Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    15 વર્ષ પછી ટેબલ ટોપર બની RCB, જાણો ઇતિહાસમાં કેટલી વાર No-1 પર રહી છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

    3 weeks ago

    1

    0

    ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાનું પહેલું ટાઇટલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગયા વર્ષે જીત્યું હતું. જોકે તે સીઝનમાં પણ ટીમ ટેબલ ટોપર નહોતી, ટીમ બીજા સ્થાને રહી હતી. 15 વર્ષ પછી એવું બન્યું છે કે RCB પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર રહી. તેમણે 18 પોઈન્ટ્સ અને +0.783ના નેટ રન રેટ સાથે આ પોઝિશન પાકી કરી છે. 14 વર્ષ બાદ ફરી ટેબલ ટોપર બનવાની નજીક RCBઆ પહેલાં છેલ્લી વખત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વર્ષ 2011માં ટેબલ ટોપર બની હતી, તે વર્ષે RCB ફાઇનલ સુધી પણ પહોંચી હતી પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી. આ અગાઉ બેંગલુરુ 2009માં પણ ફાઇનલ સુધી ગઈ હતી, પરંતુ ત્યારે પણ ડેક્કન ચાર્જર્સ સામે તેનો પરાજય થયો હતો. RCB કેટલી વખત ટેબલ ટોપર બની? IPLના ઇતિહાસમાં માત્ર 2 વખત જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટેબલ ટોપર બની છે. ડેનિયલ વેટોરીની કેપ્ટનશીપમાં 2011માં અને રજત પાટીદારની કેપ્ટનશીપમાં 2026માં એવું બન્યું છે. 2016 અને 2025માં ટીમ પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને રહી હતી. 2016માં પણ ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી ગઈ હતી. 2025માં પણ ટીમ ફાઇનલમાં પહોંચી, પરંતુ આ વખતે તેમણે ટ્રોફીની લાંબી રાહનો અંત આણ્યો. પંજાબ કિંગ્સને હરાવીને ટીમે 18 વર્ષ પછી પોતાનો પહેલો IPL ખિતાબ જીત્યો હતો. વિરાટ કોહલી RCBનો ટોપ રન સ્કોરર વિરાટ કોહલી ઓરેન્જ કેપની રેસમાં પાછળ રહી ગયો છે, તે આ વર્ષે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની લિસ્ટમાં આઠમા નંબરે સરકી ગયો છે. જોકે, તે પોતાની ટીમનો ટોપ રન સ્કોરર છે, તેણે 14 ઇનિંગ્સમાં 557 રન બનાવ્યા છે. આ સીઝનમાં તેણે 1 સદી અને 4 અર્ધસદી ફટકારી છે. ભુવનેશ્વર કુમાર પાસે પર્પલ કેપ છે, જેણે 14 મેચમાં 24 વિકેટ લીધી છે. ગુજરાતના બોલર કાગીસો રબાડાની પણ 24 વિકેટ છે, પરંતુ ભુવીની ઇકોનોમી (7.71) વધુ સારી છે અને આ જ કારણે તેની પાસે પર્પલ કેપ છે.આ પણ વાંચો-IPL 2026 : ક્વોલિફાયર-1 ની બંને ટીમો પર લાગી મહોર, જાણો ક્યારે-ક્યાં રમાશે પ્લેઓફની પહેલી મેચ
    Click here to Read more
    Prev Article
    'अनगिनत अवसर कर रहे इंतजार', 51 हजार युवाओं को नियुक्ति पत्र वितरित कर बोले PM मोदी
    Next Article
    होम लोन की EMI नहीं भर पाए तो क्या बैंक तुरंत जब्त कर सकता है आपका घर? एक्सपर्ट ने बताई सच्चाई

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment