Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    પહેલા ગેલેક્સી બની કે બ્લેક હોલ?:સૂર્ય કરતાં 20 લાખ ગણો મોટો મહાકાય 'રાક્ષસ' NASAના કેમેરામાં કેદ થયો, જુઓ રોમાંચક તસવીરો

    2 days ago

    1

    0

    બ્રહ્માંડના ઉદ્ભવને લઈને વિજ્ઞાન જગતમાં વર્ષોથી એક મોટું રહસ્ય અકબંધ છે: પહેલા ગેલેક્સી બની કે કેન્દ્રમાં રહેલો સુપરમેસિવ બ્લેક હોલ? હવે આ સવાલનો જવાબ શોધવા માટે વૈજ્ઞાનિકોને નાસા (NASA)ના સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ્સ દ્વારા કેટલાક અત્યંત મહત્વના પુરાવા મળ્યા છે. પૃથ્વીથી કરોડો પ્રકાશ-વર્ષ દૂર આવેલા એક વિશાળકાય બ્લેક હોલને આસપાસના ગેસ અને ધૂળના રજકણોને પોતાના તરફ ખેંચતો લાઈવ કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે. સૂર્ય કરતાં 20 લાખ ગણો મોટો બ્લેક હોલ! નાસાના જણાવ્યા અનુસાર, આ સુપરમેસિવ બ્લેક હોલ પૃથ્વીથી આશરે 60 મિલિયન (6 કરોડ) પ્રકાશ-વર્ષ દૂર આવેલી એક સર્પાકાર ગેલેક્સીના કેન્દ્રમાં છે. આ બ્લેક હોલનું કદ એટલું વિશાળ છે કે તેનું માસ આપણા સૂર્ય કરતાં અંદાજે 20 લાખ ગણું વધારે છે. આટલો મહાકાય હોવા છતાં, તે હજી પણ શાંત બેઠો નથી, પરંતુ ભૂખ્યા રાક્ષસની જેમ તેની આસપાસની સામગ્રીને પોતાના તરફ ખેંચીને સતત પોતાનું કદ વધારી રહ્યો છે. નાસાએ આ શોધની અદભૂત તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું: આ બ્લેક હોલ પૃથ્વીથી આશરે 60 મિલિયન પ્રકાશ-વર્ષ દૂર છે અને તેનું વજન 20 લાખ સૂર્ય બરાબર છે — અને તે હજી પણ સતત મોટો થઈ રહ્યો છે. બે શક્તિશાળી ટેલિસ્કોપ્સે સાથે મળીને રચ્યો ઇતિહાસ આ અદભૂત અને દુર્લભ નજારો પૃથ્વી પર લાવવા માટે નાસાના બે સૌથી આધુનિક ટેલિસ્કોપ્સે જુગલબંદી કરી હતી: ચંદ્રા એક્સ-રે ઓબ્ઝર્વેટરી (Chandra X-ray Observatory): આ ટેલિસ્કોપે બ્લેક હોલની નજીક રહેલા અત્યંત ગરમ પદાર્થોમાંથી નીકળતા શક્તિશાળી એક્સ-રે (X-rays) ને ડિટેક્ટ કર્યા. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (JWST): આ ટેલિસ્કોપે બ્લેક હોલની આસપાસના સમગ્ર વિસ્તારને ઇન્ફ્રારેડ લાઇટ (Infrared light) દ્વારા સ્કેન કર્યો. જ્યારે આ બંને ટેલિસ્કોપના ડેટાને મિક્સ કરવામાં આવ્યા, ત્યારે વૈજ્ઞાનિકોને બ્લેક હોલની આસપાસ શું ચાલી રહ્યું છે તેનો એકદમ સ્પષ્ટ નજારો જોવા મળ્યો. તસવીરમાં ગરમ પદાર્થો બ્લેક હોલના પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળના કારણે તેના કેન્દ્ર તરફ ખેંચાતા પહેલાં ગોળ-ગોળ ફરતા સ્પષ્ટ જોઈ શકાય છે. તસવીરમાં શું દેખાય છે? નાસાના વર્ણન મુજબ, આ તસવીર સર્પાકાર આકાશગંગાના કેન્દ્રની એક ક્લોઝ-અપ ઝાંખી છે. સમગ્ર તસવીર મોનોક્રોમ એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ (ગ્રે શેડ્સ) જેવી દેખાય છે, પરંતુ ગેલેક્સીનું કેન્દ્ર જાંબલી રંગની તેજસ્વી ચમક સાથે ઝળહળી રહ્યું છે. તેની આસપાસ લાલ અને જાંબલી રંગના નાના ધાબા દેખાય છે, અને ગેસ તથા ધૂળના આછા પ્રવાહો બ્લેક હોલની આસપાસ ચક્કર લગાવતા નજરે પડે છે. વિજ્ઞાન જગત માટે કેમ મહત્વની છે આ શોધ? ખગોળશાસ્ત્રીઓ લાંબા સમયથી એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, શું ગેલેક્સીઓ પહેલા બની અને પછી સમય જતાં તેના કેન્દ્રમાં બ્લેક હોલ વિકસિત થયા? અથવા બ્લેક હોલ બ્રહ્માંડની શરૂઆતમાં જ બની ગયા હતા અને તેમણે પોતાની આસપાસ ગેલેક્સીઓનું નિર્માણ કર્યું? નાસાનું માનવું છે કે જેમ્સ વેબના આ નવા અવલોકનોથી એ સમજવામાં મદદ મળશે કે જ્યારે હોસ્ટ ગેલેક્સી કદમાં પ્રમાણમાં નાની હોય, ત્યારે પણ તેના કેન્દ્રમાં રહેલા બ્લેક હોલ આટલા પ્રચંડ કદમાં કેવી રીતે વિકસી શકે છે. ESA ની રમુજી કોમેન્ટ આ શોધ એટલી રોમાંચક હતી કે યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) પણ પોતાને રોકી શકી નહીં. તેમણે નાસાની પોસ્ટ પર મજાકિયા અંદાજમાં કોમેન્ટ કરી: "અમને પણ એવું જ લાગી રહ્યું છે! શું અમે ડ્રિંક્સ લઈને આવીએ?" ભલે આ કોમેન્ટ હળવા અંદાજમાં હતી, પણ બ્રહ્માંડના રહસ્યો સમજવા માટે આ વૈજ્ઞાનિક શોધ અત્યંત ગંભીર અને ક્રાંતિકારી માનવામાં આવી રહી છે.
    Click here to Read more
    Prev Article
    જોજો, ઠંડક આપતું AC ક્યાંક 'બોમ્બ' ન બની જાય!:એસીમાં બ્લાસ્ટ થવા પાછળ 12 કારણો જવાબદાર, 6 સંકેતોને અવગણશો નહીં; જાણો 13 સેફ્ટી ટિપ્સ
    Next Article
    27 साल की उम्र में पति को खोया, टिफिन बेचकर बेटियों को पढ़ाया, अब बेटी बनी डिप्टी कलेक्टर

    Related ઉપયોગિતા Updates:

    Comments (0)

      Leave a Comment