ભારતીય ક્રિકેટરે ફક્ત 33 વર્ષની ઉંમરે જાહેર કરી નિવૃત્તિ, 10 હજારથી વધારે રન, આઈપીએલમાં RCB નો રહ્યો છે ભાગ
1 day ago
K S Bharat Retirement : ભારતીય ક્રિકેટ ટીમ 6 જૂનને શનિવારથી અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમવાનું છે. તે પહેલા હવે ટીમ ઈન્ડિયાના એક સ્ટાર ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 100થી વધુ ફર્સ્ટ ક્લાસ મેચનો અનુભવ ધરાવતા આરસીબીના પૂર્વ ખેલાડી શ્રીકર ભરત (કેએસ ભરત)એ ગુરુવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. કેએસ ભરત ભારત તરફથી અંતિમ ટેસ્ટ ફેબ્રુઆરી 2024માં ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો. તેનું ડેબ્યૂ 2023માં થયું હતું. હવે માત્ર 33 વર્ષની ઉંમરે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આટલી નાની ઉંમરે નિવૃત્તિની જાહેરાત પણ ઘણા સવાલો ઉભા કરે છે. શ્રીકર ભરત આઈપીએલ 2021માં આરસીબી માટે 8 મેચ રમ્યો હતો. 2022માં તે દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો અને માત્ર બે મેચ રમ્યો હતો. ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી રહ્યું નથી કેએસ ભરત 2024 પછી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. તે ભારત માટે 7 ટેસ્ટ મેચ રમ્યો અને 12 ઇનિંગ્સમાં 221 રન બનાવ્યા હતા. તેના નામે ટેસ્ટમાં 19 શિકાર છે. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને તેણે પોતાના આઈપીએલ કેપ્ટન (વિરાટ કોહલી), ભારતીય કેપ્ટન (રોહિત શર્મા) અને કોચ રાહુલ દ્રવિડનો આભાર માન્યો હતો. KS Bharat, Team India wicketkeeper-batsman who played 9 Test matches for India, announced his retirement from cricket today. In his retirement post, he gave special credit to Rohit Sharma and expressed his gratitude for making his Test debut under his captaincy.Congratulations… pic.twitter.com/RPSALgVCyb — 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 4, 2026 ભારત વિ અફઘાનિસ્તાન : રોહિત શર્માનું વન-ડે શ્રેણીમાં રમવા પર સસ્પેન્સ, ટીમ ઇન્ડિયાને એક જ દિવસમાં બે ઝટકા કેએલ ભરત કુલ 113 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો ઓસ્ટ્રેલિયા સામેની 2023ની ડબલ્યુટીસી ફાઈનલમાં ભારતીય ટીમનો ભાગ રહેલા ભરતે કુલ 113 ફર્સ્ટ ક્લાસ મેચ, 83 લિસ્ટ એ મેચ અને 91 ટી20 મુકાબલા રમ્યો છે. ભારતીય વિકેટકિપર બેટ્સમેને ફર્સ્ટ ક્લાસમાં 6102, લિસ્ટ એમાં 2692 અને ટી20 મેચમાં 1812 રન ફટકાર્યા હતા. તેના નામે કુલ 10,000થી વધુ રન છે. તેણે કારકિર્દીમાં તમામ ફોર્મેટમાં કુલ 620 શિકાર વિકેટ પાછળ ઝડપ્યા હતા.
Click here to Read more

