Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ગૂગલે ગુરુગ્રામમાં 6.17 લાખ સ્ક્વેર-ફીટ ઓફિસ સ્પેસ ખરીદી:કંપની 5 વર્ષમાં ₹671 કરોડ ચૂકવશે, દેશમાં કોમર્શિયલ પ્રોપર્ટીની માંગ વધી

    3 hours ago

    1

    0

    ગૂગલ ઇન્ડિયાએ ગુરુગ્રામના 'એટ્રિયમ પ્લેસ'માં લગભગ 6.17 લાખ સ્ક્વેર ફીટ ઓફિસ સ્પેસ લીઝ પર લીધી છે. પ્રોપસ્ટેકના ટ્રાન્ઝેક્શન ડોક્યુમેન્ટ્સ અનુસાર, ગૂગલ આ જગ્યા માટે આગામી 5 વર્ષમાં કુલ 671 કરોડ રૂપિયાનું ભાડું ચૂકવશે. આ નવી લીઝ ડીલ એવા સમયે થઈ છે જ્યારે દેશના ગ્રેડ A કોમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગમાં ભારે તેજી જોવા મળી રહી છે. દર મહિને ₹10.55 કરોડ ભાડું, ₹63.65 કરોડ સિક્યોરિટી ડિપોઝિટ ગૂગલે ગુરુગ્રામના એટ્રિયમ પ્લેસના 'ટાવર 1'માં કુલ 6,17,448 સ્ક્વેર ફીટ ઓફિસ સ્પેસ ભાડે લીધી છે. એટ્રિયમ પ્લેસ DLF (ડીએલએફ) અને હાઇન્સનું એક સંયુક્ત સાહસ છે. આ કરાર હેઠળ ગૂગલ ₹171 પ્રતિ સ્ક્વેર ફીટના લીઝ રેટથી દર મહિને લગભગ 10.55 કરોડ રૂપિયાનું ભાડું ચૂકવશે. આ સાથે જ કંપનીએ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 63.65 કરોડ રૂપિયા જમા કર્યા છે. એપ્રિલ 2026માં રજિસ્ટર થયેલા આ ડોક્યુમેન્ટ્સ અનુસાર, આ લીઝમાં દર ત્રણ વર્ષે ભાડામાં 15%નો વધારો કરવાનો નિયમ પણ સામેલ છે. આ નવી લીઝ 1 ઓક્ટોબર 2025થી શરૂ થઈ ગઈ છે, જે કોમર્શિયલ ટાવરના બીજા માળથી લઈને 16મા માળ સુધીના ભાગને કવર કરે છે. ગયા વર્ષે પણ ગૂગલે 2 મોટી લીઝ ડીલ્સ કરી હતી ગૂગલ ભારતમાં પોતાની ઓફિસ સ્પેસ સતત વધારી રહ્યું છે. આ ફ્રેશ લીઝ પહેલા વર્ષ 2025માં પણ કંપનીએ મેનેજ્ડ વર્કસ્પેસ પ્રોવાઈડર 'ટેબલસ્પેસ' પાસેથી 5,50,000 સ્ક્વેર ફીટ ઓફિસ સ્પેસ લીઝ પર લીધી હતી. એટલું જ નહીં, વર્ષ 2025માં જ ગૂગલે ઈસ્ટ બેંગલુરુના ડોડદાનેકુંડીમાં પોતાની લગભગ 8,70,000 સ્ક્વેર ફીટની ઓફિસ સ્પેસની લીઝને રિન્યુ પણ કરી હતી, જેના માટે કંપની વાર્ષિક 90 કરોડ રૂપિયાનું ભાડું કમિટમેન્ટ આપી રહી છે. ગુરુગ્રામમાં DLF એસેટ્સની માંગ તેજ આ ડીલ એવા સમયે સામે આવી છે જ્યારે ગુરુગ્રામમાં DLFની કોમર્શિયલ એસેટ્સની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ગયા અઠવાડિયે જ એરબીએનબીએ તેના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) માટે ગુરુગ્રામના DLF સાયબર સિટીમાં 46,437 સ્ક્વેર ફીટ ઓફિસ સ્પેસ 5 વર્ષ માટે લીઝ પર લીધી છે. એરબીએનબી આ માટે લગભગ 61.53 લાખ રૂપિયાનું પ્રારંભિક માસિક ભાડું ચૂકવી રહી છે. માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે ટેકનોલોજી સેક્ટરની દિગ્ગજ કંપનીઓ હવે ₹130 પ્રતિ સ્ક્વેર ફીટથી વધુના દરે લોંગ-ટર્મ અને હાઈ-વેલ્યુ લીઝ એગ્રીમેન્ટ સાઈન કરી રહી છે. આ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે દેશમાં ગ્રેડ A કોમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ ખૂબ જ મજબૂત બની રહી છે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સનો દબદબો યથાવત ભારતના ઓફિસ લીઝ માર્કેટને આગળ વધારવામાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs)ની સૌથી મોટી ભૂમિકા છે. જાન્યુઆરીથી માર્ચ 2026ના ક્વાર્ટર દરમિયાન ભારતમાં કુલ 20.7 મિલિયન સ્ક્વેર ફીટ (msf) ઓફિસ સ્પેસ લીઝ પર લેવામાં આવી. તેમાંથી એકલા GCCsનો હિસ્સો 9.1 મિલિયન સ્ક્વેર ફીટ રહ્યો, જે કુલ એબ્સોર્પ્શનનો 44% હિસ્સો છે. શું હોય છે ગ્રેડ એ કોમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને GCC?
    Click here to Read more
    Prev Article
    धनिया के जल्दी खराब होने से हैं परेशान? तो ट्राई करें ये उपाय, लंबे समय तक रहेगा ताजा
    Next Article
    अफगानिस्तान के खिलाफ भारत का स्कोर-333/3:पहले टेस्ट में गिल 86 रन बनाकर खेल रहे; केएल राहुल शतक लगाकर आउट

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment