'પેદ્દી'ની સફળતા માટે જાહ્નવી કપૂરની માનતા... 3550 સીડીઓ ચઢીને પહોંચી તિરુપતિ
2 days ago
Janhvi Kapoor at Tirupati Balaji: બોલિવૂડ અને સાઉથ સિનેમા પણ હવે નામના મેળવી રહેલી અભિનેત્રી જાહ્નવી કપૂર અને ગ્લોબલ સ્ટાર રામચરણ અભિનિત મોસ્ટ અવેટેડ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘પેદ્દી’ વૈશ્વિક સ્તરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ મોટી ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવા અને આશીર્વાદ લેવા જાહ્નવી કપૂર આંધ્ર પ્રદેશના વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરે પહોંચી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર તેના અનેક વીડિયો અને ફોટોઝ જોરદાર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેની ભક્તિ જોઈને ચાહકો તેની વાહવાહી કરી રહ્યાં છે.VIP કલ્ચર છોડી સામાન્ય ભક્તોની જેમ ખુલ્લા પગે 3,550 સીડીઓ ચડીસામાન્ય રીતે સેલિબ્રિટીઝ ભગવાનના દર્શન માટે VIP માર્ગ કે ખાસ સુવિધાઓ પસંદ કરતા હોય છે, પરંતુ જાહ્નવી કપૂરે તિરુપતિ બાલાજી પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા દર્શાવતા પદયાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો.
Click here to Read more

