ભારતીય ખેલાડીઓએ 11મી વખત પાકિસ્તાનીઓ સાથે હાથ ન મિલાવ્યા:દીપ્તિ વિશ્વની ટૉપ વિકેટ ટેકર બની, હરમનપ્રીત વર્લ્ડ કપમાં ભારતની નંબર-1 બેટર
1 hour ago
ભારતે વુમન્સ T20 વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું. દીપ્તિ શર્માએ માત્ર 10 રન આપીને 5 વિકેટ લીધી. હવે તે વુમન્સ T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઈ છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર હવે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારી બેટર બની ગઈ છે. આ પહેલા હરમને ટૉસ સમયે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવ્યો ન હતો. IND vs PAK મેચની ટૉપ મોમેન્ટ્સ 1. પહેલગામ હુમલા બાદ 11મી વખત નો હેન્ડશેક પાકિસ્તાન સામે મેન્સ-વુમન્સ, જુનિયર અને સિનિયર મળીને સતત 11મી ક્રિકેટ મેચમાં ભારતે નો હેન્ડશેકનું વલણ જાળવી રાખ્યું. પહેલગામ આતંકી હુમલા અને બંને દેશો વચ્ચેના તણાવ બાદ ભારતીય ટીમે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો નિર્ણય કર્યો હતો. 2. શેફાલીએ મેચના પહેલા બોલ પર સિક્સર ફટકારી ભારતીય ઓપનર શેફાલી વર્માએ મેચના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી દીધી. શેફાલીએ પાકિસ્તાનની બોલર સાદિયા ઇકબાલના ફુલ લેન્થ બોલને બાઉન્ડરી લાઇન બહાર મોકલી દીધો. જોકે, તે આ જ ઓવરમાં સ્લિપમાં કેચ આપી બેઠી. તેણે માત્ર 6 રન બનાવ્યા. 3. આલિયાથી સ્મૃતિ મંધાનાનો કેચ છૂટ્યો ભારતની ઇનિંગ્સની 8મી ઓવરમાં ઓપનર સ્મૃતિ મંધાનાને જીવનદાન મળ્યું. 27 રન પર તેમનો કેચ છૂટી ગયો. તસ્મિયા રૂબાબે પાંચમો બોલ ફુલર લેન્થ પર નાખ્યો. મંધાનાએ પાછળ હટીને શોટ રમ્યો, પરંતુ બોલ મિસટાઈમ થઈને હવામાં જતો રહ્યો. મિડ ઓફ પર હાજર આલિયાએ પાછળ દોડતા કેચ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ હાથમાંથી છટકી ગયો. 4. શ્રેયંકાએ ડાઇવ લગાવીને કેચ પકડ્યો, શમીમ આઉટ પાકિસ્તાનની ઇનિંગ્સની 15મી ઓવરમાં શ્રેયંકા પાટીલે શાનદાર કેચ પકડ્યો. શ્રી ચરણીએ ઓવરની ચોથી બોલ ઓફ-સ્ટમ્પની બહાર ફ્લાઇટેડ ડિલિવરી નાખી. પાકિસ્તાની બેટર રમીન શમીમ બરાબર ડ્રાઇવ શોટ રમી શકી નહીં. બોલ બેકવર્ડ પોઇન્ટ તરફ ઝડપથી ગયો, જ્યાં શ્રેયંકાએ પોતાની જમણી બાજુ ડાઇવ લગાવીને બંને હાથથી જબરદસ્ત કેચ પકડ્યો. અહીંથી મેચના ટૉપ-9 રેકોર્ડ્સ 1. દીપ્તિ વુમન્સ T20Iમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર દીપ્તિ T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઈ છે. તેણે થાઈલેન્ડની થિપાચા પુત્થાવાંગને પાછળ છોડી. થિપાચાના નામે 165 વિકેટ નોંધાયેલી છે. દીપ્તિના હવે T20 ઇન્ટરનેશનલમાં 166 વિકેટ થઈ ગઈ છે. 2. દીપ્તિએ મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતનો શ્રેષ્ઠ સ્પેલ નાખ્યો દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 10 રન આપીને 5 વિકેટ લીધી. આ વુમન્સ T20 વર્લ્ડ કપમાં કોઈપણ ભારતીય બોલરનો શ્રેષ્ઠ સ્પેલ છે. બીજા સ્થાને રેણુકા સિંહ ઠાકુર છે. તેણે 2023માં ગકેબેર્હામાં ઇંગ્લેન્ડ સામે 15 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. 