Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ગુજરાતની 4 બેઠકો માટે ચૂંટણી જાહેર, દેશના 10 રાજ્યોની કૂલ 24 બેઠકો માટે 18 જૂને થશે મતદાન

    3 weeks ago

    1

    0

    Rajya Sabha election 2026: ચૂંટણી પંચે આજે શુક્રવારના રોજ ગુજરાતની ચાર સહિત રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે 18 જૂને રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણી જાહેર કરી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 10 રાજ્યોની 24 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. રાજ્યસભાની ચૂંટણી આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં ચાર-ચાર બેઠકો, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ બેઠકો અને ઝારખંડમાં બે બેઠકો માટે યોજાશે. મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં એક-એક બેઠક માટે પણ ચૂંટણી યોજાશે. ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ છે. આગામી 21 જૂન, 2026ના રોજ ગુજરાતના 4 સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ધારાસભ્યોની વાત કરીએ તો રામભાઈ મોકરીયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારા નિવૃત્ત થતાં બેઠકો ખાલી પડશે.  રાજ્યવાર અલગ-અલગ 24 બેઠકોની યાદી આંધ્ર પ્રદેશ (4 બેઠકો) અયોધ્યા રામી રેડ્ડી અલ્લા પરિમલ નથવાણી પિલ્લી સુભાષચંદ્ર બોઝ સાના સતીશ બાબુ ગુજરાત (4 બેઠકો) રામભાઈ હરજીભાઈ મોકરિયા નરહરી અમીન ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્રસિંહજી રમિલા બેચરભાઈ બારા ઝારખંડ (2 બેઠકો) દીપક પ્રકાશ શિબુ સોરેન (બેઠક ખાલી) મધ્ય પ્રદેશ (3 બેઠકો) જ્યોર્જ કુરિયન દિગ્વિજય સિંહ સુમેર સિંહ સોલંકી મણિપુર (1 બેઠક) મહારાજા સનાજાઓબા લિશેમ્બા મેઘાલય (1 બેઠક) વાનવેઇરોય ખારલુખી રાજસ્થાન (3 બેઠકો) નીરજ ડાંગી રાજેન્દ્ર ગહલોત રવનીત સિંહ અરુણાચલ પ્રદેશ (1 બેઠક) નાબામ રેબિયા કર્ણાટક (4 બેઠકો) નારાયણા કોરગપ્પા ઇરન્ના કડાડી એચ.ડી. દેવગૌડા મલ્લિકાર્જુન ખડગે મિઝોરમ (1 બેઠક) કે. વનલાલવેના પક્ષો એક પછી એક રણનીતિ વધુ તીવ્ર બનાવી રહ્યા છે ચૂંટણી પંચની જાહેરાત બાદ, તમામ રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. સંભવિત ઉમેદવારોના નામો અંગે ચર્ચાઓ તેજ બની છે, અને આગામી દિવસોમાં રાજ્યનું રાજકારણ વધુ ગરમાય તેવી શક્યતા છે. આ પણ વાંચોઃ- બુલેટ ટ્રેનની કામગીરી રોકેટ ગતિએ, ભરૂચમાં 230 મીટર લાંબા સ્ટીલ બ્રિજનું કામ પૂરું, આ પુલનું આયુષ્ય 100 વર્ષ રાજ્યસભા ચૂંટણી સમયપત્રક: પ્રક્રિયા 1 જૂનથી શરૂ થશે, 18 જૂને મતદાન ચૂંટણી સમયપત્રક મુજબ 1 જૂને સૂચના જારી કરવામાં આવશે, જ્યારે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 8 જૂન છે. નામાંકનની ચકાસણી 9 જૂને થશે. ઉમેદવારો 11 જૂન સુધી તેમના નામાંકન પાછા ખેંચી શકશે. 18 જૂનના રોજ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે, અને તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ચૂંટણી પ્રક્રિયા 20 જૂન સુધીમાં પૂર્ણ થશે.
    Click here to Read more
    Prev Article
    लुधियाना- पंजाबी सिंगर की हत्या में खुलासा:इंदर कौर को छाती और माथे पर गोली मारी थी; NRI के वकील बोले- ये कत्ल नहीं सुसाइड
    Next Article
    Was a Chinese Military Officer Shadowing Elon Musk at Donald Trump’s Beijing Banquet?

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment