


