મુંબઈ : ઈરાન-અમેરિકા વચ્ચે બેથી ત્રણ દિવસમાં ડિલ થવાના ટ્રમ્પના નિવેદન અને ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ફરી યુદ્વ વિરામને કારણે વૈશ્વિક બજારોમાં ઉડાઉડ અટકતાં અને ઘર આંગણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા વિદેશી ફંડ પ્રવાહ ભારતમાં વહેતો કરવા પગલાંની પોઝિટીવ અસરે આજે ફંડોએ બેંકિંગ શેરોની આગેવાનીએ તેજી કરી હતી. ગઈકાલે ઘટાડા બાદ આજે ફંડોએ આરંભથી જ તેજી કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગત સપ્તાહના અંતે ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (એફસીએનઆર(બી)) ડિપોઝિટ અને એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ્સ (ઈસીબીઝ) માટે એક ખાસ માળખું રજૂ કરવાનો નિર્ણય લેતાં અને આરબીઆઈએ જાહેર ક્ષેત્રના ઉપક્રમો ઉપરાંત બેંકોને ફોરેન કરન્સી બોરોઈંગ્સ એકત્ર કરવાની મંજૂરી આપવા માટે ઈસીબી સ્કિમનો વ્યાપ વધારતાં પોઝિટીવ અસરે બેંકિંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. બેંકિંગ સાથે ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, હેલ્થકેર, એફએમસીજી શેરોમાં આકર્ષણ રહ્યું હતું. ક્રુડ ઓઈલના ભાવ પણ બે ટકા જેટલા ઘટી આવતાં અને અમેરિકી ડોલર સામે રૂપિયો ૩૭ પૈસા સુધરીને ૯૫.૩૫ થઈ જતાં પોઝિટીવ અસર જોવાઈ હતી.
Click here to Read more


