Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    હોર્મુઝમાં અમેરિકી હુમલામાં 3 ભારતીયોના મોત:ઓઈલ ટેન્કર પર તૈનાત હતા; અમેરિકાએ આજે ઈરાન પર 49 ટોમહોક મિસાઈલથી હુમલા કર્યા

    14 hours ago

    1

    0

    હોર્મુઝ સ્ટ્રેટ નજીક બુધવારે ઓઈલ ટેન્કર ‘MT સેત્તેબેલ્લો’ પર થયેલા અમેરિકી હુમલામાં 3 ભારતીયોના મોત થયા છે. તેની પુષ્ટિ કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કરી. તેમણે કહ્યું કે અત્યાર સુધી બે મૃતદેહો મળી આવ્યા છે. આ પહેલા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે જહાજ પર સવાર 24 ભારતીયોમાંથી 21ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 3 ભારતીયો ગુમ હતા. આ દરમિયાન અમેરિકા અને ઈરાનમાં સતત બીજા દિવસે ગુરુવારે પણ હુમલા ચાલુ છે. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકી સેનાએ ઈરાન પર 49 ટોમહોક મિસાઈલ અને લડાકુ વિમાનોથી પણ હુમલા કર્યા. ઈરાની મીડિયા અનુસાર કેશ્મ દ્વીપ, બંદર અબ્બાસ, મીનાબ અને સીરિકમાં ધડાકાના અવાજો સંભળાયા છે. તેના જવાબમાં ઈરાને કુવૈત અને બહેરીનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો છે. જોકે, કોઈ નુકસાનની જાણકારી મળી નથી. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. જોર્ડને કહ્યું- 5 ઈરાની મિસાઈલો હવામાં તોડી પાડી: જોર્ડનની સેનાએ દાવો કર્યો કે ઈરાનથી છોડવામાં આવેલી 5 મિસાઈલોને ઇન્ટરસેપ્ટ કરીને નષ્ટ કરી દેવામાં આવી. કોઈ નુકસાનની જાણ નથી. 2. ઈરાનનો દાવો- અમેરિકી MQ-9 રીપર ડ્રોન તોડી પાડ્યું: તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર દક્ષિણ ઈરાનના જામ વિસ્તારમાં અમેરિકી MQ-9 ડ્રોનને તોડી પાડવામાં આવ્યું. અમેરિકા તરફથી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 3. હોર્મુઝ નજીક ટેન્કર પર અમેરિકી હુમલો: ઓમાનના દરિયાકિનારે એક ઓઇલ ટેન્કર પર અમેરિકી હુમલા બાદ આગ લાગી ગઈ. જહાજ પર 24 ભારતીય સહિત 28 ક્રૂ મેમ્બર સવાર હતા. એક વ્યક્તિનું મોત થયું, જ્યારે કેટલાક ક્રૂ મેમ્બર ગુમ હોવાનું જણાવાયું. 4. રશિયાએ અમેરિકા-ઈરાનને હુમલા રોકવા અપીલ કરી: મોસ્કોએ બંને દેશોને સંયમ રાખવા અને સૈન્ય કાર્યવાહી બંધ કરીને રાજદ્વારી માર્ગ અપનાવવા જણાવ્યું. 5. કતારનું પ્રતિનિધિમંડળ તેહરાન પહોંચ્યું: કતારે પ્રાદેશિક તણાવ ઘટાડવા અને અમેરિકા-ઈરાન સંઘર્ષ પર વાતચીત કરવા માટે પોતાનું પ્રતિનિધિમંડળ ઈરાન મોકલ્યું છે. યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read more
    Prev Article
    Governor: Madhoo opens up about sharing screen space with Manoj Bajpayee
    Next Article
    ભારતના 1991ના આર્થિક સંકટની અજાણી કહાની:મનોજ બાજપેયીની 'ગવર્નર' આવતીકાલે રિલીઝ થશે, માત્ર ₹50ની ટિકિટની ખાસ ઓફર

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment