પુતિને ભારતને સુખોઈ-57 ઓફર કર્યું:આ 5મી જનરેશન ફાઇટર જેટની ટેકનોલોજી પણ શેર કરીશું, અમેરિકાને કહ્યું- ભારત પર દબાણ કરવું નિરર્થક
2 days ago
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સુખોઈ SU-57 સ્ટીલ્થ ફાઇટર જેટ અંગે ભારતને એક મહત્વપૂર્ણ ઓફર કરી છે. તેમણે જણાવ્યું હતું કે રશિયા ભારત સાથે સંયુક્ત રીતે આ ફાઇટર પ્લેન વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે. રશિયા જરુરી સંરક્ષણ ટેકનોલોજી શેર કરવા માટે પણ તૈયાર છે. પુતિને ગુરુવારે સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ દરમિયાન ઈન્ટરનેશનલ મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે પહેલા પણ ભારતને તેના બનાવવાના પ્રોજેક્ટમાં ભાગીદાર બનવાની ઓફર આપી હતી. તે સમયે ભારતે કહ્યું હતું કે રશિયા પહેલા આ પ્રોજેક્ટને આગળ વધારે, ત્યારબાદ ભારત તેમાં સામેલ થવા પર વિચાર કરશે. પુતિને કહ્યું- આ વિમાન અમારો સંયુક્ત પ્રોજેક્ટ હોઈ શકતો હતો. અમે તેને અમારી રીતે વિકસાવ્યો, પરંતુ હજી પણ અમે ભારત સાથે આ ક્ષેત્રમાં કામ કરવા માટે તૈયાર છીએ. અમે ભારતને આ વિમાન આપવા અને તેના આગળના વિકાસમાં ભાગીદારી કરવા માટે તૈયાર છીએ. તેમાં અમને કોઈ સમસ્યા દેખાતી નથી. આ જ વાત એર ડિફેન્સ સિસ્ટમ પર પણ લાગુ પડે છે. પુતિને અમેરિકા-ભારતના સંબંધો પર કહ્યું કે યુએસ ઘણા મુદ્દાઓ પર દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આવા પ્રયાસો નકામા છે. ભારત તેનો વિરોધ કરશે. પુતિને કહ્યું- SU-57 વિશ્વના શ્રેષ્ઠ ફાઇટર જેટ્સમાંથી એક પુતિને સુખોઈ SU-57ના વખાણ કરતા કહ્યું કે આ પાંચમી પેઢીનું ફાઇટર પ્લેન છે અને તેમની દ્રષ્ટિએ વિશ્વના શ્રેષ્ઠ ફાઇટર જેટ્સમાંથી એક છે. તેમાં સ્ટેલ્થ ક્ષમતા, ઉચ્ચ ગતિશીલતા, આધુનિક એવિઓનિક્સ અને મલ્ટી-રોલ કોમ્બેટ ક્ષમતાઓ છે. સુખોઈ SU-57 હવા, જમીન અને દરિયાઈ લક્ષ્યો પર હુમલો કરવામાં સક્ષમ છે. દુનિયામાં બહુ ઓછા પાંચમી પેઢીના ફાઇટર પ્લેન છે જેમાં SU-5 સાથે ચીનનું J-35 અને અમેરિકાના F-35નો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયાએ ભારતને 2018ની આસપાસ સુખોઈ પ્રોજેક્ટમાં સામેલ થવાનો પ્રસ્તાવ આપ્યો હતો, તે સમયે ભારતે SU-57 પ્રોજેક્ટમાં રસ દાખવ્યો હતો, પરંતુ ભારતીય વાયુસેનાનું માનવું હતું કે આ વિમાન તેની તમામ જરૂરિયાતો પૂરી કરતું નથી. તે સમયના ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વાયુસેના તેની સ્ટેલ્થ ક્ષમતાઓથી સંપૂર્ણપણે સંતુષ્ટ ન હતી. આ ઉપરાંત ટેકનોલોજી હસ્તાંતરણ (ટેકનોલોજી ટ્રાન્સફર)ને લઈને પણ બંને પક્ષો વચ્ચે મતભેદ હતા. નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્હાઇટ હાઉસ મુલાકાત દરમિયાન ભારતને F-35ની ઓફર કરી હતી. હવે પુતિનના નવા પ્રસ્તાવ બાદ માનવામાં આવી રહ્યું છે કે રશિયા આ જૂની ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પુતિનની 4 મોટી વાતો ભારત કોઈના દબાણમાં આવતું નથી- ભારત એક મજબૂત અને સ્વતંત્ર દેશ છે, જે પોતાના રાષ્ટ્રીય હિતો અનુસાર નિર્ણયો લે છે. ભારત-રશિયાની મિત્રતા ખૂબ મજબૂત છે- બંને દેશોના સંબંધો દાયકાઓ જૂના છે. અનેક પ્રયાસો છતાં આ ભાગીદારી સતત મજબૂત બની છે. ભારતની પ્રગતિના વખાણ કર્યા- ભારતીયોની મહેનત અને પ્રતિભાને કારણે ભારત વિશ્વની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થયું છે. મોદી સરકાર અને ભવિષ્ય પર વિશ્વાસ વ્યક્ત કર્યો- ભારતની આર્થિક પ્રગતિનો શ્રેય વડાપ્રધાન મોદીના નેતૃત્વને જાય છે. ભારત-રશિયાનો વેપાર આગળ વધીને 100 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. પુતિન બોલ્યા- અમેરિકાનું મોદી પર દબાણ લાવવું નિરર્થક રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે અમેરિકા ભારત પર રશિયા સાથેના તેના સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ આવા પ્રયાસો નિરર્થક છે. ભારત તેનો વિરોધ કરશે. પુતિને PTI સહિત વિશ્વની મુખ્ય ન્યૂઝ એજન્સીઓના વડાઓ સાથેની વાતચીત દરમિયાન ભારત અને વડાપ્રધાન મોદીના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું- ભારત એક મહાન દેશ છે. ભારત એક મહાન દેશ અને લોકશાહી છે. રશિયા તેને પોતાનો ભરોસાપાત્ર ભાગીદાર માને છે. રશિયન રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું- ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપે છે. અમેરિકા સાથેના તેના વધતા સંબંધોથી ભારત-રશિયાની ભાગીદારી પર કોઈ અસર નહીં થાય. રશિયા સાથેના તેના સંબંધો પહેલાની જેમ મજબૂત રહેશે. પુતિન બોલ્યા- ભારત-રશિયા વચ્ચેનો વેપાર 100 અબજ ડોલર સુધી પહોંચશે પુતિને કહ્યું- અમને ખુશી છે કે ભારત તે તમામ દેશો સાથે સંબંધો વધારી રહ્યું છે, જેને તે પોતાના રાષ્ટ્રીય હિતો માટે જરૂરી માને છે. પુતિને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચેનો વેપાર 100 અબજ ડોલર સુધી પહોંચી જશે. તેમણે કહ્યું- ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં શામેલ છે અને સૌથી ઝડપી વિકાસ દર ધરાવતા દેશોમાં ગણાય છે. આ સિદ્ધિ અચાનક નથી મળી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારની સતત મહેનત અને નીતિઓનું પરિણામ છે. ‘ભારત પર દબાણ કરવું આંતરરાષ્ટ્રીય સંબંધો માટે નુકસાનકારક’ રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે કેટલાક પશ્ચિમી દેશોએ ભારત પર રશિયા સાથે સહયોગ ઘટાડવા દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હવે બધાને સમજાઈ ગયું છે કે વડાપ્રધાન મોદી અને ભારત પર દબાણ કરવું આંતરરાષ્ટ્રીય સંબંધો માટે નુકસાનકારક સાબિત થશે. સપ્ટેમ્બરમાં પુતિનની ભારત મુલાકાત, મોદી પણ રશિયા જશે પુતિનનું નિવેદન ભારત મુલાકાત પહેલા આવ્યું છે. તેઓ પુતિન 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેશે. ભારત આ વર્ષે BRICSની અધ્યક્ષતા કરી રહ્યું છે. એક વર્ષની અંદર પુતિનની આ બીજી ભારત મુલાકાત હશે. પીએમ મોદી પણ આ જ વર્ષે રશિયાની મુલાકાતે જશે. રશિયન રાષ્ટ્રપતિ 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 4 ડિસેમ્બર 2025ના રોજ ભારત આવ્યા હતા. યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ પુતિનની પ્રથમ ભારત મુલાકાત હતી. આ પહેલા તેઓ છેલ્લી વાર 2021માં ભારત આવ્યા હતા. ભારત-રશિયા વચ્ચે ડિસેમ્બર 2025માં થયેલા મહત્વપૂર્ણ કરારો
Click here to Read more

