Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Super el Nino 2026: શું વિશ્વ પર ત્રાટકશે 'ગોડઝિલા અલ નીનો'? જાણો હવામાનશાસ્ત્રીઓની ચેતવણી

    4 hours from now

    1

    0

    ભારતમાં કેરલમમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. જયારે ઉત્તરીય ભાગમાં કેટલાક સ્થાનો પર ભૂસ્ખલ અને મધ્યમાં ગરમીનો કહેર છે. દેશમાં જુદા-જુદા સ્થાનો પર હવામાનમાં મોટો બદલાવ થઈ રહ્યો છે. દરમિયાન તાજેતરના મહિનાઓમાં વૈશ્વિક હવામાનમાં 'અલ નીનો' (El Nino) ની અસરોને લઈને ભારે ચર્ચા જાગી છે. કેટલાક હવામાન નિષ્ણાતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે વર્ષ 2026માં એક અત્યંત શક્તિશાળી 'સુપર અલ નીનો' આવી શકે છે, જેને વૈજ્ઞાનિક પરિભાષામાં 'ગોડઝિલા અલ નીનો' તરીકે પણ ઓળખવામાં આવે છે.'અલ નીનો', હવામાનશાસ્ત્રીઓની સાવધ રહેવાની સલાહ 'ગોડઝિલા અલ નીનો'ને લઈને  મોટાભાગના હવામાનશાસ્ત્રીઓ અત્યારથી કોઈ ચોક્કસ દાવો કરવાનું ટાળી રહ્યા છે, પરંતુ સાવચેત રહેવાની સલાહ ચોક્કસ આપી રહ્યા છે. હવામાનશાસ્ત્રીઓનો એક મોટો વર્ગ લોકોને સોશિયલ મીડિયા કે અફવાઓ આધારિત સનસનાટીભર્યા દાવાઓથી દૂર રહેવાની ચેતવણી આપી રહ્યો છે. તેમના મતે, 2026-27 માં સુપર અલ નીનો આવશે જ, તેવું અત્યારથી સચોટ રીતે કહેવું ઉતાવળ ગણાશે. આ અંગેનો ચોક્કસ ખ્યાલ આગામી થોડા મહિનાઓમાં મળનારા સેટેલાઇટ અને સમુદ્રી ડેટાના આધારે જ આવશે.પ્રશાંત મહાસાગરના વાતાવરણને લઈને વૈજ્ઞાનિકો ચિંતિતહાલમાં પ્રશાંત મહાસાગરનું પાણી અસામાન્ય રીતે ઝડપથી ગરમ થઈ રહ્યું છે અને પવનો નબળા પડી રહ્યા છે. આ સંકેતો દર્શાવે છે કે વર્ષના અંત સુધીમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 2°C કે તેથી વધુ વધી જાય, ત્યારે તેને 'સુપર અલ નીનો' કહેવામાં આવે છે. આ એક અત્યંત દુર્લભ ઘટના છે. છેલ્લા એક સદીના ઇતિહાસમાં આવી ઘટના માત્ર 3 વાર જ નોંધાઈ છે. પ્રથમ ઘટના વર્ષ 1982-83બીજી ઘટના વર્ષ 1997-98ત્રીજી ઘટના વર્ષ 2015-16શું છે અલ નીનો ?અલ નીનો એ પેસિફિક (પ્રશાંત) મહાસાગરમાં સર્જાતી એક જટિલ હવામાન ઘટના છે. સામાન્ય રીતે પ્રશાંત મહાસાગરમાં પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાતા પવનો નબળા પડે છે. ભારત સહિત મલેશિયા અને ઇન્ડોનેશિયા તરફથી આવતા પવનોની ગતિ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.પશ્ચિમ પ્રશાંત મહાસાગરનું ગરમ પાણી મધ્ય અને પૂર્વીય પ્રશાંત તરફ પાછું વહેવા લાગે છે. આ ભૌગોલિક ફેરફારને કારણે વિશ્વના ઘણા દેશોમાં સરેરાશ તાપમાનમાં અસાધારણ વધારો થાય છે અને ચોમાસાની પેટર્ન ખોરવાય છે. સુપર અલ નીનોની આશંકા ચોક્કસ છે, પરંતુ વૈજ્ઞાનિકો હજુ કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યા નથી. હવામાનશાસ્ત્રી અને વૈજ્ઞાનિકોએ લોકોને અફવાથી દૂર રહેવા અપલી કરી.આ પણ વાંચો : US Iran War:અમેરિકાએ ઈરાન પર દાગી શક્તિશાળી ‘ટોમહોક’ મિસાઈલો,લશ્કરી છાવણીઓનો વિનાશ
    Click here to Read more
    Prev Article
    Didi Will Have To Choose Me Or Abhishek: Mamata Loyalist Kalyan Banerjee's Final Warning
    Next Article
    IPS Story: कौन हैं आईपीएस रीति राज, जिसने किया पब में चल रहे रैकेट का पर्दाफाश?

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment