Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Ukraineની મહિલાએ પહેલીવાર ખાધી 'હાજમોલા', રિએક્શનનો Video થયો Viral

    12 hours ago

    1

    0

    સોશિયલ મીડિયા પર અવારનવાર વિદેશી નાગરિકોના ભારતીય સંસ્કૃતિ,કપડાં અને ખાસ કરીને અહીંના સ્ટ્રીટ ફૂડ તેમજ ખાણી-પીણીની વસ્તુઓ ટ્રાય કરતા વીડિયો વાયરલ થતા રહે છે.ભારતીય મસાલા અને ચટાકેદાર સ્વાદ વિદેશીઓ માટે હંમેશા એક નવો જ અનુભવ લઈને આવે છે.હાલમાં આવો જ એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે,જેમાં યુક્રેનની એક મહિલા ભારતની પ્રખ્યાત પાચક ગોળી 'હાજમોલા' (Hajmola)નો સ્વાદ ચાખતી જોવા મળી રહી છે.હાજમોલા ખાધા પછી મહિલાએ જે રિએક્શન આપ્યું છે,તે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પેટ પકડીને હસી રહ્યા છે. પહેલાં ડરી, પછી ખાધી અને પછી... વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે યુક્રેનની રહેવાસી આ મહિલાના હાથમાં હાજમોલાની બોટલ છે. તે ખૂબ જ ઉત્સુકતા અને થોડા ડર સાથે તેમાંથી એક ગોળી નીકાળે છે. જેવી તે આ ગોળી મોઢામાં મૂકે છે, તેના ચહેરાના હાવભાવ સેકન્ડોમાં બદલાઈ જાય છે. હાજમોલાનો ખાટો, મીઠો અને તીખો મસાલેદાર સ્વાદ તેના માટે બિલકુલ નવો હતો. પહેલાં તો તે સ્વાદ સમજી ન શકી અને આંખો બંધ કરીને વિચિત્ર મોઢું બનાવવા લાગી, પરંતુ થોડી જ વારમાં તેને આ ચટાકેદાર સ્વાદ ગમી ગયો અને તે હસવા લાગી. સોશિયલ મીડિયા પર કમેન્ટ્સનું પૂર આવ્યું આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે.ભારતીય યુઝર્સ આ વીડિયો પર જોરદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "હાજમોલાનો અસલી પાવર આ જ છે!, જ્યારે બીજા યુઝરે મજાક કરતાં લખ્યું,હવે આ બેન આખી બોટલ ખાલી કરી દેશે.અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે,ભારતીય સ્વાદ આગળ દુનિયાના બધા ફૂડ ફેઈલ છે.હાલમાં આ ક્યૂટ અને ફની વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ પણ વાંચો -Strait of Hormuz News: હોર્મુઝ વિવાદ વચ્ચે સાઉદી અરેબિયાએ ભારત માટે નવી શિપિંગ સેવા શરૂ કરી
    Click here to Read more
    Prev Article
    બાળકો પિઝા ખાવાની જીદ કરી રહ્યા છે, મિનિટોમાં બ્રેડ અને સોજીથી બનાવી લો Mini Pizza, નોંધી લો 2 રેસીપી
    Next Article
    दुबई के शाही परिवार की 'डर्टी पिक्चर', घर में घुसकर बहू को उठा ले गई पुलिस, शहजादे ने लिया तलाक का ऐसा बदला

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment