Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ઇંગ્લેન્ડે લોર્ડ્સમાં ન્યૂઝીલેન્ડને 115 રનથી હરાવ્યું:એટકિન્સન-રોબિન્સને મળીને 14 વિકેટ લીધી, સિરીઝમાં 1-0ની લીડ લીધી

    2 hours ago

    1

    0

    ઇંગ્લેન્ડે લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને 115 રનથી હરાવ્યું. આ સાથે ટીમે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી. બીજી ટેસ્ટ 17 જૂનથી ધ ઓવલ ખાતે રમાશે. રવિવારે ન્યૂઝીલેન્ડ 138 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ઇંગ્લેન્ડે 254 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મેચના ચોથા દિવસે ગસ એટકિન્સને બીજી ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી. તેણે પહેલી ઇનિંગ્સમાં 2 વિકેટ લીધી હતી. ઓલી રોબિન્સનને મેચમાં 7 વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યો. એટકિન્સનને 5 વિકેટ મેચના છેલ્લા દિવસે ગસ એટકિન્સને 30 રન આપીને 5 વિકેટ ઝડપી અને ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ સમેટી લીધી. રોબિન્સને 2, જોશ ટંગે 2 અને કેપ્ટન બેન સ્ટોક્સે 1 વિકેટ લીધી. મેચ માત્ર 167 ઓવરમાં સમાપ્ત થઈ ગઈ. 254 રનને ચેઝ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી. કેપ્ટન ટોમ લેથમ ખાતું ખોલ્યા વિના આઉટ થયો, જ્યારે કેન વિલિયમસન માત્ર 18 રન જ બનાવી શક્યો. રોબિન્સન અને જોશ ટંગે સતત વિકેટો લઈને ન્યૂઝીલેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું. ડેવોન કોનવેએ 91 બોલમાં 41 રન અને ગ્લેન ફિલિપ્સે અણનમ 44 રન બનાવ્યા, પરંતુ તેમને બીજા છેડેથી કોઈ સાથ મળ્યો નહીં. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 140 રન બનાવ્યા મેચની શરૂઆત ન્યૂઝીલેન્ડના ટૉસ જીતીને બોલિંગ પસંદ કરવાથી થઈ. કાઈલ જેમિસન અને નાથન સ્મિથની બોલિંગ સામે ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સ 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. હેરી બ્રુકે 71 બોલમાં 56 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. જેમિસને 62 રન આપીને 5 વિકેટ અને નાથન સ્મિથે 3 વિકેટ ઝડપી. કિવી ટીમ 113 રન જ બનાવી શકી ઈંગ્લેન્ડના બોલરોએ ન્યૂઝીલેન્ડને પહેલી ઇનિંગ્સમાં કોઈ ફાયદો લેવા દીધો નહીં. ઓલી રોબિન્સને 39 રન આપીને 5 વિકેટ લીધી. ન્યૂઝીલેન્ડે માત્ર 2 રન પર ડેવોન કોનવે, કેન વિલિયમસન અને રચિન રવીન્દ્રની વિકેટ ગુમાવી દીધી હતી. ગ્લેન ફિલિપ્સ (34) અને કાઇલ જેમિસન (અણનમ 38) એ થોડો સંઘર્ષ કર્યો, પરંતુ આખી ટીમ 113 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ઇંગ્લેન્ડને પહેલી ઇનિંગ્સના આધારે 27 રનની લીડ મળી. એમિલિયોની ફિફ્ટી બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ માટે ડેબ્યૂ કરી રહેલા એમિલિયો ગેએ 95 બોલમાં 57 રનની ઇનિંગ્સ રમી. જેમી સ્મિથે 39 અને ઓલી રોબિન્સને 29 રનનું યોગદાન આપ્યું. જોકે ટીમ 226 રન પર ઓલઆઉટ થઈ ગઈ, પરંતુ તેમણે ન્યૂઝીલેન્ડ સામે 254 રનનો ટાર્ગેટ રાખ્યો. કિવી ટીમ માટે નાથન સ્મિથે 70 રન આપીને 6 વિકેટ લીધી.
    Click here to Read more
    Prev Article
    Sensex Today Live: अमेरिका और एशिया के बाद घरेलू शेयर मार्केट भी क्रैश, सेंसेक्स 821 अंक नीचे खुला
    Next Article
    Israel-Iran War: IRGC Warns Israel of ‘Crushing and Regret-Inducing Blows’ if It Expands Lebanon Offensive

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment