Turkey Israel Tension: ભારતના મિત્ર દેશોને ધમકાવી રહ્યો છે પાકિસ્તાનનો યાર તુર્કીયે
4 hours from now
પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર (Eastern Mediterranean)માં વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે તુર્કીયેના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ એર્દોગને ભારતના મિત્ર દેશો એવા ઇઝરાયેલ, ગ્રીસ અને સાયપ્રસને ખુલ્લી અને કડક ચેતવણી આપી છે. એર્દોગને સોશિયલ મીડિયા પર શ્રેણીબદ્ધ પોસ્ટ કરીને જણાવ્યું છે કે, આ વિસ્તારમાં ખાસ કરીને સાયપ્રસ દ્વીપની આસપાસ સંઘર્ષની આગ ભડકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો તુર્કીયે અથવા તુર્કીયે-સાયપ્રસના લોકોના હિતો અને અધિકારોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થશે, તો તેનો અત્યંત આકરો અને કડક જવાબ આપવામાં આવશે.ઇઝરાયેલ-ગ્રીસ-સાયપ્રસ ગઠબંધનથી તુર્કીયે નારાજતુર્કીયેના આ ગુસ્સા પાછળ ઇઝરાયેલ, ગ્રીસ અને સાયપ્રસ વચ્ચે બની રહેલું નવું સૈન્ય અને ઉર્જા ગઠબંધન જવાબદાર માનવામાં આવી રહ્યું છે. તુર્કીયેનો આરોપ છે કે આ ત્રણેય દેશો ભેગા મળીને આ વિસ્તારમાં તેનો પ્રભાવ ઘટાડવા અને તેને ઘેરવા માટે વ્યુહાત્મક રણનીતિ બનાવી રહ્યા છે. પોતાની પાર્ટીના સાંસદોને સંબોધિત કરતા એર્દોગને આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, "કેટલાક નાના જૂથો ઇઝરાયેલના સ્વાર્થ માટે આખા ક્ષેત્રમાં અસ્થિરતા પેદા કરી રહ્યા છે. આ દેશો માત્ર હવામાં કિલ્લા બનાવી રહ્યા છે અને તેમણે આવા જોખમી પગલાં ભરવાથી બચવું જોઈએ."ઇઝરાયેલને આપી સીધી ચેતવણીતુર્કીયેના રાષ્ટ્રપતિએ વૈશ્વિક સમુદાય પર પણ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળતી શાંતિના કારણે જ ઇઝરાયેલની હિંમત વધી રહી છે અને તેની નીતિઓ સમગ્ર ક્ષેત્રની શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે મોટો ખતરો બની ગઈ છે. ઇઝરાયેલને આંતરરાષ્ટ્રીય કાયદાના દાયરામાં લાવવું એ હવે માત્ર અમુક દેશોનો નહીં, પરંતુ સમગ્ર માનવતાનો વિષય બની ગયો છે.નવા સૈન્ય જોડાણથી વધી ચિંતાવાસ્તવમાં, ઇઝરાયેલે ગ્રીસ અને સાયપ્રસ સાથે મળીને પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં આશરે 2,500 સૈનિકોની એક સંયુક્ત રેપિડ-રેસ્પોન્સ સૈન્ય ટાસ્ક ફોર્સ બનાવવાનો કરાર કર્યો છે. આ કરાર હેઠળ ઇઝરાયેલી વાયુસેના અને નૌસેના ગ્રીસ તેમજ સાયપ્રસના સૈન્ય મથકોનો ઉપયોગ કરી રહી છે. તુર્કીયે આ હિલચાલને પોતાની દરિયાઈ સીમાઓ અને ઉત્તરી સાયપ્રસની ઘેરાબંધી તરીકે જોઈ રહ્યું છે. આ ઉપરાંત લેબેનાન અને સીરિયામાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીથી પણ તુર્કીયે ચિંતિત છે. એર્દોગને સ્પષ્ટ કર્યું છે કે જો પરિસ્થિતિ વધુ વણસશે તો તેની સીધી અસર તુર્કીયેની રાષ્ટ્રીય સુરક્ષા પર પડશે.આ પણ વાંચો: Child Rights: બેરોજગારીનું બહાનું કાઢી પિતા બાળકોને ભરણપોષણ આપવાથી બચી શકે નહીં, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
Click here to Read more