રોયલ એનફિલ્ડની 'બુલેટ 650' લોન્ચ:ખાસ સિંગલ-પીસ સીટ સાથે ખરાબ રસ્તાઓ પર પણ મખમલી રાઇડ, કિંમત ₹3.65 લાખથી શરૂ
6 days ago
રોયલ એનફિલ્ડે તેનું નવું મોડેલ 'બુલેટ 650'ને લોન્ચ કરી દીધું છે. તેની શરૂઆતની કિંમત ₹3.65 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. કિંમતના મામલે આ બાઇક તાજેતરમાં આવેલી 'ક્લાસિક 650 ટ્વિન'ના શરૂઆતી કલર્સ બરાબર છે, પરંતુ તેના ટોપ-સ્પેક ક્રોમ વેરિઅન્ટ કરતાં ઘણી સસ્તી છે. તેમાં બે કલર ઓપ્શન કેનન બ્લેક અને બેટલશિપ બ્લુ મળશે. 'ક્લાસિક 650' જેવી કિંમત, પણ લુકમાં ઘણા ફેરફારો કરાયા નવી 'બુલેટ 650'ને રોયલ એનફિલ્ડે તેના 650cc પેરેલલ-ટ્વિન પોર્ટફોલિયોમાં સાતમા મોડેલ તરીકે ઉમેરી છે. જેમ બજારમાં 350cc સેગમેન્ટમાં 'બુલેટ 350' અને 'ક્લાસિક 350' ઘણી વસ્તુઓ શેર કરે છે, બરાબર તેવો જ ફોર્મ્યુલા કંપનીએ અહીં પણ અપનાવ્યો છે. 'બુલેટ 650'ના મોટાભાગના મિકેનિકલ પાર્ટ્સ 'ક્લાસિક 650 ટ્વિન' જેવા જ છે, પરંતુ તેની ડિઝાઇન અને સ્ટાઇલિંગમાં બુલેટની પરંપરાગત ઓળખ જાળવી રાખવા માટે કેટલાક ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે. ક્લાસિક લુક માટે ક્રોમ હેડલાઇટ હૂડ અને પરંપરાગત ટેલ-લાઇટ બાઇકને ક્લાસિક લુક આપવા માટે ક્રોમ હેડલાઇટ હૂડ અને પરંપરાગત ટેલ-લાઇટ આપવામાં આવી છે. આ ઉપરાંત, બુલેટની ઓળખ ગણાતી હાથથી પેઇન્ટ કરાયેલી પિનસ્ટ્રાઇપ્સ (મડગાર્ડ અને ટાંકી પર સોનેરી પટ્ટીઓ) અને ફ્યુઅલ ટાંકી પર મેટલનો સિગ્નેચર બેજ આપવામાં આવ્યો છે. ક્લાસિક 650ની સરખામણીમાં તેનો રિયર ફેન્ડર (પાછળનો મડગાર્ડ) વધુ સ્ક્વેયર્ડ-ઓફ એટલે કે ચોરસ ડિઝાઇનમાં આવે છે, જે તેને જૂની બુલેટ જેવો લુક આપે છે. લાંબા અંતરની મુસાફરી માટે વધુ આરામદાયક સિંગલ-પીસ સીટ મળશે ‘બુલેટ 650’માં જે સૌથી મોટો અને વ્યવહારુ બદલાવ કરવામાં આવ્યો છે, તે તેની સીટ છે. ‘ક્લાસિક 650’માં જ્યાં રિમૂવેબલ પિલિયન સીટ (પાછળની સીટ હટાવવાનો વિકલ્પ) મળે છે, ત્યાં 'બુલેટ 650'માં કંપનીએ સિંગલ-પીસ સ્ટેપ્ડ સીટ આપી છે. એવું માનવામાં આવે છે કે આ સીટ બાઇક ચલાવનાર અને પાછળ બેસનાર (પિલિયન) બંને માટે લાંબા અંતરની મુસાફરીમાં ક્લાસિકની સરખામણીમાં વધુ આરામદાયક સાબિત થશે. આ ઉપરાંત, બાઇકનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ડિજી-એનાલોગ જ રાખવામાં આવ્યું છે, જેમાં ફ્યુઅલ ગેજ અને ઓડોમીટર માટે એક નાની ડિજિટલ ડિસ્પ્લે મળે છે. બાઇકના હેન્ડલ પર પોલિશ્ડ એલ્યુમિનિયમ સ્વીચગિયર આપવામાં આવ્યા છે, જે તેના પ્રીમિયમ લુકને વધારે છે. 648cc નું જૂનું ભરોસાપાત્ર એન્જિન, જે 47hp ની પાવર જનરેટ કરશે એન્જિનની વાત કરીએ તો 'બુલેટ 650'માં કંપનીનું અજમાવેલું 648ccનું પેરેલલ-ટ્વીન, એર/ઓઇલ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 47hpની મહત્તમ પાવર અને 52Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ દમદાર એન્જિનને 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. સસ્પેન્શન ડ્યુટી માટે બાઇકના ફ્રન્ટમાં 120mm ટ્રાવેલ સાથે શોવા ટેલિસ્કોપિક ફોર્ક અને રિયરમાં 90mm ટ્રાવેલ સાથે ટ્વીન શોક એબ્સોર્બર આપવામાં આવ્યા છે, જે ખરાબ રસ્તાઓ પર પણ બહેતર રાઇડિંગ એક્સપિરિયન્સ આપવાનો દાવો કરે છે. કંપનીની સૌથી સસ્તી લોંગ-વ્હીલબેઝ 650cc બાઇક ₹3.65 લાખની કિંમત સાથે આ બાઇક 'ક્લાસિક 650'ના ટોપ-એન્ડ ક્રોમ વેરિઅન્ટ કરતાં લગભગ ₹14,000 સસ્તી છે. આ સાથે, તે રોયલ એનફિલ્ડના લોંગ-વ્હીલબેઝ 650 પ્લેટફોર્મ પર આધારિત સૌથી સસ્તું મોડેલ બની ગયું છે. નોંધનીય છે કે, આ જ પ્લેટફોર્મ પર કંપનીની 'સુપર મીટિયર 650', 'શોટગન 650' અને 'ક્લાસિક 650 ટ્વીન' પણ આધારિત છે.
Click here to Read more