- 4400 પરમાણુ હથિયારો સાથે રશિયા પહેલા નંબરે : સિપરીનો રિપોર્ટ- ચીન 620 પરમાણુ હથિયારો સાથે દુનિયામાં ત્રીજા ક્રમે, બે વર્ષમાં 60નો ઉમેરો કર્યો : પાકિસ્તાન પાસે 170નો જથ્થો- ચીન અને પાકિસ્તાન બંને એકધારા પરમાણુ હથિયારો વધારે છે તેથી ભારતે પણ ન્યૂક્લિયર વેપન્સની સ્પર્ધામાં ઝંપલાવવું પડયું : સિપરીસ્ટોકહોમ : ધ સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (સિપરી)ના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે ભારતે એક વર્ષમાં ૧૨ નવા પરમાણુ હથિયારો બનાવ્યા છે અને એ સાથે ભારતના કુલ પરમાણુ હથિયારોની સંખ્યા ૧૯૦ થઈ ગઈ છે. દુનિયામાં હવે નવા પરમાણુ હથિયારોની સ્પર્ધા વધી છે તે બાબતે સિપરીએ ચિંતા વ્યક્ત કરી હતી. પરમાણુ હથિયારો બનાવવાની ટેકનિક વિકસાવી ચૂકેલા નવ દેશોએ સતત પરમાણુ હથિયારોની સંખ્યા વધારવા તરફ ધ્યાન આપ્યું છે.
Click here to Read more

