ભારતીય વુમન્સ ટીમ T20 વર્લ્ડ કપની વોર્મ-અપ મેચ હારી:ઇંગ્લેન્ડે 5 રનથી હરાવ્યું; રિચા ઘોષની ફિફ્ટી કામ ન આવી
1 hour ago
ICC વુમન્સ T20 વર્લ્ડ કપની વોર્મ-અપ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 5 રનથી હરાવ્યું. કાર્ડિફમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડ વુમન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા. તેના જવાબમાં ભારતીય વુમન્સ ટીમ 19.5 ઓવરમાં 166 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. કેપ્ટન બ્રન્ટ અને એમી જોન્સે ફિફ્ટી ફટકારી ઇંગ્લેન્ડે પાવરપ્લેમાં સંભાળપૂર્વક શરૂઆત કરી. 27 રન પર ડેની વાટના રૂપમાં પ્રથમ વિકેટ પડી, પરંતુ તે પછી એમી જોન્સ અને કેપ્ટન નેટ સિવર બ્રન્ટ વચ્ચે 70 રનની ભાગીદારી થઈ. જોન્સે 64 રન અને બ્રન્ટે 57 રન બનાવ્યા. 13મી ઓવરમાં ઇંગ્લેન્ડનો સ્કોર 1 વિકેટે 97 રન હતો, જે 19મી ઓવર સુધીમાં 6 વિકેટે 152 રન થઈ ગયો. અંતિમ ઓવરોમાં ડેનિયલે 12 બોલમાં 30 રન બનાવીને ઇંગ્લેન્ડનો સ્કોર 171 રન સુધી પહોંચાડ્યો. ભારત તરફથી શ્રેયંકા પાટીલે સૌથી વધુ 2 વિકેટ લીધી. સ્મૃતિ અને કેપ્ટન હરમન ફેલ, રિચાએ એક છેડો સંભાળી રાખ્યો રનચેઝમાં ભારતની શરૂઆત ખરાબ રહી. સ્મૃતિ મંધાના (1), શેફાલી વર્મા (13), યાસ્તિકા ભાટિયા (15) અને કેપ્ટન હરમનપ્રીત કૌર (17) સસ્તામાં આઉટ થઈ ગઈ. છઠ્ઠા નંબરે બેટિંગ કરવા ઉતરેલી રિચા ઘોષે 36 બોલમાં 68 રન બનાવ્યા. છેલ્લી 2 ઓવરમાં ભારતને 38 રન બનાવવાના હતા. 19મી ઓવરમાં વોંગની ઓવરમાંથી રિચાએ 21 રન લીધા. છેલ્લી ઓવરમાં 17 રન બનાવવાના હતા. રિચાએ બીજી બોલ પર ચોગ્ગો અને ત્રીજી બોલ પર છગ્ગો ફટકાર્યો. આ પછી 3 બોલમાં 6 રન બનાવવાના હતા, પરંતુ તે કેચ આઉટ થઈ ગઈ અને પછી રેણુકા પણ તેના પછીના બોલ પર આઉટ થતા જ ભારત ઓલઆઉટ થઈ ગયું. રિચા સિવાય ભારતની કોઈ બેટર 20 રન સુધી પણ પહોંચી શકી નહીં. ઇંગ્લેન્ડ માટે લિન્સે સ્મિથે સૌથી વધુ 3 વિકેટ લીધી. તેમના સિવાય ચાર્લોટ ડીન, ટીલી કોર્ટિન કોલમેન અને ડેનિયલ ગિબ્સને 2-2 વિકેટ ઝડપી.
Click here to Read more
