અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ થતાં શેરબજારમાં તેજી, સેન્સેક્સ 1294 તો નિફ્ટી 389 પોઇન્ટ ઉછળ્યો
3 hours ago
Share Market Boom: અમેરિકા અને ઇરાન વચ્ચે 107 દિવસથી ચાલી રહેલા યુદ્ધના અંત અને ઐતિહાસિક શાંતિ સમજૂતીની જાહેરાત થતાં જ વૈશ્વિક બજારો સહિત ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીનો કરંટ જોવા મળ્યો છે. હોર્મુઝની ખાડી ફરી ખુલ્લી મૂકવાના સંકેતો વચ્ચે આજે બજાર ખૂલતાની સાથે જ રોકાણકારો ગદગદિત થઈ ગયા હતા.વૈશ્વિક મોરચે અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ વિરામ (સીઝફાયર) ના અહેવાલોની ભારતીય શેરબજાર પર સીધી અને વ્યાપક સકારાત્મક અસર જોવા મળી છે. ક્રૂડ ઓઇલના સપ્લાય માટે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી ફરીથી વ્યાપારી જહાજો માટે ખૂલવાના સમાચારથી રોકાણકારોનો સેન્ટિમેન્ટ મજબૂત થયો છે. અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે જ લાઈવ માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ દોઢ ટકાથી વધુના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા છે.
Click here to Read more