3. ઝૂલનના રેકોર્ડની નજીક પહોંચી દીપ્તિ વુમન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ભારતની ઝુલન ગોસ્વામીના નામે છે. તેણે 355 વિકેટ ઝડપી છે. પાકિસ્તાન સામે 5 વિકેટ લેનાર દીપ્તિ શર્મા હવે તેમની વધુ નજીક પહોંચી ગઈ છે. દીપ્તિના નામે 351 વિકેટ છે. 4. વુમન્સ T20 વર્લ્ડ કપની કોઈપણ ગ્રુપ સ્ટેજ મેચમાં સૌથી વધુ દર્શકો પહોંચ્યા આ મેચે સ્ટેડિયમમાં સૌથી વધુ દર્શકોની હાજરીનો નવો રેકોર્ડ બનાવ્યો. સ્ટેડિયમમાં 18,814 દર્શકો પહોંચ્યા હતા. આ T20 વર્લ્ડ કપની કોઈપણ ગ્રુપ સ્ટેજ મેચમાં સૌથી વધુ દર્શકોનો રેકોર્ડ છે. આ પહેલા 2024માં ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 15,935 દર્શકો હાજર હતા. 5. હરમન મહિલા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય હરમને પાકિસ્તાન સામે 36 રન બનાવ્યા. આ ઇનિંગ્સથી તે વુમન્સ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બની ગઈ છે. હવે મહિલા T20 વર્લ્ડ કપમાં હરમનના 762 રન છે. તેણે પૂર્વ કેપ્ટન મિતાલી રાજ (726 રન)ને પાછળ છોડી દીધી. 6. સ્મૃતિએ પાકિસ્તાન સામે બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બનાવ્યો સ્મૃતિએ પાકિસ્તાન સામે 68 રન બનાવ્યા. આ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાકિસ્તાન સામેની બીજી સૌથી મોટી ભારતીય ઇનિંગ્સ હતી. પહેલા નંબર પર મિતાલી રાજ છે. તેમણે 2016માં પાકિસ્તાન સામે બેંગકોકમાં અણનમ 73 રન બનાવ્યા હતા. 7. મિતાલી-હરમનના ક્લબમાં સ્મૃતિ સામેલ સ્મૃતિએ પાકિસ્તાન સામે 68 રન બનાવ્યા. તે મહિલા T20 વર્લ્ડ કપમાં 5 વખત ફિફ્ટી કે તેથી વધુનો સ્કોર બનાવી ચૂકી છે. તેણે T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વખત 50+ સ્કોર કરવાના મામલે મિતાલી અને હરમનની બરાબરી કરી. બંનેએ 5-5 વખત ફિફ્ટી કે તેથી વધુનો સ્કોર બનાવ્યો છે. 8. ભારતનો વર્લ્ડ કપમાં ત્રીજો સૌથી મોટો સ્કોર ભારતે 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા. આ ભારતીય મહિલા ટીમનો T20 વર્લ્ડ કપનો ત્રીજો સૌથી મોટો કુલ સ્કોર છે. ટીમે 2018માં ન્યૂઝીલેન્ડ સામે પ્રોવિડન્સમાં 194/5નો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. આ પાકિસ્તાન સામે પણ ભારતનો વર્લ્ડ કપમાં સૌથી મોટો સ્કોર છે. 9. ભારતે પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપમાં સાતમી જીત નોંધાવી આ જીત સાથે ભારતે મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને સાતમી વખત હરાવ્યું છે. આ ટુર્નામેન્ટમાં કોઈ એક ટીમ સામે સંયુક્ત રીતે બીજી સૌથી વધુ જીત છે. પ્રથમ સ્થાને ઓસ્ટ્રેલિયા છે. તેમણે ટુર્નામેન્ટના ઇતિહાસમાં દક્ષિણ આફ્રિકાને 8 વખત હરાવ્યું છે. ------------------------------------------------- વુમન્સ T20 વર્લ્ડ કપ સંબંધિત આ સમાચાર પણ વાંચો… ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું ભારતે વુમન્સ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું. એજબેસ્ટનમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી અને 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવ્યા. 171 રનને ચેઝ કરી રહેલી પાકિસ્તાન 17 ઓવરમાં 106 રન પર ઓલઆઉટ થઈ ગઈ. દીપ્તિ શર્માએ 10 રન આપીને 5 વિકેટ લીધી. તે પ્લેયર ઑફ ધ મેચ રહી. સંપૂર્ણ સમાચાર વાંચો…
Click here to Read more

