સોજી અને દહીં માંથી 2 પ્રકારના ટેસ્ટી Rava Appe બનાવવાની સરળ રીત, બાળકોને જરૂર ભાવશે
3 weeks ago
Instant Rava Appe Recipe In Gujarati : જો તમે દરરોજ પૌઆ, પરાઠા અથવા બ્રેડ ખાઈને કંટાળી ગયા છો, તો સોજી માંથી બનેલા ઇન્સ્ટન્ટ રવા અપ્પે તમારા માટે એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે. રવા અપ્પે પચવામાં હળવા, બહારથી હળવા ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે. ખાસ વાત એ છે કે તેને બનાવવામાં વધુ સમય લાગતો નથી અને ઓછા તેલમાં પણ સરળતાથી બની જાય છે. સવારના વ્યસ્ત સમયમાં લોકો એવા નાસ્તાના વિકલ્પ શોધ છે જે ઝડપી બની જાય અને પેટ પણ ભરાય છે. આવી સ્થિતિમાં, રવા અપ્પે એક ટેસ્ટી અને હેલ્ધી વાનગી બની શકે છે. તમે તમારી પસંદગીના શાકભાજી અને મસાલા ઉમેરીને પણ બનાવી શકો છો. અહીં અમે તમને ઇન્સ્ટન્ટ રવા અપ્પેની 2 સરળ અને સ્વાદિષ્ટ રેસીપી જણાવી રહ્યા છીએ, જે તમારે ઘરે જરૂર ટ્રાય કરવી જોઇએ. ઇન્સ્ટન્ટ વેજિટેબલ રવા અપ્પે : Instant Vegetable Rava Appe Recipe ઇન્સ્ટન્ટ વેજિટેબલ રવા અપ્પે બનાવવા માટે સામગ્રી 1 કપ સોજી 1/2 કપ દહીં થોડું પાણી 1 નાનું ડુંગળી 1 ગાજર ઝીણેલું 1 બારી કાપેલું કેપ્સિકમ 1 નાનું સમારેલું લીલા મરચું ઝીણી સમારેલી લીલી કોથમીર 1 ચમચી રાઇ 1 ચમચી બેકિંગ સોડા અથવા ઇનો તેલ જરૂરિયાત મુજબ મીઠું સ્વાદ અનુસાર Instant Vegetable Rava Appe Recipe : રવા અપ્પે બનાવવાની સરળ રીત એક બાઉલમાં સોજી, દહીં અને થોડું પાણી મિક્સ કરીને સહેજ ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. બાઉલને 10-15 મિનિટ સુધી ઢાંકીને રાખો, જેથી સોજી સારી રીતે ફુલી જશે. હવે તેમાં ડુંગળી, ગાજર, કેપ્સિકમ, લીલા મરચાં અને મીઠું ઉમેરો. છેલ્લે તેમા બેકિંગ સોડા કે ઇનો ઉમેરો અને એક જ દિશામાં ખીરાનો ફેંટી લો. અપ્પે પેનમાં થોડુંલ તેલ લગાવી, જેથી અપ્પે સરળતાથી નીકળી જશે. હવે ગેસ પર અપ્પે પેન સહેજ ગરમ કરો. પછી અપ્પે પેનના દરેક મોડલમાં ખીરું રેડો, અપ્પેને ધીમા તાપે શેકો. ધીમા તાપ પર બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી અપ્પે શેકો. અપ્પે શેકાય જાય પછી તેને પેન માંથી કાઢી લો. ગરમા ગરમ અપ્પે નારિયેળની ચટણી, લીલી ચટણી અને ટામેટાના સોશ સાથે સર્વ કરો. એક વાતનું ધ્યાન રાખો અપ્પેનું ખીરું બહુ પાતળું ન રાખો. ઇનો ઉમેર્યા પછી ખીરાને લાંબા સમય સુધી રાખશો નહીં ઉંચા તાપે અપ્પે બહારથી બળી શકે છે અને અંદરથી કાચા રહી શકે છે. ચીઝ કોર્ન રવા અપ્પે : Cheese Corn Rava Appe Recipe ચીઝ કોર્ન રવા અપ્પે બનાવવા માટે સામગ્રી 1 કપ સોજી 1/2 કપ દહીં બાફેલી મકાઈ થોડું છીણેલું ચીઝ 1 નાનું ડુંગળી કાળા મરી પાઉડર લીલી કોથમીર કોથમીર બેકિંગ સોડા અથવા ઇનો તેલ જરૂરિયાત મુજબ મીઠું સ્વાદ અનુસાર આ પણ વાંચો | દહીં માંથી બનાવો 3 પ્રકારની સેન્ડવિચ, મનપસંદ શાકભાજી ઉમેરી પૌષ્ટિક બનાવો ચીઝ કોર્ન રવા અપ્પે બનાવવાની રીત : Cheese Corn Rava Appe Recipe એક તપેલીમાં સોજી અને દહીં ઉમેરીને ખીરું તૈયાર કરો. ખીરાને 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો, જેથી સોજી ફુલશે. હવે તેમાં મકાઈ, ડુંગળી, મીઠું, કાળા મરી અને લીલી કોથમીર ઉમેરો. છેલ્લે તેમા થોડું ચીઝ અને ઇનો ઉમેરો. જો ખીરું બહુ ઘટ્ટ હોય તો તેમા સહેજ પાણી ઉમેરીને પાતળું કરો ગેસ પર અપ્પે પેન ગરમ કરો, તેમા થોડુંક તેલ લગાવી તેને ગ્રીસ કરો હવે અપ્પે પેનના દરેક મોલ્ડમાં ખીરું રેડો અને તેને ઢાંકણ વડે ઢાંકી દો. અપ્પે 7 થી 10 મિનિટ સુધી શેકાવા દો. અપ્પે એક બાજુ સહેજ ગોલ્ડન બ્રાઉન થાય પછી બીજી બાજુ શેકો. અપ્પે ધીમા તાપે શેકવા, નહીંત્તર બળી જશે. જો તમે ઇચ્છે તો બાળકો માટે તેમાં હળવા પિઝા સીઝનિંગ પણ ઉમેરી શકો છો. ચીઝ કોર્ન રવા અપ્પે નાળિયેરની ચટણી, ટામેટાની ચટણી અથવા લીલી ચટણી સાથે પીરસો.
Click here to Read more

