Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત:અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું; ડેબ્યૂટન્ટ માનવ સુથારે મેચમાં 7 વિકેટ ઝડપી

    7 hours ago

    1

    0

    ટીમ ઈન્ડિયાએ ન્યૂ ચંદીગઢ ટેસ્ટમાં અફઘાનિસ્તાનને ફોલોઓન રમવા માટે મજબૂર કરી દીધું છે. બીજી ઇનિંગ્સમાં અફઘાન ટીમનો સ્કોર 112/9 છે. ટીમ તરફથી ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ ક્રિઝ પર છે. વોશિંગ્ટન સુંદરે અઝમતુલ્લાહ ઉમરઝઈ (4 રન)ને કુલદીપ યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો. માનવ સુથારે અફસર ઝઝઈ (8 રન)ને LBW આઉટ કર્યો. ટી-બ્રેક પહેલાં, સુંદરે ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજને એક-એક સફળતા મળી. આ પહેલા ભારતે પોતાની પહેલી ઇનિંગ્સ 564/8 પર ડિક્લેર કરી હતી. અફઘાનિસ્તાન પહેલી ઇનિંગમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ મેચના ત્રીજા દિવસે લંચ બ્રેક પહેલાં અફઘાનિસ્તાન પહેલી ઇનિંગ્સમાં 152 રન પર ઓલઆઉટ થઈ ગયું. આ રીતે ટીમ ઈન્ડિયાને પહેલી ઇનિંગ્સમાં 412 રનની લીડ મળી. ડેબ્યૂ મેચ રમી રહેલા માનવ સુથારે 6 વિકેટ ઝડપી. પ્રસિદ્ધ ક્રિષ્નાને 3 વિકેટ મળી. ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગ્સ 564/8ના સ્કોર પર ડિક્લેર કરી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. અફઘાનિસ્તાન (AFG): સેદીકુલ્લાહ અટલ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, અબ્દુલ મલિક, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અફસાર ઝાઝાઈ (વિકેટકીપર), અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, નાંગેલિયા ખરોટે, ઝિયાઉર રહેમાન શરીફી અને મોહમ્મદ સલીમ સફી.
    Click here to Read more
    Prev Article
    Kal Ka Rashifal: 9 जून को मेष राशि से लेकर मीन का दिन कैसा रहेगा, पढ़ें राशिफल
    Next Article
    India storm Afghanistan out of Mullanpur, register massive innings and 300-run victory in only Test

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment