મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાંચ રાજ્યમાં વાવાઝોડાનો ખતરો, વીજળી પડતાં 5 ભડથું, રામ મંદિરમાં 7 કરોડની ચોરી મામલે મોદી એક્શનમાં, અમેરિકી હુમલામાં ત્રણ ભારતીયોનાં મોત
4 hours ago
નમસ્તે, હોર્મુઝ સ્ટ્રેટ પાસે થયેલા અમેરિકી હુમલામાં ત્રણ ભારતીયોના મોત થયા છે. બીજી તરફ, ચાર દિવસમાં TMCના 4 રાજ્યસભા સાંસદોએ રાજીનામું આપી દીધું. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં રામ મંદિરથી ₹7 કરોડની ચોરીના દાવા પર ચાલી રહેલી રાજનીતિ વિશે જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમરનાથ યાત્રાની સુરક્ષા અંગે હાઈલેવલ મીટિંગ કરશે. આમાં અર્ધસૈનિક દળોની 670 કંપનીઓની તૈનાતી પર ચર્ચા થશે. 2. 10મો વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થશે. પહેલો મુકાબલો યજમાન ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પ આક્રમક, ખાર્ગ ટાપુ મેળવશે; અમેરિકી હુમલામાં ત્રણ ભારતીયોના મોત અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર હુમલાની નવી ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ગુરુવારે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે. તેમનો દાવો છે કે ઈરાનની મોટાભાગની સૈન્ય તાકાત પહેલાથી જ નબળી પડી ગઈ છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે આવનારા દિવસોમાં અમેરિકા ઈરાનના સૌથી મોટા ઓઈલ એક્સપોર્ટ સેન્ટર ખાર્ગ આઈલેન્ડ અને અન્ય મહત્વપૂર્ણ તેલ-ગેસ ઠેકાણાઓ પર કબજો કરશે. ખાર્ગ આઈલેન્ડને ઈરાનના તેલ નિકાસનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે. બીજી તરફ, ઓમાન નજીક ભારતીય નાવિકોવાળા જહાજો પર અમેરિકી હુમલાઓને લઈને ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકી નૌકાદળે ભારતીય ક્રૂવાળા ત્રીજા જહાજ MT જલવીર પર પણ હુમલો કર્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 4 દિવસમાં TMCના 4 રાજ્યસભા સાંસદોનું રાજીનામું:20 લોકસભા સાંસદોનું અલગ જૂથ બન્યાનો દાવો; કલ્યાણ બેનર્જી બોલ્યા- 'કાં હું કાં અભિષેક, મમતા નક્કી કરે' TMC ના રાજ્યસભા સાંસદ પ્રકાશ ચિક બરાઇક અને કોયલ મલિકે ગુરુવારે રાજ્યસભાની સભ્યપદ પરથી રાજીનામું આપ્યું. છેલ્લા ચાર દિવસમાં 13માંથી ચાર રાજ્યસભા સાંસદો મમતાને છોડીને જઈ ચૂક્યા છે.10 જૂને સુષ્મિતા દેવે રાજીનામું આપ્યું હતું. 8 જૂને સુખેન્દુ શેખરે રાજ્યસભા સભ્યપદ અને પાર્ટી છોડી હતી. આ પહેલા TMC ના બળવાખોર સાંસદ કાકોલી ઘોષે દાવો કર્યો હતો કે 20 લોકસભા સાંસદો અલગ જૂથ બનાવી ચૂક્યા છે. જ્યારે, 80માંથી 58 TMC ધારાસભ્યો અલગ જૂથ બનાવી ચૂક્યા છે.આ દરમિયાન, મમતા બેનર્જીના સૌથી નજીકના સાંસદ કલ્યાણ બેનર્જીની પણ નારાજગી સામે આવી. કલ્યાણની નારાજગીનું કારણ TMCનો નકલી સાઇન કેસ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. રાજ્યસભા ચૂંટણી: 26 બેઠકોમાંથી 14 પર બિનહરીફ ઉમેદવારો જીત્યા:ભાજપમાંથી 10, કોંગ્રેસમાંથી 4 ચૂંટાયા; જીતનારાઓમાં મલ્લિકાર્જુન ખડગે અને પવન ખેડા સામેલ 14 ઉમેદવારો ગુરુવારે રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ જીતી ગયા. તેમની સામે અન્ય કોઈ ઉમેદવાર ઊભો નહોતો. તેમાંથી 10 ભાજપના અને 4 કોંગ્રેસના છે. ચૂંટણી જીતનારાઓમાં કર્ણાટકથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મીડિયા તથા પ્રચાર પ્રમુખ પવન ખેડાના નામનો સમાવેશ થાય છે. જ્યારે, રાજસ્થાનથી ભાજપના સતીશ પૂનિયા, અલકા ગુર્જર અને કોંગ્રેસના નીરજ ડાંગી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા છે. આ ઉપરાંત ગુજરાતમાંથી ભાજપના તમામ ચાર રાજ્યસભા ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ચોમાસું બિહાર પહોંચ્યું, વીજળી પડવાથી 5 લોકોના મોત:યુપીમાં વાવાઝોડાને કારણે પેટ્રોલ પંપની છત ધરાશાયી, 4 લોકોના મોત; 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ ગુરુવારે ચોમાસાએ બિહારમાં એન્ટ્રી કરી છે. આ સાથે જ ચોમાસું 17 રાજ્યોમાં પહોંચી ગયું છે. જ્યારે તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં પણ ચોમાસું આગળ વધ્યું છે. ચોમાસું આગામી 2-3 દિવસમાં છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને યુપીમાં એન્ટ્રી કરવાની શક્યતા છે. બિહારના 11 જિલ્લામાં આજે સવારથી વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. રાજ્યના ખગડિયામાં વીજળી પડવાથી 5 લોકોના મોત થયા છે અને 4 લોકો દાઝી ગયા છે. પટના, બક્સર, સુપૌલ સહિત 5 જિલ્લામાં સવારે ગાઢ વાદળોને કારણે અંધારું છવાઈ ગયું. લોકોને ગાડીઓની લાઇટ ચાલુ કરીને ચાલવું પડ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. રામ-મંદિરમાં ચોરીના મામલે PMOએ રિપોર્ટ માગ્યો:ભાજપ નેતાએ પત્ર લખ્યો હતો; અખિલેશે કહ્યું- દાન સાથે ચેડા કરનારાઓની પાછળ કોણ લોકો છે? અયોધ્યાના ભાજપ નેતા ડો. રજનીશ સિંહે મંગળવારે રામ મંદિરમાં ચઢાવાથી કથિત ચોરીની ફરિયાદ વડાપ્રધાન મોદીને કરી છે. તેમણે PMOને પત્ર લખીને નિષ્પક્ષ તપાસની માગ કરી છે. જ્યારે સૂત્રોનું માનીએ તો આ સમગ્ર મામલે PMOએ પણ રિપોર્ટ માગ્યો છે. બીજી તરફ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ફરી રામ મંદિરમાં કથિત ચોરીનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે X પર તેને 'ચઢાવા ચોરી કાંડ' ગણાવતા મામલાની નિષ્પક્ષ તપાસ અને સત્ય સામે લાવવાની માગ કરી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ:18મીએ ચૂંટણી નહીં યોજાય, ઈતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસની એકપણ બેઠક નહીં ગુજરાતમાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આજે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ ચારેય ઉમેદવારોને સત્તાવાર રીતે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે હવે ગુજરાતમાં રાજ્યસભા માટે ચૂંટણીની જરુર નહીં રહે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર એવું બની રહ્યું છે કે, રાજ્યસભામાં કોંગ્રેસનો એકપણ સભ્ય નહીં હોય. ગુજરાતની રાજ્યસભાની તમામ 11 બેઠકો પર ભાજપના ઉમેદવાર હશે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સુરત મનપા ઓફિસ સમરાંગણ બની:બેફામ બનેલા બિલ્ડરો સામે લાચાર પોલીસ, મીડિયા પર શૂરી, લાઠીઓ વિંઝી; ભૂતિયા ડિમોલિશનનું કલંક મિટાવવા ષડ્યંત્ર સુરતના નાસીરનગરના ભૂતિયા ડિમોલિશનને લઈ ભારે વિવાદ છંછેડાયો છે, ત્યારે ડિમોલિશન કોણે કર્યું તે જાણવા સુરતનું મીડિયા મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન પાસે પહોંચ્યું હતું. આ દરમિયાન મ્યુ. કમિશનર અને એન્જિનિયર આશિષ નાયક મીડિયાના સવાલોના જવાબો આપવાને બદલે SMCના કોન્ફરન્સ રૂમમાં ભાગ્યા હતા અને દરવાજા બંધ કરી દીધા હતા. આ દરમિયાન મીડિયા જ્યારે કોન્ફરન્સ રૂમમાં મ્યુ. કમિશનરને મળવા જાય છે, ત્યારે માર્શલો બોલાવીને બળપ્રયોગ કરવામાં આવ્યો હતો અને માર્શલના લોકોએ પત્રકારનો કોલર પકડી ધક્કામુક્કી કરી હતી. મીડિયા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. જોકે, સ્થિતિ વણસતા લાલ ગેટ પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા બે મીડિયા કર્મચારીઓને લાઠી મારવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કેરળમાં આ વર્ષે નિપાહ વાયરસનો પ્રથમ કેસ, હાઈ એલર્ટ જાહેર:દર્દી વેન્ટિલેટર પર, હોસ્પિટલ સ્ટાફ ક્વોરન્ટાઈન; 8 વર્ષમાં રાજ્યમાં 6ઠ્ઠી વખત સંક્રમણ ફેલાયું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : માથું કાપવાના પ્રયાસ બાદ આયર્લેન્ડ-બ્રિટનમાં રમખાણો:પ્રદર્શનકારીઓના નિશાના પર પ્રવાસીઓ, ઘરો-દુકાનો લૂંટાઈ; ગાડીઓમાં આગ લગાવાઈ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મણિપુરના કામજોંગમાં ગોળીબાર, 2નાં મોત:ઘણા ઘરોને આગ લગાડવામાં આવી; એક દિવસ પહેલા 6 લોકોના મૃતદેહ મળ્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : PoKમાં પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ:21 સુરક્ષાકર્મીઓના મોત થયાના સમાચાર, દાવો- પ્રદર્શન રોકવા માટે જઈ રહ્યા હતા સૈનિકો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : છૂટીછવાઈ માહિતીમાંથી આઇટી કંપનીઓ નવી તકો શોધી રહી છે:કોગ્નિઝન્ટે કર્મચારીઓના ઈમેલ-ચેટમાંથી 1,900 કરોડનો બિઝનેસ મેળવ્યો; AIએ મદદ કરી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ભારતમાં જન્મેલા નિખિલ ચૌધરી ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ:ટ્રેવિસ હેડની જગ્યાએ પસંદગી થઈ, બાંગ્લાદેશ સામે 3 મેચની સિરીઝ રમશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : લગ્નજીવન સુખમય રહેશે કે કંકાસિયું?:કુંડળીના 4 કેન્દ્ર સ્થાનો અને ક્રૂર ગ્રહોની માયાવી રમત, જીવતેજીવ નર્કની યાતના આપે છે વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ફીમેલ પાર્ટનર સાથે ઝઘડા બાદ ડિપ્રેશનમાં આવ્યો ગોરિલા જાપાનના એક પ્રાણીસંગ્રહાલયનો (ઝૂ) 13 વર્ષનો મેલ ગોરિલા કિયોમાસા આ દિવસોમાં ડિપ્રેશનમાં છે. અહેવાલ મુજબ, કિયોમાસાની તેની ફીમેલ પાર્ટનર સાથે ઝઘડો થઈ ગયો હતો. ત્યારથી જ તે ચૂપચાપ બેસી રહ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે માણસોની જેમ પોતાની હડપચી (દાઢી) પર હાથ મૂકીને કંઈક વિચારતો જોવા મળી રહ્યો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View : PoKમાં કત્લેઆમ :મુનીરસેનાએ લોહીની નદીઓ વહાવી, અફઘાનિસ્તાનમાં પણ નિર્દોષો પર બર્બરતા, ભારતે UNમાં પાકિસ્તાનનાં પાખંડનો ભાંડો ફોડ્યો 2. આજનું એક્સપ્લેનર:ભારતીય ક્રૂવાળા જહાજો પર અમેરિકા મિસાઈલ કેમ છોડી રહ્યું છે, ભારત ગુપ્ત રીતે ઈરાન પાસેથી ઓઇલ ખરીદી રહ્યું છે? 3. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : કાજલ મહેરિયાના લગ્ન બાદ હવે કોર્ટમાં નકલી છૂટાછેડાનો ડ્રામા:સિંગરના નામે કોઈ અજાણ્યાએ અરજી કરી નાખી, મહેસાણાની ફેમિલી કોર્ટે પોલ પકડી 4. એક્સક્લૂસિવ : વાત કાટમાળ, મૌન, યાદો અને સમયની સાક્ષી એ તસવીરોની:પ્લેન ક્રેશ સાઈટના ભાસ્કર રિપોર્ટરે 12 મહિના સુધી બદલાતા દૃશ્યો કેદ કર્યા; એક સમયે મોતનું તાંડવ હતું, હવે જિંદગી પાટે ચડી 5. બ્લેકબોર્ડ-ચા પીવડાવીને મારા દીકરાની છાતીમાં મારી 3 ગોળીઓ:હત્યારાઓની દીકરી લાશ સાથે લગ્ન કરીને બોલી- આજથી તમારી વહુ, હવે છોડીને ભાગી 6. DB REELS: 'મન ને મહાદેવ કે એ સાચું!':'ઘરમાં શું હીરો ને કલાકાર અહીં તો સીધા દોર કરી દે'; રાગી જાનીનો મોજીલો અંદાજ હસાવી હસાવીને બઠ્ઠા વાળી દેશે 7. અન્નામલાઈ ભાજપ માટે ખતરો કે સિક્રેટ પ્લાનનો ભાગ?:5 મહિનામાં નવો પક્ષ બનાવશે, થલાપતિ વિજય સામે કેવી રીતે ટકી શકશે? 8. ગ્રાઉન્ડ રિપોર્ટ : 'કપાયેલું માથું પડતા જોનારો મારો દીકરો હજુ આઘાતમાં':રોટલીના થપ્પા ને પાપડ એ જ સ્થિતિમાં, આજે પણ ઉંઘવા ન દે એવા પ્લેન ક્રેશના કાળમુખા દ્રશ્યો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મેષ રાશિના લોકો પર માતા લક્ષ્મી પ્રસન્ન રહેશે, મીન રાશિના જાતકો માટે સૂર્ય સમાન ચમકતો દિવસ (સંપૂર્ણ રાશિફળ વાંચો)
Click here to Read more

