રિયલમી P4R 5G ફોન લોન્ચ, 3 દિવસ સુધી બેટરી ચાલશે, AI ફીચર અને વેપર ચેમ્બર કુલિંગ સિસ્ટમથી સજ્જ
4 hours from now
Realme P4R 5G Launch In India : રિયલમી કંપનીએ ભારતનો તેનો લેટેસ્ટ મિડ રેન્જ સ્માર્ટફોન Realme P4R 5G લોન્ચ કર્યો છે. રિયલમી પી4આર 5જી ફોનની સૌથી મોટી ખાસિયત 8000mAh કેપેસીટની ટાઇટન બેટરી અને 5300mm² AirFlow વેપર ચેમ્બર (VC) કૂલિંગ સિસ્ટમ છે. 17000 રૂપિયાથી ઓછા બજેટમાં થર્મલ મેનેજમેન્ટ અને ઘણા AI ફીચર્સ સાથે ઉપલબ્ધ શાનદાર સ્માર્ટફોન છે. જાણો કિંમત થી લઇ તમામ ફીચર્સ Realme P4R 5G કિંમત કિંમતની વાત કરીયે તો રિયલમી P4R 5G ફોનમાં 4GB + 128GB વેરિયન્ટ ₹ 16,999 માં ખરીદી શકાય છે. તો 6GB + 128GB મોડલની કિંમત ₹ 18,999 અને 6GB + 256GB મોડલની કિંમત ₹ 20,999 છે. આ ફોનની રેગ્યુલર કિંમત અનુક્રમે ₹ 18,999, ₹ 20,999 અને ₹ 22,999 છે. આ ફોન ફ્લિપકાર્ટ અને રિયલમી કંપનીની સત્તાવાર વેબસાઇટ પર છે ઉપલબ્ધ છે. Realme P4R 5G સ્પેસિફિકેશન સ્પેસિફિકેશનની વાત કરીયે તો Realme P4R 5G ફોનમાં 6.8 ઇંચની સનલાઇટ ડિસ્પ્લે છે, જે 144Hz રિફ્રેશ રેટ અને 1200 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. ઓડિયો માટે ફોનમાં સુપર લીનિયર સ્પીકર છે, જે 400% અલ્ટ્રા વોલ્યૂમ મોડ સપોર્ટ કરે છે. અન્ય ખાસિયતની વાત કરીયે તો આ ફોન રિયલમીના ArmorShell કન્સ્ટ્રક્શનથી બનેલું છે, જેને MIL-STD-810H મિલિટ્રી ગ્રેડ શોક રેઝિસ્ટન્ટ સર્ટિફિકેટ મળ્યું છે. આ ફોનને વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP65 રેટિંગ મળ્યું છે. Realme P4R 5G પાવરફુલ પ્રોસેસર અને કૂલિંગ સિસ્ટમ રિયલમી P4R 5G ફોનને પાવર આપવા માટે તેમા મીડિયાટેક Dimensity 6300 પ્રોસેર આવે છે. સાથે જ ફોનમાં realme UI 7.0 મળે છે. આ ફોનને બે વર્ષ સિસ્ટમ અપડેટ અને 3 વર્ષ સિક્યોરિટી પેચ મળશે. ફોન હીટ ન થાય તેની માટે ડિવાઇસમાં 5300mm² AirFlow વેપર ચેમ્બર (VC) કૂલિંગ સિસ્ટમ અને વન ટેપ કૂલિંગ ફીચર્સ આપ્યું છે. From the Segment's Biggest 8000mAh Battery to blazing-fast 45W Charging, realme P4R 5G is built to go the distance.Starting from ₹16,999*.Sale starts 17th June, 12 PM. *T&Cs apply pic.twitter.com/xE0eeWiYL2 — realme (@realmeIndia) June 10, 2026 Realme P4R 5G બેટરી રિયલમી P4R 5G ફોનની સૌથી મોટી ખાસિયત તેની 8000mAh કેપેસીટની ટાઇટન બેટરી (8000mAh Titan Battery) છે. આ બેટરી એક વખત ચાર્જ કર્યા બાદ ફોન 3 દિવસ ચાલી શકે છે. આટલી મોટી બેટરી હોવા છતાં ફોનની જાડાઇ માત્ર 8.8mm છે. આ ફોન Bypass ચાર્જિંગ સપોર્ટ કરે છે, જે મોબાઇલ ગેમ રમવા જેવા હેવી ટાસ્ક દરમિયાન સીધું મધરબોર્ડને પાવર આપે છે, જેનાથી બેટરી ચાર્જિંગ પ્રોસેસ બાયપાસ થાય છે અને ફોન હિટ થવાથી બચાવે છે. આ પણ વાંચો | OnePlus ના 2 ધાકડ ફોન લોન્ચ, 8000mAh બેટરી અને વોટરપ્રુફ બોડી Realme P4R 5G કેમેરા ફોટોગ્રાફી માટે રિયલમી P4R 5G ફોનમાં F1.8 અપર્ચર વાળો 50MP નો પ્રાયમરી રિયર કેમેરો આપ્યો છે. તો સેલ્ફી અને વીડિયો કોલ માટે 8MPનો ફ્રન્ટ કેમેરો છે. સૌથી ખાસ વાત એ છે કે, ફ્રન્ટ અને રિયર બંને કેમેરા નાના મૂવિંગ ક્લિપ્સ કેપ્ચર કરવા માટે મોશન ફોટો ફંક્શનાલિટી સપોર્ટ કરે છે.
Click here to Read more

