Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    સોની Xperia 1 VIII ફોન લોન્ચ, 1TB સ્ટોરેજ સાથે પાવરફુલ પ્રોસેસર, કિંમત એક બાઇક જેટલી!

    3 weeks ago

    1

    0

    Sony Xperia 1 VIII Launch: સોની એ Xperia 1 સિરીઝનો નવો 5G ફોન લોન્ચ કર્યો છે, જેને કંપનીએ Sony Xperia 1 VIII નામ આપ્યું છે. લેટેસ્ટ સોની Xperia 1 સિરીઝ હેન્ડસેટ હવે પ્રી ઓર્ડર માટે ઉપલબ્ધ છે. Sony Xperia 1 VIII ફોન 4 કલર વિકલ્પ તેમજ 4 RAM અને સ્ટોરેજ વેરિયન્ટમાં આવે છે. આ ડિવાઇસમાં Qualcomm ફ્લેરશિપ ઓક્ટા કોર સ્ન્પેડ્રેગન 8 Elite Gen 5 ચિપસેટ આવે છે. આ ફોનમાં નવી ડિઝાઇન કરાયેલી રિયર પેનલ છે, જેમા સ્ક્વાયર શેપનો કેમેરા મોડ્યુલ છે. Sony Xperia 1 VIII કિંમત કિંમતની વાત કરીયે તો જાપાનમાં Sony Xperia 1 VIII ફોનના બેઝ વેરિયન્ટની કિંમત JPY 2,35,400 (લગભગ 1,43,000 રૂપિયા) છે, જેમાં 12GB RAM અને 256GB સ્ટોરેજ આવે છે. તો 12GB + 512GB વેરિયન્ટ 2,51,900 જાપાનીઝ યેન (લગભગ 1,53,000 રૂપિયા) અને 16GB + 512GB વેરિયન્ટની કિંમત JPY 2,68,400 (લગભગ 1,63,000 રૂપિયા) છે. આ સીરિઝના સૌથી મોંઘા વેરિયન્ટમાં 16GB RAM અને 1TB સ્ટોરેજ મળે છે, જેની કિંમત 2,99,200 JPY (લગભગ 1,81,000 રૂપિયા) છે. આ ડિવાઇસ ચાર કલર વિકલ્પ - ગાર્નેટ રેડ, ગ્રાફિટ બ્લેક, Iolite સિલ્વર અને નેટિવ ગોલ્ડ રંગમાં આવે છે. Sony Xperia 1 VIII સ્પેસિફિકેશન સ્પેસિફિકેશનની વાત કરીયે તો સોની Xperia 1 VIII ફોનમાં 6.5 ઇંચની Full-HD+ OLED ડિસ્પ્લે આવે છે, જે 120Hz સુધી રિફ્રેશ રેટ અને HDR સપોર્ટ કરે છે. ફોનને પાવર આપવા માટે Qualcomm ની 3nm ઓક્ટા કોર સ્ન્પેડ્રેગન 8 Elite Gen 5 ચિપસેટ છે, જેમા 16GB સુધી RAM અને 1TB સુધી સ્ટોરેજ મળે છે. Sony Xperia 1 VIII કેમેરા ફોટોગ્રાફી માટે સોની Xperia 1 VIII ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આવે છે, જેમા 48 એમપી પ્રાયમરી કેમેરો છે. ડિવાઇસમાં 1/1.35 ઇંચનું CMOS સેન્સર આપ્યું છે. આ કેમેરો f/1.9 અપર્ચર અને 48mm સુધી ફોકલ લેન્થ ઓફર કરે છે. લેટેસ્ટ સોની ફોનમાં 48 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ આવે છે, જેમા 1/1.56 ઇંચનું Exmor RS સેન્સર, f/2.0 અપર્ચર અને 16mm ની ફોકલ લેન્થ મળે છે. આ હેન્ડસેટમાં 48 એમપીનો ટેલીફોટો કેમેરા પણ મળે છે, જેમા f/2.8 અપર્ચર, 1/1.56 ઇંચનું Exmor RS સેન્સર અને 140mm સુધીની ફોકલ લેન્થ મળે છે. આ પણ વાંચો | ભારતમાં મોટોરોલાનો પ્રથમ ફોલ્ડેબલ ફોન લોન્ચ, ટ્રિપલ 50MP કેમેરા અને 7 વર્ષ સિક્યોરિટી અપડેટ સેલ્ફી માટે આ ફોનમાં 12 મેગાપિકસલનો ફ્રન્ટ કેમેરા છે, જેનું અપર્ચર f/2.0 છે. ડ્યુરેબિલિટી માટે આ ફોનમાં માટી અને પાણી સામે રક્ષણ માટે IP65 + IP68 રેટિંગ મળ્યું છે. ઉપરાંત આ ફોનમાં 5000mAh બેટરી, 'Gentle' વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે.
    Click here to Read more
    Prev Article
    Share Market News: સેન્સેક્સ 790 પોઇન્ટ વધ્યો, IT શેરમાં ભારે વેચવાલી
    Next Article
    ભારતમાં મોટોરોલાનો પ્રથમ ફોલ્ડેબલ ફોન લોન્ચ, ટ્રિપલ 50MP કેમેરા અને 7 વર્ષ સિક્યોરિટી અપડેટ

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment