વૈભવ સારી શરૂઆત કર્યા પછી આઉટ થયો:14 બોલમાં 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો, પ્રભસિમરન પણ ચાલ્યો નહીં; ઈન્ડિયા-Aનો સ્કોર 65/2
7 hours ago
વનડે ટ્રાય સિરીઝની ચોથી મેચ ઈન્ડિયા-A અને શ્રીલંકા-A વચ્ચે દાંબુલામાં રમાઈ રહી છે. રંગિરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં શ્રીલંકા-A ટીમે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 12 ઓવરમાં 65/2 છે. ટીમ તરફથી ઋતુરાજ ગાયકવાડ અને કેપ્ટન તિલક વર્મા ક્રિઝ પર છે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશી 14 બોલમાં 21 રન બનાવીને આઉટ થયો. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. તેને શ્રીલંકન કેપ્ટન સહાન અરાચિગેએ વાનુજા સહનના હાથે કેચ આઉટ કરાવ્યો. વૈભવ બાદ પ્રભસિમરન સિંહ 11 રન બનાવીને આઉટ થયો. વૈભવ ટ્રાઈ-સિરીઝમાં ફિફ્ટી ફટકારી નથી શક્યો વૈભવ આ ટ્રાઈ-સિરીઝમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી. તેણે શ્રીલંકા-A સામેની છેલ્લી મેચમાં 14 રન અને અફઘાનિસ્તાન સામે 22 બોલમાં 44 રન બનાવ્યા હતા.
Click here to Read more

