બે ડઝન સ્ટાર્સ છતાં ઉદય-મજનુ વગરની 'વેલકમ 3'નું ટ્રેલર રિલીઝ!:ઇન્ડિયાની પહેલી 2000 કરોડની ફેક ફિલ્મ, 4 મિનિટમાં 'હેરાફેરી'ની ત્રિપુટીએ ધમાલ મચાવી
2 hours ago
બોલિવૂડની સૌથી લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઈઝી 'વેલકમ'ની ત્રીજી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. YRF સ્ટુડિયો ખાતે યોજાયેલા એક ભવ્ય ઇવેન્ટમાં ફિલ્મની સ્ટાર કાસ્ટની હાજરી વચ્ચે આ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર આ ટ્રેલર દર્શકોને નોન-સ્ટોપ મનોરંજન પૂરું પાડશે. અનોખી વાર્તા અને 'ફેક ફિલ્મ'નું કનેક્શન આશરે 4 મિનિટ અને 10 સેકન્ડ લાંબા આ ટ્રેલરની શરૂઆત એક ફની વાક્યથી થાય છે, જેમાં લખ્યું છે - "ઇન્ડિયાની પહેલી 2000 કરોડની ફેક ફિલ્મ". ટ્રેલરની ઝલક પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વાર્તા આર્મીના બેકગ્રાઉન્ડ પર એક નકલી ફિલ્મ બનાવવાના વિષય અને તેની આસપાસ રચાતા તિકડમ પર આધારિત છે. ફિલ્મનું ડિરેક્શન અહેમદ ખાન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં બે ડઝન સ્ટાર્સ પણ ઉદય-મજનુની ગેરહાજરી આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત અક્ષય કુમાર-સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની જોડી. ટ્રેલરના સીન દર્શકોને તેની આઇકોનિક ફિલ્મ 'હેરા ફેરી'ના દિવસોની યાદ અપાવે છે. ટ્રેલરમાં રવિના ટંડન, દિશા પટણી, જેક્લીન ફર્નાન્ડીઝ, લારા દત્તા, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, દલેર મહેંદી, આફતાબ શિવદાસાની, કૃષ્ણ અભિષેક, કીકુ શારદા, ફરીદા જલાલ, મુકેશ તિવારી, યશપાલ શર્મા, ઝાકિર હુસૈન, કિરણ કુમાર, વિંદુ દારા સિંહ, જોની લીવર, રાજપાલ યાદવ, પરેશ રાવલ, જેકી શ્રોફ, અરશદ વારસી, સુનીલ શેટ્ટી અને અક્ષય કુમારનો એક ગીતના સિક્વન્સ દ્વારા પરિચય કરાવવામાં આવ્યો છે. તેની સાથે એક ગોરિલાનો પણ ઉલ્લેખ છે. ટ્રેલરમાં કુલ 24 કલાકારો દેખાય છે, જેમાં પાંચ હીરોઈન ગ્લેમર વધારશે. જેકી શ્રોફ વિલનની ભૂમિકામાં દેખાશે. જોકે, બે ડઝન કલાકાર વચ્ચે પણ 'વેલકમ'નો પ્રાણ એટલે કે ઉદય-મજનુની જોડી ટ્રેલરમાં કયા જોવા મળી નથી. આ સિવાય ફિલ્મનું ફેમસ પાત્ર બલ્લુ પણ જોવા મળશે નહીં. મજેદાર ડાયલોગ્સ ટ્રેલર રમુજી પંચલાઈનોથી ભરેલું છે. તેમાંથી કેટલાક પર એક નજર કરીએ: મેરેકો નહીં કરના એક્શન… પહેલે ટોપ હીરો થા અબ ફ્લોપ હીરો હૈ. મેં કિસ લિએ ફિલ્મ મેં હું…'ગ્લેમર'….સચ બોલ દિયા યાર. પહેલે ફિલ્મ મેં હીરોઈન હોતીથી અબ હીરોઈન કી મા. અક્ષય કુમારને જેકી શ્રોફ- તેરી શકલ કહીં દેખી હૈં. સુનીલ શેટ્ટી- આપ ફ્લોપ ફિલ્મે દેખતે હૈં. 20 સાલોં સે કહા થે તુમ….અપને ઘર પેં. ટ્રેલર ખત્મ પૈસા હજમ. સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયા ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર યુઝર્સ તરફથી શાનદાર પ્રતિભાવો મળી રહ્યા છે અને ઘણા લોકો આ ફિલ્મને એડવાન્સમાં જ 'બ્લોકબસ્ટર' ગણાવી રહ્યા છે. ખાસ કરીને અક્ષય કુમારને ફરી એકવાર પ્યોર કોમેડી ઝોનમાં પાછા ફરેલા જોઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે- ‘ખૂબ જ રમુજી ટ્રેલર છે, હસતાં હસતાં પેટમાં દુખવા લાગ્યું." જ્યારે અન્ય એક ચાહકે લખ્યું, ‘અક્ષય કુમાર કોમેડીના કિંગ છે, હવે 26 જૂનની રાહ જોવી મુશ્કેલ છે.’ તો કેટલાક યુઝર્સ ટ્રેલરમાં ઉદય-મજનુની ગેરહાજરી સહન ન કરી શકયા ને અમૂક યુઝર્સે કોમેન્ટ કરી કે- 'તીસ માર ખાન’ની સ્ટોરી કોપી-પેસ્ટ કરી છે, તો હાલ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ક્યારે રિલીઝ થશે ફિલ્મ? મનોરંજનથી ભરપૂર આ મલ્ટિસ્ટારર ફિલ્મ મહિનાના અંતમાં, એટલે કે 26 જૂન, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
Click here to Read more
