મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, 80 માંથી 60 MLA ગાયબ રહ્યા, TMCએ જણાવ્યું આ કારણ
2 weeks ago
TMC Crisis West Bengal : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની અંદર અસંતોષ અને આંતરિક બળવાનો એવો જ્વાળામુખી ફાટ્યો છે, જેણે પાર્ટી સુપ્રીમો મમતા બેનર્જીના રાજકીય સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા છે. શનિવારે એક અભૂતપૂર્વ ઘટનાક્રમમાં, પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને બોલાવવામાં આવેલી ધારાસભ્ય દળની ઇમરજન્સી બેઠકમાંથી પાર્ટીના 80 માંથી 60 ધારાસભ્યો ગાયબ રહ્યા હતા. ક્યારેક બંગાળની સત્તાનું મુખ્ય કેન્દ્ર ગણાતા કાલીઘાટ આવાસ પર ધારાસભ્યોનો આ અસહકાર સ્પષ્ટ સંકેત આપે છે કે મમતા બેનર્જી વિરૂદ્ધ બળવાની પટકથા લખાઈ ચૂકી છે.માત્ર 20 ધારાસભ્યો જ પહોંચ્યા, ગાયબ થયેલા 60 નેતાઓ 'નૉટ રીચેબલ'TMCના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ મહત્વપૂર્ણ બેઠક વિધાયક દળના નેતા શોભનદેવ ચટ્ટોપાધ્યાય દ્વારા મમતા બેનર્જીના નિવાસસ્થાને બોલાવવામાં આવી હતી.
Click here to Read more
