Petrol Diesel Price Today: આ શહેરમાં પેટ્રોલનો ભાવ 115ને પાર, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
2 hours from now
આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતાની સીધી અસર હવે ભારતીય પેટ્રોલિયમ બજાર પર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલના વૈશ્વિક ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર દબાણ વધ્યું છે, પરિણામે મે મહિનાના અંતથી ઈંધણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 7.5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે 6 જૂન, 2026 ના રોજ થયેલા ભાવ વધારા બાદ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર મોટો બોજ પડ્યો છે. દેશના મુખ્ય શહેરોમાં 5 જૂન, 2026 ના લેટેસ્ટ ભાવ6 જૂન, 2026 ના રોજ જાહેર થયેલા આંકડાઓ મુજબ દેશના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે: શહેર પેટ્રોલ (₹/લિટર) ડીઝલ (₹/લિટર)નવી દિલ્હી ₹102.12 ₹95.20 મુંબઈ ₹111.21 ₹97.83 કોલકાતા ₹113.51 ₹99.82 ચેન્નાઈ ₹107.77 ₹99.58ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના ભાવ (6જૂન, 2026)શહેર પેટ્રોલ (₹/લિટર) ડીઝલ (₹/લિટર)અમદાવાદ રૂ.101.83રૂ.97.92ગાંધીનગર રૂ.102.28રૂ 98. 22રાજકોટ રૂ 101.59 રૂ 97.72સુરત રૂ 102.6રૂ 98.19વડોદરા રૂ 101.92રૂ 97.54શું આગામી સમયમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે? બજારના નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવમાં ઘટાડો નહીં થાય, તો જૂન મહિનામાં ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે. પરિવહન ખર્ચમાં સતત વધારો થવાને કારણે આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારે જોકે ખાતરી આપી છે કે રિફાઈનરીઓ ઉચ્ચ ક્ષમતા સાથે કામ કરી રહી છે અને ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.તમારા શહેરના ભાવ આ રીતે જાણોતમે નીચે મુજબની રીત અપનાવીને તમારા શહેરના લેટેસ્ટ ભાવ જાણી શકો છો:IOCL: RSP લખીને 92249 92249 પર SMS કરો.HPCL: HPPRICE લખીને 92222 01122 પર SMS કરો.BPCL: RSP લખીને 92231 12222 પર SMS કરો.આ પણ વાંચો- Petrol Diesel Price Today: આ શહેરમાં પેટ્રોલનો ભાવ 110ને પાર, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Click here to Read more

